
Yuvrajsinh Jadeja
@YAJadeja • 271,928 subscribers
તું ચાલજે સત્યના રાહ પર અડીખમ બનીને એકલો, યાદ રાખજે તારી પાછળ હશે એક દિવસ કાફલો. #યુવા_અધિકાર_ન્યાય_ચળવળ #યુવા_શક્તિ_રાષ્ટ્ર_શક્તિ 🤳9099409723
Shorts
Videos

"ગુજરાત સરકારના આ #નિર્ણય અંગે યુવા શિક્ષિત ઉમેદવારોની પ્રતિક્રિયાઓ અને તેમની આક્રોશિત વાજબી કોમેન્ટ પરથી જમીની હકીકત અને જનમત સમજી લેવાની જરૂર છે."👇🏻 ❓એક પ્રશ્ન ગુજરાત સરકારને છે.❓ જે જવાન ૧૭ વર્ષ કારગિલ/સિયાચીનમાં લોહી રેડી ૩૮ વર્ષની ઉંમરે આવે તેને દોડ પણ લગાવવાની અને ૪૦% પાસિંગ માર્ક્સ પણ લાવવાના. ❓જ્યારે ૨૨ વર્ષના ફિટ અગ્નિવીરને દોડ કે લેખિત બંનેમાંથી મુક્તિ ? ❓પરીક્ષા વિના ૨૦% બેઠકો પર પસંદગીનો માપદંડ શું ? શારીરિક કસોટી નથી, લેખિત પરીક્ષા નથી - તો ૨૦ બેઠકો સામે ૫૦ અગ્નિવીર અરજી કરશે ત્યારે પસંદગી કોની થશે ? લાગવગ, સેટિંગ કે લકી ડ્રો ? 🤔 (👆🏻અગ્નિવીરોને અનામત કે વયમાં છૂટછાટ આપો એ #આવકાર્ય છે એનો કોઈ વિરોધ પણ નથી...પણ પરીક્ષા માંથી જ મુક્તિ !?🤔) 🧑🏻✈️આર્મીનું કાર્ય દેશની સરહદ સાચવવાનું છે અને 👮🏻પોલીસનું કાર્ય રાજ્યની કાયદો-વ્યવસ્થાનું. 👆🏻અગ્નિવીરોને અનામત કે વયમાં છૂટછાટ આપો એ #આવકાર્ય છે એનો કોઈ વિરોધ પણ નથી, પણ તમામ પરીક્ષાઓ માંથી મુક્તિ આપીને લાખો યુવાનો અને ૧૭ વર્ષ સુધી અમૂલ્ય સેવા આપનાર દેશના સાચા #માજી_સૈનિકો સાથે વિરોધાભાસ કેમ ? ભરતી પ્રક્રિયામાં સમાનતાના સિદ્ધાંત અને ન્યાયિક વ્યવસ્થાનો પણ પ્રશ્ન છે. વહીવટી અને નૈતિક સ્તરે મોટા વિરોધાભાસ ઊભા થાય છે. 🫡સેનાનું કૌશલ્ય અને પોલીસનું નાગરિક કાયદો-વ્યવસ્થાનું કાર્ય અલગ છે. પાયાના કાયદાકીય કે બૌદ્ધિક જ્ઞાનની ચકાસણી (લેખિત ટેસ્ટ) વિના પોલીસ દળમાં નિમણૂક આપવી એ વ્યવસ્થા માટે કેટલી વ્યવહારુ ગણાય ? તે પણ સરકારે સમજાવું જોઈએ.. 🫡#અગ્નિવીરોનું પુનર્વસન ચોક્કસ થવું જોઈએ અને તેમને અનામત કે વયમર્યાદામાં લાભ મળવો #આવકાર્ય છે. પરંતુ ૧૭ વર્ષ સેવા આપનાર નિયમિત માજી સૈનિકો અને વર્ષોથી તપસ્યા કરતા સામાન્ય ઉમેદવારોને ધ્યાનમાં રાખીને, અગ્નિવીરો માટે પણ ઓછામાં ઓછા પાસિંગ માર્ક્સ કે લઘુતમ ગુણવત્તા ચકાસણીનો કોઈ પારદર્શક માપદંડ રાખવો #અનિવાર્ય બને છે. 🫡🧑🏻✈️નિયમિત #માજી_સૈનિક (Ex-Serviceman): સેવાકાળ: ૧૫ થી ૧૭ વર્ષ દેશના સૌથી દુર્ગમ મોરચાઓ (સિયાચીન, કારગિલ, એલઓસી કે નોર્થ-ઈસ્ટ) પર ફરજ બજાવીને ૩૫ થી ૪૦ વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે. 👆🏻તો પણ : પોલીસ ભરતીમાં તેઓને ગ્રાઉન્ડ (દોડ) પણ કરવી પડે છે અને લેખિત પરીક્ષામાં બેસીને ૪૦% લઘુતમ પાસિંગ માર્ક્સ લાવવા ફરજિયાત હોય છે. 🧑🏻✈️🫡 માજી અગ્નિવીર (Ex-Agniveer): સેવાકાળ: ૪ વર્ષની સેવા પૂર્ણ કરી ૨૧ થી ૨૫ વર્ષની યુવાન વયે પરત ફરે છે. 👆🏻પોલીસ ભરતીમાં : શારીરિક કસોટી (PET) માંથી પણ ૧૦૦% મુક્તિ અને લેખિત પરીક્ષામાંથી પણ સંપૂર્ણ મુક્તિ. ⛔૪૦ વર્ષની ઉંમરે પહોંચેલા ૧૭ વર્ષ સેવા આપી ચૂકેલા અનુભવી સૈનિક પાસેથી દોડ અને લેખિત પરીક્ષાના ૪૦% માર્ક્સના નીતિનિયમો રાજ્ય સરકાર ને યોગ્ય લાગે છે તો જ્યારે ૨૩-૨૪ વર્ષના ફિટ યુવાન અગ્નિવીરને બંનેમાંથી મુક્તિ આપવી આ કઈ નીતિ હેઠળ તાર્કિક ગણાય ? 🤔 🧑🏻🦱સામાન્ય ઘરનો યુવાન રાત-દિવસ એક કરીને ૦.૫ માર્ક્સ માટે બહાર ફેંકાઈ જાય, અને બીજી તરફ કોઈ પણ પરીક્ષા વગર સીધા ઓર્ડર ? શું સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમાન તકનો બંધારણીય અધિકાર માત્ર કાગળ પર જ રહેશે ?