
Krishna Patel
@Krishna760046 • 14,985 subscribers
Broadcast journalist @sandeshnews/ Ex Vtv, News18. Sandesh Vishesh at 9:30 PM🎤 📺 Reader, traveller, dreamer.
Shorts
Videos

પૂર્વ મંત્રી અને દેવગઢ બારિયા MLA બચુ ખાબડનો બંગલો ધોવા માટે ફાયર ફાઈટરનો ઉપયોગ કરાયો. પોલ ખૂલતા દેવગઢ બારિયા પાલિકાના પ્રમુખ બચાવમાં કહે છે ઈમર્જન્સી માનીને ફાયર ગાડી મોકલાઈ. ઘર ધોવાની જાણ થતા કામગીરી બંધ કરાઈ. તો વિવાદથી બચવા બીજા દિવસે 2700 રૂપિયાનો દંડ વસૂલાયો. ફાયર ઓફિસર મયૂર ચૌહાણે કહ્યું કે બંગલો ધોવાની જાણ થતા અધિકારીએ કામગીરી બંધ કરાવી. ગુજરાતીમાં કહેવત છે કોના બાપની દિવાળી!
Krishna Patel20,134 Aufrufe • vor 23 Tagen

અમદાવાદમાં બોડકદેવમાં ઝેબર સ્કુલમાં ભણતી 8 વર્ષીય ગાગી રાણપરા અચાનક ઢળી પડતા મોત.
Krishna Patel70,980 Aufrufe • vor 1 Jahr

આ અમદાવાદના બાપુનગર-રખિયાલ વિસ્તારનો વિડિયો છે. ગુંડા તલવાર કાઢી પોલીસને ધમકી આપી તેમને ગાડીમાં બેસાડી દે છે અને પોલીસ બેસી જાય છે. એક આરોપી સમીર ઉર્ફે ચિકના મહેબૂબની અટકાયત કરાઈ છે પણ આ વિડિયો જોઈને એક સામાન્ય નાગરિકના મગજમાં શું સવાલ ઉભો થશે. જો આ લુખ્ખા સામે પોલીસ આટલી લાચાર હોય તો તેઓ શું કરી શકે? આવા ગુંડા સામે કડક કાર્યવાહી કરી તેમની અંદર કાયદાનો ખૌફ જન્મે અને લોકો નિર્ભિકપણે જીવી શકે એ માહોલ ઉભો કરવાનો પોલીસ સામે પડકાર છે.
Krishna Patel51,655 Aufrufe • vor 1 Jahr

દારૂ-ડ્રગ્સ પર કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આકરા શબ્દોમાં કહી દીધુ કે 'આવા પોલીસના પટ્ટા ઉતરાવી દઈશ' જેના પર વિવાદ થયો. હવે તેના પર DGP વિકાસ સહાયે જવાબ આપ્યો છે કે ‘જો કોઈ પોલીસકર્મી કે અધિકારી ભૂલ કરે તો તેને સજા આપવા વિભાગ છે પણ એ સિવાયનુ બહારનુ કોઈ વ્યક્તિ મારા અધિકારીને કે કમર્ચારીને કંઈ કહી જાય એ ન ચાલે’ #GujaratPolice
Krishna Patel24,408 Aufrufe • vor 11 Monaten

આ અમદાવાદ- દાહોદ હાઇવે છે. તમારી પાસેથી ટોલ લઈને તમને સુવિધા નથી અપાતી પણ ભ્રષ્ટાચારીઓના પેટ ભરાય છે. સતત 1 કલાક સુધી આવો જ રસ્તો છે. રોડ પરિવહન& રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીના ભ્રષ્ટાચાર સામેના શબ્દો પ્રભાવિત કરી દે પણ કામ એટલું જ નિરાશ કરનારું છે. વલસાડ સહિત આવા તો કેટલાય હાઇવે છે જ્યાંથી પસાર થવું માથાનો અને કમરનો દુખાવો બની જાય પણ ભ્રષ્ટાચાર અને નબળું કામ આપણા જીવનનો એવો ભાગ બની ગયું છે કે એ સામાન્ય લાગવા માંડે છે. #Ahmedabaddahodhighway #Highway #CORRUPTION
Krishna Patel26,634 Aufrufe • vor 1 Jahr

