Bhupendra Patel's banner
Bhupendra Patel's profile picture

Bhupendra Patel

@Bhupendrapbjp • 672,467 subscribers

Chief Minister of Gujarat

Videos

Bhupendrapbjp's profile picture

ભારતની આંતરિક સુરક્ષાને સુદૃઢ કરી દેશના સહકાર ક્ષેત્રનો કાયાકલ્પ કરનાર, ગુજરાતના પનોતા પુત્ર, ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ તથા દેશના યશસ્વી ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ​ગુનાખોરી સામે 'ઝીરો ટોલરન્સ'ની આપની નીતિ થકી દેશમાં કાયદો અને વ્યવસ્થાનો માહોલ અત્યંત મજબૂત બન્યો છે, તેમજ "નશામુક્ત ભારત"ના નિર્માણ તરફ દેશ આગળ વધ્યો છે. આપશ્રીનું અડગ નેતૃત્વ અને અદભુત સંગઠન કૌશલ્ય રાષ્ટ્રની પ્રગતિ અને સુરક્ષાનો મજબૂત આધારસ્તંભ બન્યા છે. ​ગુજરાતને સદૈવ આપનું માર્ગદર્શન અને સહયોગ મળતા રહ્યા છે. ભગવાન સોમનાથ મહાદેવ આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ અર્પે તેવી અંતઃકરણપૂર્વકની પ્રાર્થના. ​Amit Shah #HBDayAmitShah

Bhupendra Patel

24,381 views • 4 days ago

Bhupendrapbjp's profile picture

આવો, ગુજરાતના પ્રત્યેક ઘરમાં પ્રગટાવીએ આશીર્વાદનો દીવો.. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના રાષ્ટ્રસેવા અને સુશાસનના અવિરત 25 વર્ષ આગામી 7 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યા છે. 'રાષ્ટ્ર પ્રથમ, જનસેવા સર્વોપરી'ના મંત્ર સાથે મોદીજીએ પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું છે. આવો, તેઓના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ આપણે સૌ તેમના પ્રત્યે સ્નેહ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા સાંજે 7 વાગે પોતાના ઘરમાં 'આશીર્વાદનો દીવો' પ્રગટાવીએ અને તેમના દીર્ઘાયુની મંગલકામના કરીએ. આ દીવો આપણા સૌના અતૂટ વિશ્વાસનો દીવો બનશે, જે 'વિકસિત ભારત @ 2047' અને 'વિકસિત ગુજરાત'ના નિર્માણનો માર્ગ વધુ તેજસ્વી બનાવશે. Narendra Modi ​#AshirwadNoDivo #SewaSankalpAbhiyan

Bhupendra Patel

44,686 views • 1 month ago

Bhupendrapbjp's profile picture

आदरणीय प्रधानमंत्री एवं श्री सोमनाथ ट्रस्ट के अध्यक्ष श्री नरेन्द्र मोदी जी के दूरदर्शी मार्गदर्शन में, प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ मंदिर 'प्रकृति के साथ प्रगति' और सर्कुलर इकोनामी का उत्कृष्ट मॉडल बन गया है। आज गांधीनगर में 'वर्ल्ड सर्कुलर इकोनॉमी फोरम' के शुभारंभ के अवसर पर, मैं इसी का एक प्रेरक वीडियो आप सभी के साथ साझा कर रहा हूँ। मोदीजी के विज़न से प्रेरित होकर यह पवित्र तीर्थ नेट-जीरो वेस्ट की दिशा में अभूतपूर्व कार्य कर रहा है। यहाँ महादेव को अर्पित फूल-पत्तियों से जैविक खाद और प्लास्टिक कचरे से पेवर ब्लॉक बनाए जा रहे हैं। इन पहलों से जहाँ एक ओर कचरे को रिसाइकल किया जा रहा है, वहीं दूसरी ओर स्थानीय महिलाओं को रोजगार व आर्थिक स्वतंत्रता भी मिल रही है। यह सिद्ध करता है कि जहाँ महादेव की आराधना है, वहाँ सृष्टि को हानि नहीं, बल्कि उसके जतन की संवेदना रहती है। आइए, हम सब भी सोमनाथ के इस 'सर्कुलर इकोनॉमी' मॉडल से प्रेरणा लें। जय सोमनाथ! Narendra Modi Shree Somnath Temple