🤔 સામાન્ય પરિવારના લાખો યુવાનો લાઇબ્રેરીઓમાં બેસીને જનરલ નોલેજ, રીઝનિંગ અને કાયદાની તૈયારી કરે છે અને સવારે ૪ વાગ્યે ગ્રાઉન્ડમાં દોડીને ૧-૧ માર્ક માટે વર્ષો સુધી સંઘર્ષ કરે છે.. 👇🏻👇🏻 ઉદાહરણ: માની લો કે પોલીસ દળમાં ૧૦૦ જગ્યાઓ બહાર પડે છે: નિયમ મુજબ: ૨૦ જગ્યાઓ માજી(x) અગ્નિવીરો માટે અનામત થાય છે. 🧑🏻💼ઉમેદવાર A (Ex-Serviceman - ઉંમર ૩૮ વર્ષ): ૧૭ વર્ષ આર્મીમાં સેવા આપી, પણ જો તે લેખિતમાં ૩૯ માર્ક્સ લાવે તો ૪૦% ના નિયમ હેઠળ નાપાસ ગણાય. જો નિયત સમયે દોડ પૂર્ણ ન કરે તો પણ નાપાસ. 🧑🏻🏫ઉમેદવાર B (સામાન્ય ઉમેદવાર - ઉંમર ૨૪ વર્ષ): લેખિતમાં ૮૫ માર્ક્સ લાવવા છતાં મેરિટ ઊંચું જવાથી ૦.૫ માર્ક્સ માટે બહાર થઈ જાય. 🤷🏻ઉમેદવાર C (માજી અગ્નિવીર - ઉંમર ૨૩ વર્ષ): ન તો દોડ આપવાની, ન તો લેખિત પરીક્ષામાં એક પણ માર્ક લાવવાનો, સીધો ઓર્ડર ! 👼🏻❓અંતે એક સવાલ: જો અગ્નિવીરોની અરજીઓ ૨૦ બેઠકો સામે ૫૦ આવશે, તો પરીક્ષા વિના તેમની વચ્ચે પસંદગીનો માપદંડ કયો રહેશે ? Gujarat Information Bhupendra Patel CMO Gujarat Rushikesh Patel Dr Pradyuman Vaja Jitu Vaghani Rivaba Ravindrasinh Jadeja VTV Gujarati News and Beyond Tv9 Gujarati GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren GJ Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar Samir Parmar Vivekk Oza Gopal Italia Baldev Mer Journalist Benefit News 24 Jigar Thakar Janak Dave NewsCapital Gujarat Svaman Gujarat First Nikunj Jani B. Himanshu malhar vora
Yuvrajsinh Jadeja59,449 views • 16 days ago

‘કાકા-બાપા’ "મામા-ફોઇ" અને ‘લકી ડ્રો’ યોજના: ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક ભરતીનો ભવ્ય મહોત્સવ! ગુજરાત સરકારનો પેપર લીક રોકવાનો 'માસ્ટરસ્ટ્રોક': #કેન્દ્રીયકૃત_પરીક્ષા જ બંધ કરી દો, ઝંઝટ જ પૂરી! વાહ! સરકારનો આ 'નવતર વિચાર' દાદ માંગે એવો છે. જો કેન્દ્રીયકૃત પરીક્ષા લઈએ, તો પેપર લીક થાય, તો પરીક્ષા જ ન લો! સંચાલકોને કહી દો કે તમને જે ગમે એને ક્લાર્ક બનાવી દો! 'ડાયરેક્ટ ભરતી' કે 'ડાયરેક્ટ સેટિંગ' ? તે તો કઈ રીતે થાય છે આપ બધા ભૂતકાળ જાણો જ છો. 📝રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ૪૦૦૦ જેટલી #ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરવા માટેનો 'ઐતિહાસિક' અને 'વિચારપૂર્વકનો' નિર્ણય આવી ગયો છે. 🧐 #કેન્દ્રીયકૃત_પરીક્ષા વગરની ડાયરેક્ટ ભરતીનો સીધો અર્થ એ થાય છે કે: 📌પેપર લીક રોકવાના નામે કૌભાંડનું સરનામું બદલાયું: પહેલા પેપર લીક કરનારા કાળું નાણું કમાતા હતા, હવે સંચાલકો "ટેબલ નીચેથી" લાખો રૂપિયા કમાશે! 📌મેરિટનું મરણ: રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળશે. 📌સરકારી તિજોરી પર બોજ, પણ સત્તા ખાનગી હાથમાં: પગાર તો પ્રજાના ટેક્સમાંથી જ ચૂકવાશે, પણ નોકરી કોને આપવી એ નક્કી સંચાલકના બંગલે થશે! 📌"પેપર લીક રોકવાનો આ ઉપાય નથી, પણ જવાબદારીમાંથી હાથ ધોઈ નાખવાનો રસ્તો છે." : જો સરકાર એવું વિચારતી હોય કે કેન્દ્રીયકૃત પરીક્ષા ન લેવાથી પેપર લીક બંધ થઈ જશે, તો આ તો "માથાનો દુખાવો મટાડવા માટે માથું જ વાઢી નાખવા" જેવો અજીબ તર્ક છે! હવે શાળા સંચાલકો પોતાની રીતે ભરતી કરશે! આનાથી મોટા 'ખુશખબર' #સંચાલકો માટે બીજા શું હોઈ શકે ? સરકારે સીધો '#મેનેજમેન્ટ_કોટા' જ ઓપન કરી દીધો લાગે છે! 