બંને વિડીયો ગુજરાતનાં અલગ અલગ સ્મશાન ગૃહના છે. પહેલો વિડિયો અમદાવાદના ઓઢવના સ્મશાનગૃહનો છે જ્યાં સૂકા લાકડા ખૂટી પડતા એક ગરીબની અંતિમવિધિ માટે ટાયરો, ગોદડાનો ઉપયોગ કરાયો. વીડિયો વાયરલ થતા મનપાએ કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો અને દંડની કાર્યવાહીની ખાતરી આપી. બીજો વિડિયો સાબરકાંઠાના તલોદના આંજણા ગામનો છે જ્યાં ચાલુ વરસાદમાં સળગતી ચિતા ઉપર પતરુ રાખવુ પડે છે કારણકે સ્મશાનગૃહના નામે તૂટી ગયેલુ પતરું છે. કારણ ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે પણ ટેકનિકલ ખામીના કારણે એ લોકો સુધી પહોંચી નથી અને લોકો આવી રીતે સ્વજનોને અંતિમ વિદાય આપવા મજબૂર બન્યા છે. #Gujaratstories
Krishna Patel23,701 Aufrufe • vor 1 Jahr

"બૈરાને શું ખબર પડે? જેને ખબર પડતી હોય એ બોલો" આ આણંદના આંકલાવના PSI મેઘરજસિંહ વાળા છે. સ્થાનિકોને ખખડાવવા લાગ્યા જયારે તેઓ બાળકીની હત્યાના કેસમાં રજૂઆત કરવા પહોંચ્યાં. પોલીસ અધિકારીઓ પણ આવી જ દકિયાનુસી માનસિકતાથી ભરેલા છે. એમના ઘરની મહિલાઓ માટે પણ આમની માનસિકતા કોઈ અલગ હશે એવુ માનવું જ અઘરું છે. કાયદામાં ખબર પડે કે ન પડે મહિલા, પુરુષો બધા વાત તો એક જ કરવા આવ્યાં હતાં.
Krishna Patel26,086 Aufrufe • vor 1 Jahr

"અમારે પણ અદાણીના પોર્ટ પર ક્રિકેટ મેદાન બનાવવું છે... બનાવી શકીશું? સરકાર ખાનગી કંપનીની થઇ ગઈ છે. રીતસરની તાનાશાહી ચાલે છે " મોરબીમાં રિપોર્ટિંગ વખતે એક એવા ખેતરમાં પહોંચ્યાં જ્યાં ખેતર માલિકને ખબર જ નહોતી અને ખાડા ખોદી દેવાયા. એ જ સમયે 25-30 પોલિસ સાથે કંપનીના કર્મચારીઓ આવી પહોંચ્યાં. આખો રિપોર્ટ : #Farmersprotests #morbi
Krishna Patel10,394 Aufrufe • vor 4 Monaten

સુરત બાદ હવે વલસાડમાં ભ્રષ્ટાચારનુ પાપ ઉઘાડુ પડ્યું. નિર્માણાધીન ટાંકીનો એક સ્લેબ તૂટી પડ્યો. કોન્ટ્રાક્ટ, કમિશન, કરપ્શનમાં જનતાનો મરો થાય છે. મુખ્યમંત્રી અધિકારીઓને ખખડાવે છે તો તેની અસર કામમાં કેમ નથી દેખાતી? ખબર છે કે સુરતમાં તૂટી ગયેલી તડકેશ્વર ટાંકી જેણે બનાવી હતી તે જ કોન્ટ્રાક્ટરે વલસાડની આ ટાંકી બનાવી હતી. #Corruption
Krishna Patel15,152 Aufrufe • vor 8 Monaten

વડોદરા ભાજપ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો આલીશાન બંગલો વિશ્વામિત્રીને બરાબર અડીને બાંધી દેવાયો અને હજૂ પણ બાંધકામ અટક્યું નથી. એ વધતું જ જાય છે. અમે ગયાં ત્યારે અમને જોઈને કોઈકનો ઈશારો થતાં બધા મજૂરો અંદર જતાં રહ્યાં. સત્તાધીશોએ ઝોનફેરનું ષડયંત્ર રચી વિશ્વામિત્રીને વેતરી નાખી. કેમ નરી આંખે દેખાતું આ સત્ય VMCને, વડોદરાના નેતાઓને ન દેખાયું? કારણકે મીલીભગતનો આખો ખેલ છે. તપાસની કેટલી રાહ જોવાની છે? Vadodara Municipal Corporation આખો એપિસોડ: #OperationVishwamitri
Krishna Patel31,340 Aufrufe • vor 2 Jahren