Bhupendra Patel

22,150 views • 1 month ago

Bhupendrapbjp's profile picture

ગામમાં કોઈ પહેલું ડોક્ટર બને.. અને એ પણ એક દીકરી હોય.. તો પરિવાર માટે એ કેટલા આનંદ અને ગૌરવની વાત હોય! વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મારગમાળ ગામની દીકરી અંકિતા પટેલની સફળતા દરેક ગુજરાતી માટે ગર્વ સમાન છે. આર્થિક સંકડામણના કારણે અંકિતાનું ડોક્ટર બનવાનું સપનું કદાચ અધૂરું જ રહી જાત, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીની 'ફ્રી શિપ કાર્ડ યોજના' તેના માટે આશીર્વાદ બની. આ યોજના અંતર્ગત મળેલી ₹15 લાખની આર્થિક સહાયથી તેણે પોતાનો MBBS નો અભ્યાસ પૂર્ણ કર્યો અને આજે તે પોતાના ગામની પ્રથમ ડોક્ટર બનીને પોતાના માતા-પિતાનું નામ રોશન કરી રહી છે. અંકિતા પોતે પણ માને છે કે જો આ યોજના ન હોત, તો તે કદાચ MBBS માં એડમિશન જ ન લઈ શકી હોત. યુવાનોના સપનાઓને ઉડાન આપી તેમને એક ઉજ્જવળ ભવિષ્ય પૂરું પાડવું, એ જ આદરણીય મોદીજીના 25 વર્ષના સેવાકાળની સાચી સિદ્ધિ છે. #SevaSankalpAbhiyan #SevaKiKahani

Bhupendra Patel

12,276 views • 21 days ago

Bhupendrapbjp's profile picture

આમ તો મોટાભાગે મારો દિવસ શિડયુલ પ્રમાણે પસાર થતો હોય છે.. પણ ક્યારેક અમસ્તા શિડ્યુલની બહાર નીકળી શકાય તો તેનો આનંદ પણ કંઈક અલગ જ હોય છે. આજે વડોદરાથી પરત ફરતા આવો જ એક અવસર મળ્યો. આણંદ જિલ્લાના અંબાલી ગામ પાસેથી પસાર થતી વખતે રસ્તાની બાજુમાં શાળાના યુનિફોર્મમાં સજ્જ બાળકો ઊભા હતા. સાથે કેટલાક ગ્રામજનો પણ હતા. ગાડી ઊભી રખાવીને આ માસુમ બાળકોને મળ્યો.. તેમના અભ્યાસ અંગે વાતચીત કરી. ગ્રામજનો પાસે ગામની સુવિધાઓ અંગે જાણકારી મેળવી. નજીકના એક ઘરમાં કાર્યરત ગોબરગેસ પ્લાન્ટ પર નજર પડી. પ્લાન્ટના માલિક વિઠ્ઠલભાઈની સાથે તેમને પ્લાન્ટથી મળતા ફાયદા અંગે વાત થઈ. પોતાના જ માણસોને.. પોતાના પરિવારના જ સભ્યોને મળતા હોઈએ એવો અનુભવ થયો. આમાં ઔપચારિકતા નહીં, પણ સહજતા હતી.. અને સ્નેહભર્યો સંવાદ હતો. કેટલીક વાતો જીવનભર યાદ રહેતી હોય છે. આ પણ કંઈક એવી જ વાત હતી.

Bhupendra Patel

18,766 views • 3 months ago

Bhupendrapbjp's profile picture

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે. Narendra Modi

Bhupendra Patel

14,557 views • 2 months ago