🧐વિશ્વસનીયતા ? સંચાલકના પોતાના સગા-સંબંધીઓ કરતાં વધારે વિશ્વસનીય આ દુનિયામાં વળી બીજું કોણ હોય ? 🧐હવે તો ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો છોડીને સંચાલકોના ઘરના આંટા મારવાનું અને "કાકા, બાપા, મામા, ફોઈ"ના સંબંધો શોધવાનું શરૂ કરશે. જેનું સગપણ મજબૂત અને જેનું પાકીટ ગરમ, એ જ શાળાનો "ક્લાર્ક" ! 🧐"કેન્દ્રીયકૃત સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પાસ થાઓ તો તલાટી બનો, પણ સંચાલકના ચરણ સ્પર્શ કરો તો સીધા ગ્રાન્ટેડમાં ગોઠવાઈ જાઓ!" 🧐આ પદ્ધતિથી તો "#પેઢીવાદ 2.O"નો શુભારંભ જ થવાનો છે. 🛑જો સરકાર ખરેખર યુવાનોના હિત અને ભરતીની પારદર્શિતા પ્રત્યે ગંભીર હોય, તો આ 'કાકા-બાપા ગોઠવણ નીતિ' બંધ થવી જોઈએ. 🛑#સેન્ટ્રલાઈઝડ_ભરતી: આ ભરતી કોઈપણ ટ્રસ્ટ કે સંચાલકના હાથમાં આપવાને બદલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) જેવી મધ્યસ્થ સંસ્થા દ્વારા જ લેવાવી જોઈએ. 🛑સ્પર્ધાત્મક પરીક્ષા: યોગ્યતા અને મેરિટના આધારે જ નિષ્પક્ષ પરીક્ષા યોજીને દરેક સામાન્ય ઉમેદવારને સમાન તક મળવી જોઈએ.સંચાલકોના ઘર ભરવા માટે યુવાનોના ભવિષ્યનો બલિડાણ આપવાનું બંધ કરો! 🛑"જો પેપર લીક થવાના ડરે સરકાર #કેન્દ્રીયકૃત પરીક્ષા જ ન લે અને સીધી ભરતી સંચાલકોને સોંપી દે, તો એ તો રોગ મટાડવાને બદલે દર્દીને જ ઘરમાંથી બહાર કાઢી મૂકવા જેવી વાત થઈ!" 🛑યુવાનોના ભવિષ્ય સાથે થતા આ રમત-તમાશા બંધ થવા જોઈએ. ૪૦૦૦ ક્લાર્કની જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને, મેરિટના આધારે અને સેન્ટ્રલાઇઝડ પદ્ધતિથી જ ભરાવી જોઈએ! 🛑"જો સિસ્ટમમાં લીકેજ હોય તો લીકેજ બંધ કરાય, પાઇપ જ તોડી ન નંખાય! ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ભરતી માત્ર ને માત્ર સેન્ટ્રલાઇઝડ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા જ થવી જોઈએ." ✍🏻 યુવરાજસિંહ જાડેજા Bhupendra Patel CMO Gujarat Rushikesh Patel Dr Pradyuman Vaja Jitu Vaghani Rivaba Ravindrasinh Jadeja VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren GJ Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Vivekk Oza Chaitar Vasava AAP Gopal Italia Baldev Mer Journalist Benefit News 24 Jigar Thakar Janak Dave NewsCapital Gujarat Svaman Gujarat First Nikunj Jani DATELINE GUJARAT B. Himanshu Dilip Patel દિલીપ પટેલ
Yuvrajsinh Jadeja105,944 views • 2 months ago

શિક્ષણનું રાજકીયકરણ ક્યાં સુધી યોગ્ય ? ગોધરાની પટેલવાડા સ્થિત શાળા ખાતે યોજાયેલી 'સેવા જ્યોતિ કળશ યાત્રા' દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓને રાજકીય પક્ષનો ખેસ પહેરાવવામાં આવ્યો હોવાનો વિડિઓ સામે આવ્યો છે. શાળા એ સરસ્વતીનું મંદિર છે કે રાજકીય પ્રચારનું મેદાન ? શિક્ષણને બાજુ પર મૂકીને આવા કાર્યક્રમોમાં જોડાવા માટે મજબૂર કરવા કેટલા અંશે યોગ્ય છે ? વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રાજકીય ખેસ કેમ? સરકારી અને અનુદાનિત શાળાઓ શિક્ષણ આપવા માટે છે કે પક્ષીય પ્રચાર માટે ? ગોધરાની શાળામાં યોજાયેલી યાત્રા દરમિયાન બનેલી આ ઘટના શિક્ષણ જગત માટે શરમજનક છે. #Godhra #GujaratEducation #EducationFirst #SchoolPolitics #GodhraNews #GujaratNews #StopPoliticizingEducation #SaveEducation Gujarat Information Bhupendra Patel CMO Gujarat Rushikesh Patel Dr Pradyuman Vaja Jitu Vaghani Rivaba Ravindrasinh Jadeja VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren GJ Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Vivekk Oza Chaitar Vasava AAP Gopal Italia Baldev Mer Journalist Benefit News 24 Jigar Thakar Janak Dave NewsCapital Gujarat Svaman Gujarat First Nikunj Jani DATELINE GUJARAT B. Himanshu malhar vora