આ કોઈ 70 કે 80ના દાયકાનો નહીં, આજનો ગુજરાતના દાહોદનો વિડિયો છે. જેમાં ભાજપ નેતાનો પુત્ર વિજય ભાભોર બુથ કેપ્ચર કરી લે છે, અધિકારીઓને ધમકાવે છે અને બોગસ વોટીંગ કરાવ્યાના આરોપ છે. આશા રાખીએ કે ચૂંટણી આયોગ કડક અને ઉદાહરણીય કાર્યવાહી કરે. સત્તાના નશામાં મૂલ્યવાન મતની મજાક બનાવી નાખી છે. 'મશીન તો મારા બાપનું જ છે. ઘરે લઈને જતો રહીશ. શું લૂંટાય જાય છે તમારુ. આ શબ્દો બોલનારા ભાજપના નેતા વિજય ભાભોરને આ વિશ્વાસ ક્યાંથી આવ્યો હશે? Election Commission of India
Krishna Patel34,074 Aufrufe • vor 2 Jahren

દરેક ‘સાચા ભારતીય’ને રાહુલ ગાંધીના આ ખુલાસા પર ચિંતા થવી જોઈએ. જ્યારે વિશ્વના સૌથી મોટા લોકતંત્રની આત્મા પર જ સવાલ ઉઠે ત્યારે એ ગંભીર તો છે જ. અહીં આંકડાઓ અને પુરાવા સાથે દાવા કરાયા છે ત્યારે સવાલોના ઘેરામાં આવેલ ચૂંટણી પંચની જવાબદારી બની જાય છે કે એ જવાબ આપે, ખુલાસા કરે. માત્ર ચૂંટણીઓ યોજવી જ લોકતંત્ર નથી પણ એ તટસ્થ અને પારદર્શી રીતે, કોઈ ગોટાળા વગર થાય એ જરૂરી છે. બિહારમાં SIRમાં ગોટાળા, મહારાષ્ટ્રમાં વોટિંગમાં ગોલમાલ, 4 વર્ષમાં ન વધ્યા હોય એના કરતા પણ અનેક ગણા 4 મહિનામાં વધી ગયેલા વોટર આ બધા સવાલોના જવાબ મળવા જોઈએ. We are not a banana republic and we hope we don’t transform into one. #ElectionCommission
Krishna Patel20,140 Aufrufe • vor 1 Jahr

આ સુરતનું SMC સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટર છે અને સગર્ભાઓનુ ચેકિંગ નર્સ કે ડોક્ટર નહીં સફાઈકર્મી કરે છે અને એ ચેકિંગના આધારે પ્રિસ્ક્રીપ્શન લખી દવા અપાય છે. વાંક સફાઈકર્મી કરતા પણ જવાબદાર મેડિકલ અધિકારીનો છે. હેલ્થ સેન્ટરના ઠેકાણા નથી અને વિકાસના બણગા ફૂંકાય છે. અહીં સફાઈકર્મી પાસે ચેક અપ કરાવાય. શિક્ષકો પાસે તીડ ઉડાવાય. અધિકારીઓ પાસે નેતાઓની ખુરશી ગોઠવાય. કેટલી જબરદસ્ત લાલિયાવાડી ચાલે છે! SMC Gujarat
Krishna Patel16,307 Aufrufe • vor 1 Jahr

'જવુ હોય તો જઈ શકો, ના જવુ હોય તો ઘરે બેસી રહો' 'રેગ્યુલર ભરતી થશે' પણ ક્યારે તેનો જવાબ નથી. હાલ કામચલાઉ રોજગારી પર શિક્ષક ઉમેદવારોને આવા જવાબ અપાય છે, પછી બેરોજગારી પર આવા જ જવાબ અપાશે. આ છાપરે ચડીને પોકારતો ઘમંડ છે. આવા જવાબ માટે લોકો તમને ચૂંટીને નથી મોકલતા. Dr. Kuber Dindor
Krishna Patel30,055 Aufrufe • vor 3 Jahren