Yuvrajsinh Jadeja23,936 views • 18 days ago

"ધન્ય છે પારેવાળા ગામના એ પેઢીનામાને! જેમાં વડીલોના લોહીનો રંગ OBC લખાયો છે, પણ તલાટીની પેન ફરતાની સાથે જ નવી પેઢીનું લોહી રાતોરાત ST થઈ ગયું! આ પેઢીનામું છે કે જ્ઞાતિ બદલવાનો કોઈ જાદુઈ કાગળ?" "આખો પરિવાર પેઢીઓથી જસદણના પારેવાળા ગામમાં રહે છે, જેનો એસ.ટી. સાથે કોઈ દૂર-દૂરનો સંબંધ નથી. છતાં વારસાઈના કાગળિયાંમાં એવું જોરદાર ડાયવર્ઝન માર્યું કે વડીલો બધા OBC થઈ ગયા અને સંતાનો આદિવાસી બનીને કાગળ પર નેસડામાં પહોંચી ગયા! આ ગોલમાલ બદલ તલાટીને એવોર્ડ આપવો જોઈએ!" "પિતા ઓબીસી, કાકા ઓબીસી અને ફઈબા પણ ઓબીસી અનામત બેઠક પરથી સરપંચ! છતાં દીકરા-દીકરીઓ એસ.ટી. થઈ ગયા! સાચે જ શંકા થાય છે કે તલાટી અને મામલતદારે વારસાઈ સહી કરતી વખતે કઈ સ્પેશિયલ શાહી વાપરી હતી કે આખું લોહી જ બદલાઈ ગયું?" 👇🏻👇🏻👇🏻👇🏻 📌 બોગસ ST સર્ટિફિકેટ કૌભાંડની આશંકા: તાર્કિક વિશ્લેષણ અને સળગતા સવાલો! સરકારી ભરતીઓની તૈયારી કરતા પ્રામાણિક ઉમેદવારોના એક અત્યંત ચોંકાવનારો વિરોધાભાસ અને શંકાસ્પદ કિસ્સો સામે આવી રહ્યો છે, જેની તટસ્થ તપાસ થવી અનિવાર્ય જણાય છે. 🛑 ૧. પરિવારની ભૌગોલિક સ્થિતિ અને જ્ઞાતિ અંગે ઊભા થતા પ્રશ્નો ભૌગોલિક વાસ્તવિકતા: જે પરિવાર "પેઢીઓથી" રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પારેવાળા ગામનો વતની હોવાનું કહેવાય છે, તેઓ સામાન્ય સંજોગોમાં ઓબીસી (SEBC) કેટેગરીના લાભ મેળવતા હોય છે.તે જ ગામના અન્ય તમામ આજ સમાજના પરિવારો પણ OBC નો જ લાભ લે છે. અને આમપણ જસદણ તાલુકો ભૌગોલિક રીતે ST વિસ્તારમાં આવતો નથી, તો પછી આ એકમાત્ર પરિવારને કયા આધારે આદિવાસીનો દરજ્જો મળ્યો હોઈ શકે ? 📌પિતૃપક્ષના વિરોધાભાસી પુરાવા: એવું જાણવા મળ્યું છે કે પિતા માણસુરભાઇ લાભુભાઈ પાલીયા અને પરિવારના અન્ય સભ્યો પાસે અગાઉથી જ OBC/SEBC ના કાયદેસરના દાખલા ઉપલબ્ધ છે. 📌તેમના સંતાનો પાસે પણ નોન ક્રિમિલિયર દાખલો પણ ઉપલબ્ધ છે. 📌સગા ફઈબાનો ચુંટણી રેકોર્ડ: વધુ એક મોટો સવાલ એ ઊભો થાય છે કે, આ પરિવારના સગા ફઈબા "ગીતાબેન" વર્ષ ૨૦૧૭ની સ્થાનિક ચૂંટણીમાં જામનગર જિલ્લાના જાંબુડા ગામમાં OBC મહિલા અનામત બેઠક પરથી સરપંચ તરીકે વિજેતા બન્યા હતા. જો પિતૃપક્ષ ઓબીસી હોય તો જ આ શક્ય બને, તો પછી સંતાનોની કેટેગરી કઈ રીતે બદલાઈ શકે ? (ગીતાબેન : એટલે માણસુરભાઈ પાલિયાના સગા બહેન, દિકરા વિશાલભાઈ અને દીકરી આરાધના બહેનના સગા ફઈબા ( "વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં OBC મહિલા અનામત સીટ ઉપરથી ચુંટણી લડી 5 વર્ષ સરપંચ પણ રહ્યા) 🛑 ૨. વર્ષ ૨૦૧૭ પછી અચાનક કેટેગરી બદલાવનો રહસ્યમય ઘટનાક્રમ વર્ષ ૨૦૧૬-૧૭ સુધી: ઉપલબ્ધ સરકારી પરિણામોની વિગતો તપાસતા માલૂમ પડે છે કે આ પરિવારના સભ્યો અગાઉ SEBC (OBC) માંથી જ ફોર્મ ભરતા હતા. રાતોરાત પરિવર્તન: ૨૦૧૭ પછી આ જ પરિવારના સભ્યો અચાનક જ બધી ભરતીઓમાં ST કેટેગરી હેઠળ અરજી કરતા જોવા મળે છે. આ આખો વળાંક ભારે શંકાના દાયરામાં આવે છે. 🛑 ૩. સરકારી ભરતીના રેકોર્ડ્સ અને ક્રોનોલોજી: માત્ર સંયોગ કે મોટું કૌભાંડ ? ❓ એક જ પરિવારના સભ્યો અલગ-અલગ ભરતીના રેકોર્ડમાં વિરોધાભાસી કેટેગરી સાથે જોવા મળે તે કઈ રીતે શક્ય બને ? 📌સભ્ય 1 - વિશાલ માણસુરભાઈ પાલીયા: વર્ષ ૨૦૧૭ ની લોકરક્ષક ભરતી (Gujarat Police Constable Recruitment - 2017) ના જૂનાગઢ સેન્ટરના ફિઝિકલ ટેસ્ટના રેકોર્ડ (કન્ફર્મેશન નં: 81626803, રોલ નં: 13132152) મુજબ તેઓ SEBC કેટેગરીમાં હતા. પરંતુ વર્ષ ૨૦૧૯ માં ગુજરાત હાઇકોર્ટ પ્યુનની ભરતીમાં તેઓ અચાનક ST કેટેગરીમાં સિલેક્ટ થઈ જાય છે! 🤔માત્ર ૨૧ મહિનાનો સમયગાળો: ૦૪ ફેબ્રુઆરી ૨૦૧૭ ના રોજ સરકારી ચોપડે સત્તાવાર રીતે 'ઓબીસી' રહેલા ઉમેદવાર નવેમ્બર ૨૦૧૮ માં ફોર્મ ભરે ત્યારે 'આદિવાસી' બની જાય છે! માત્ર ૨૧ મહિનાના આ ટૂંકા ગાળામાં આખું જ્ઞાતિનું લોહી અને ભૌગોલિક વારસો બદલાઈ ગયો ? આ ઊંડી તપાસ અને આશ્ચર્યનો વિષય છે. 🤔પિતાજી ઓબીસી, ફઈબા ઓબીસી અને ભાઈ પોતે પણ ૨૦૧૭ સુધી ઓબીસી! તો પછી ૨૦૧૮ ના નવેમ્બરમાં હાઈકોર્ટનું ફોર્મ આવતાની સાથે જ એવું કયું સેટિંગ થયું કે રાતોરાત નવું એસ.ટી. નું સર્ટિફિકેટ પ્રગટ થઈ ગયું ? આ જોઈને સાચે જ સવાલ થાય કે શું સર્ટિફિકેટ કાઢવા માટે ઘરે જ કોઈ 'સ્પેશિયલ પ્રિન્ટિંગ પ્રેસ' ખોલવામાં આવી છે કે શું ❓🤔 📌હાલની સ્થિતિ: ST કેટેગરીના કારણે ખૂબ જ ઝડપી પ્રમોશન મેળવીને હાલ હાઈકોર્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. 🤔આ સગવડિયો જ્ઞાતિ નિયમ કઈ સરકારી કચેરીના આશીર્વાદથી આવ્યો ?🤔 📌સભ્ય 2 - આરાધના માણસુરભાઈ પાલીયા (સગી બહેન:-વિશાલ માણસુરભાઈ પાલીયાની) હાલમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની મહેસૂલ તલાટી (Revenue Talati), વર્ગ-૩ ની ભરતીમાં તેઓ ST Girl કેટેગરી હેઠળ સિલેક્ટ થઈ અમદાવાદ જિલ્લો મેળવે છે. ⛔નિયમ મુજબ સરકારી નોકરીમાં ઓર્ડર આપતા પહેલાં દસ્તાવેજોની ચકાસણી એક-બે નહીં, પણ ૪ અલગ-અલગ સ્તરે CMO Gujarat Bhupendra Patel
Yuvrajsinh Jadeja93,576 views • 3 months ago

પહેલું DV (ફિલ્ટર): ભરતી બોર્ડ (ગૌણ સેવા) બીજું DV (ફિલ્ટર) : સંલગ્ન વિભાગ (મહેસૂલ વિભાગ) ત્રીજું DV (ફિલ્ટર) : હાજર થતી વખતે જિલ્લા કચેરી સ્તરે ચોથું અને સૌથી મુખ્ય D.V (ફિલ્ટર): જે-તે જાતિનું પ્રમાણપત્ર આપનારી કચેરી (અહીંયા : બિરસા મુંડા આદિજાતિ કમિશનર કચેરી) સૌથી મોટો તાર્કિક સવાલ એ છે કે: જ્યારે આખું ખાનદાન (પિતા માણસુરભાઈ, કાકા અરવિંદભાઈ અને ફઈબા ગીતાબેન) ઓન-રેકોર્ડ OBC (SEBC) હોય, અને ખુદ મોટો ભાઈ ૨૦૧૭ સુધી પોલીસ ભરતીમાં ઓબીસી તરીકે દોડ્યો હોય; તો પછી આ ૨૧ મહિનામાં સંતાનો પાસે આદિવાસી (ST) નું પ્રમાણપત્ર ક્યાંથી આવ્યું ? ❓ કેવી રીતે આવ્યું ❓ 🤔આટલો મોટો વિરોધાભાસ આ ચાર-ચાર સ્તરના વેરિફિકેશનમાં કોઈ ઉચ્ચ અધિકારીની નજરે કેમ ન ચડ્યો? 🧾આજથી 2 દિવસ પહેલા માનનીય મુખ્યમંત્રીના હસ્તે નિમણૂંકપત્ર આપવા આવ્યા! ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી અને મહેસૂલમંત્રીની અધ્યક્ષતામાં નિમણૂંક પત્ર એનાયત કાર્યકમ ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ..ત્યાં જ આરાધના માણસુરભાઈ પાલીયાને મહેસૂલ તલાટીનો ઓર્ડર આપવામાં આવ્યો. 📌ભવિષ્યનો ખતરો: મહેસૂલ તલાટીમાં પાસ થયેલી દીકરી આરાધનાબેન હાલમાં GPSC (STI Mains વગેરે) ની પરીક્ષાઓ આપી રહી છે. તેમાં પણ ST મહિલાના ખૂબ જ નીચા મેરિટનો લાભ લઈને તેઓ ભવિષ્યમાં ક્લાસ ૧-૨ (ડેપ્યુટી કલેક્ટર/ડીવાયએસપી) જેવા ઉચ્ચ પદો પર પણ ગોઠવાઈ જશે. 📌વહીવટનો કેવો અદ્ભુત તાલમેલ: સામાન્ય જનતાને એક નાનો દાખલો કઢાવવો હોય તો કચેરીઓના ધક્કા ખાઈને ચપ્પલ ઘસાઈ જાય છે, જ્યારે અહીં પિતૃપક્ષ ઓબીસી હોવા છતાં આખું તંત્ર લાલ જાજમ પાથરીને ઊભું રહ્યું અને ચાર સ્તરના વેરિફિકેશનના નાટક પછી સીધો મુખ્યમંત્રીના હસ્તે ઓર્ડર ! શું આ આખી વ્યવસ્થાને ઊંઘતી રાખીને સિસ્ટમ સાથે છેતરપિંડી કરવામાં આવી છે ? શું મુખ્યમંત્રી પણ છેતરાયા ?🤔 સભ્ય 3 - મોહિતભાઈ પ્રવિણભાઈ પાલીયા (મોટા બાપુનો દીકરો): વર્ષ ૨૦૧૬-૧૭ માં ફોરેસ્ટ બીટ ગાર્ડમાં #SEBC તરીકે ફોર્મ ભરનાર વ્યક્તિ વર્ષ ૨૦૨૨ ની પશુધન નિરીક્ષકની ભરતીમાં #ST કેટેગરી દર્શાવે છે.' પુરાવો ૧ (Guard Exam result): પરિણામમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે "LIST OF QUALIFIED CANDIDATES FOR BEAT GUARD EXAM" માં Mr. MOHITBHAI PRAVINBHAI PALIYA નું નામ નોંધાયેલ છે. આ યાદીમાં તેમની કેટેગરી "#SEBC" દર્શાવવામાં આવી છે. પુરાવો ૨ (Live Stock Inspector Exam): બીજી તરફ, જે "GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD" ની પશુધન નિરીક્ષક (Live Stock Inspector) ની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, તેમાં ક્રમ ૩૫૯ પર MOHIT PRAVINBHAI PALIYA નું નામ છે. આ દસ્તાવેજમાં તેમની કેટેગરી ""#ST"" દર્શાવવામાં આવી છે. આટલા ટૂંકા ગાળામાં એક સરકારી નોકરીમાંથી બીજી સરકારી નોકરીમાં કેટેગરી બદલાઈ ગઈ ? ◽મળતી માહિતી પ્રમાણે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ છે. 📌સભ્ય 4 - અભય અરવિંદભાઈ પાલીયા (કાકાનો દીકરો): વર્ષ ૨૦૨૫ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC Clerk) ની ભરતીમાં તેઓ પણ ST કેટેગરી હેઠળ જુનિયર ક્લાર્ક તરીકે સિલેક્ટ થાય છે. ભૂતકાળમાં વિવાદિત અને ખોટા ડોક્યુમેન્ટ્સ ના આધારે નોકરી મેળવેલ આ જ સત્તાવાર લિસ્ટમાં સૌથી ઉપર એટલે કે ક્રમ ૦૧ ઉપર અરજી નં. ૩૭૭૫૨ સાથે NAVGHAN REVABHAI SARSAIYA નું નામ પણ ST કેટેગરીમાં ચમકી રહ્યું છે. સામૂહિક તપાસની જરૂરિયાત: માત્ર કોઈ એક વ્યક્તિગત ઉમેદવાર નહીં, પણ આ આખી ભરતીમાં ST કેટેગરી હેઠળ જેટલા પણ ઉમેદવારો સિલેક્ટ થયા છે તે તમામે તમામના પ્રમાણપત્રો અને પિતૃપક્ષના મૂળ વતનની વિગતો તપાસવામાં આવે. 🤔છે ને ગજબ જે ગામના સરકારી રેકોર્ડમાં એક પણ આદિવાસી નથી, ત્યાંથી એમને આદિવાસી ઉમેદવાર મળી જાય છે! અને જ્યાં આખું ખાનદાન પેઢીઓથી ઓબીસી છે, ત્યાંથી એમને #એસ.ટી.ના ઓર્ડર મળી જાય છે!🤔 📢 સરકાર અને સત્તાવાળાઓ સમક્ષ માંગણીઓ ⛔નિમણૂક પર કામચલાઉ રોક: મહેસૂલ તલાટી તરીકે હાલમાં જ પસંદ પામેલ ઉમેદવાર આરાધના માણસુરભાઈ પાલીયાનું કાસ્ટ વેરિફિકેશન સંપૂર્ણપણે પૂરું ન થાય અને શંકાઓનું નિવારણ ન થાય ત્યાં સુધી ઓર્ડર આપવા પર કામચલાઉ રોક લગાવવામાં આવે. ⛔SIT ની રચના દ્વારા તપાસ: આદિજાતિ કમિશનર કચેરીની વિશ્લેષણ સમિતિ દ્વારા આ પરિવારના ચારેય સભ્યોના જાતિ પ્રમાણપત્રોની સઘન તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) નીમવામાં આવે. ⛔મૂળ દસ્તાવેજોની ચકાસણી: પિતા માણસુરભાઈના ઓરિજિનલ OBC દાખલા, જામનગરના જાંબુડા ગામે OBC બેઠક પરથી ચૂંટણી લડનાર સગા ફઈબાના પેઢીનામાના રેકોર્ડ મંગાવીને આ જ્ઞાતિ પરિવર્તન પાછળનું સાચું રહસ્ય શું છે તેની દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી તપાસ કરવામાં આવે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય, તો તાત્કાલિક ધોરણે તમામ સભ્યોને નોકરીમાંથી બરતરફ કરી, પગારની રિકવરી કરી અને જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સહિત આખા પરિવાર સામે FIR નોંધવામાં આવે.
Yuvrajsinh Jadeja81,666 views • 3 months ago

|| ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ || અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના! વડોદરાના નિઝામપુરા સ્થિત પારુલ યુનિવર્સિટી સંચાલિત ન્યૂ એરા સીનિયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ-૧૧ સાયન્સમાં અભ્યાસ કરતા અને ફૂટબોલ પ્લેયર એવા ૧૫ વર્ષીય તેજસ્વી વિદ્યાર્થી દેવ પ્રશાંતભાઈ શાહનું શાળા પરિસરમાં ફૂટબોલ પ્રેક્ટિસ દરમિયાન વીજ થાંભલામાંથી કરંટ લાગવાના કારણે અકાળે અને કરૂણ અવસાન થયું છે, જે સમગ્ર સમાજ માટે અત્યંત આઘાતજનક છે. પારુલ યુનિવર્સિટીના સંચાલન હેઠળ ચાલતી શાળાના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં વીજ પ્રવાહ ખુલ્લો રહેવો એ તંત્ર અને મેનેજમેન્ટની ગંભીર બેદરકારી તરફ આંગળી ચીંધે છે. રમતના મેદાનમાં સુરક્ષાના અભાવે એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો, જે અત્યંત નિંદનીય અને પીડાદાયક બાબત છે. ઈશ્વર દિવંગત નિર્દોષ આત્માને પોતાના શ્રીચરણોમાં પરમ શાંતિ અર્પે અને આ અસહ્ય આઘાત સહન કરવાની શાહ પરિવાર તથા સ્નેહીજનોને શક્તિ પ્રદાન કરે એ જ પ્રાર્થના. ૐ શાંતિ... શાંતિ... શાંતિ... 🙏🏻🕊️ #JusticeForDevShah #NewEraSchoolVadodara #VadodaraNews #SchoolNegligence #ParulUniversity #DevShah
Yuvrajsinh Jadeja48,944 views • 2 months ago

🤔શું તમે પણ આ જ દૂધ પી રહ્યા હતા ?🤔 જેતપુર તાલુકા વિસ્તારમાંથી શંકાસ્પદ 5400 લિટર દૂધનો જથ્થો ઝડપાયો, ⛔ટેન્કર માંથી અંદાજે 2.70 લાખ કિંમતનું શંકાસ્પદ દૂધ મળી આવ્યું, ⛔ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સેમ્પલ લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી, ⛔પ્રાથમિક તપાસમાં દૂધ ભેળસેળયુક્ત અને અયોગ્ય હોવાનું સામે આવ્યું, ⛔નિયમ મુજબ સમગ્ર જથ્થાનો નાશ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, #jetupr #milk #yuvrajsinhjadeja #gujarat #MilkAdulteration #FoodSafety #PublicAwareness
Yuvrajsinh Jadeja51,284 views • 2 months ago

🚨#NEET PAPER LEAK ? There are allegations of Paper leak Kindly confirm !! National Testing Agency 🛑Students claimed this to be NEET 2024 exam paper, if this is true then its really unfair and devastating for hard working students 📌got this paper around 4:15 pm. #NEET_PAPER_LEAK ? PMO India National Testing Agency Hindustan Times Anshul Saxena #NEETUG #neet #ihoik Cc; It happens only In Kota #MedTwitter #NEETUG2024 #NEET #NEETUG2024 #neet2024 #neet2024 #NEET #NEETUG #NEETUG2024NEET
Yuvrajsinh Jadeja327,629 views • 2 years ago

MPHW ભરતી (જાહેરાત ક્રમાંક: ૧૭/૨૦૨૧-૨૨): અઢી વર્ષથી ન્યાયની રાહ જોતા ૧૦૦ ઉમેદવારોની વ્યથા અને માંગણીઓ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં જાહેર કરાયેલી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની ભરતી પ્રક્રિયા અંતર્ગત ફાઇનલ મેરિટ લિસ્ટ અને જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, ૧૦૦ જેટલા ઉમેદવારો છેલ્લા અઢી વર્ષથી નિમણૂક હુકમથી વંચિત છે. 📌ભરતી અટકવાનું મુખ્ય કારણ અને સ્થિતિ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં આશરે ૭ જેટલા ડમી ઉમેદવારોના કેસને કારણે સમગ્ર ભરતી પ્રક્રિયા પર સ્ટે (‘સ્ટેટસ ક્વો’) આપવામાં આવ્યો છે. 📌ઉમેદવારોની વેદના અને ગંભીર સમસ્યાઓ વયમર્યાદાનો પ્રશ્ન: ભરતી પ્રક્રિયામાં થયેલા અત્યંત વિલંબના કારણે મોટાભાગના ઉમેદવારો વયમર્યાદાની ઉપલી સીમા વાવી ચૂક્યા છે, જેથી હવે તેઓ અન્ય કોઈ પણ સરકારી કે ખાનગી ભરતી માટે પાત્ર રહ્યા નથી. આર્થિક અને માનસિક યાતના: બેરોજગારી, આર્થિક ડૂબ અને ગંભીર માનસિક તણાવના કારણે આ ઉમેદવારોના પૂરા પરિવારનું ગુજરાન ચલાવવું અશક્ય બની ગયું છે. તંત્રની ઉદાસીનતા: પંચાયત બોર્ડ, પંચાયત વિભાગ તેમજ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી. વળી, સરકારી પક્ષ તરફથી હાઇકોર્ટમાં કેસ વહેલો સત્વરે ચલાવવા માટે પૂરતી ગંભીરતા કે આક્રમક પેરવી જોવા મળતી નથી. 📌મુખ્ય માંગણીઓ ૧. સ્ટે વહેલો હટે તે માટે સક્રિય કાર્યવાહી: નામદાર હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસમાં સરકાર પક્ષ (ગવર્મેન્ટ પ્લીડર) દ્વારા વિશેષ દરકાર રાખી, અરજન્ટ હિયરિંગ કે સ્પેશિયલ મૂવમેન્ટ દ્વારા સ્ટે વહેલી તકે દૂર કરવામાં આવે. ૨. જિલ્લા પસંદગી પૂર્ણ કરનાર ઉમેદવારોને તુરંત નિમણૂક હુકમ આપવામાં આવે. 📌૭ દિવસનું અલ્ટીમેટમ અને આગામી ચીમકી સરકાર અને સંલગ્ન વિભાગોની નિરસતા સામે રોષે ભરાયેલા ઉમેદવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શાંતિપૂર્ણ ધરણા યોજીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ઉમેદવારો દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો આગામી ૭ દિવસની અંદર હાઇકોર્ટમાંથી સ્ટે હટાવવા માટે સક્રિય કાનૂની પગલાં નહીં ભરાય, તો તેઓ આમરણ ઉપવાસ જેવા ઉગ્ર આંદોલનનું પગલું ભરવા મજબૂર બનશે. #MPHW_Recruitment #JusticeForMPHW #GandhinagarProtest #GujaratJobNews #PanchayatDepartment #GujaratHighCourt #YouthProtest Gujarat Information Bhupendra Patel CMO Gujarat Rushikesh Patel Dr Pradyuman Vaja Jitu Vaghani Rivaba Ravindrasinh Jadeja VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren GJ Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Vivekk Oza Chaitar Vasava AAP Gopal Italia Baldev Mer Journalist Benefit News 24 Jigar Thakar Janak Dave NewsCapital Gujarat Svaman Gujarat First Nikunj Jani DATELINE GUJARAT B. Himanshu malhar vora
Yuvrajsinh Jadeja22,187 views • 1 month ago

ગુજરાત હાઈકોર્ટના માનનીય જસ્ટિસ નિરઝર દેસાઈ અને #GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ) ના વકીલ વચ્ચે થયેલી મહત્વની દલીલો. આ મામલો GPSC દ્વારા લેવાયેલી પરીક્ષાના પ્રશ્ન અને તેના જવાબ સાથે જોડાયેલો છે. 🛑આ કેસમાં મુખ્ય મુદ્દો GPSC ની પરીક્ષામાં પૂછાયેલા 'કૌટિલ્ય' ના અર્થશાસ્ત્રના પુસ્તક ને લગતો એક પ્રશ્નનો છે. 📌અરજદારની દલીલ: ઉમેદવારે (પિટિશનર) જે જવાબ આપ્યો છે તે સાચો છે, પરંતુ GPSC એ તેને ખોટો ગણાવ્યો છે. 📌કોર્ટનું અવલોકન: જસ્ટિસ નિરઝર દેસાઈએ વીડિયોમાં સ્પષ્ટ કહ્યું કે, પ્રથમ દૃષ્ટિએ (Prima Facie) અરજદારનો જવાબ સાચો જણાય છે. કોર્ટે GPSC ને એ પૂછ્યું છે કે શું તેઓ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર છે? પ્રશ્ન સેટ કરવામાં ભૂલ થઈ હતી અને ઉમેદવારને તે બદલ એક માર્ક આપવો જોઈએ, જે કોર્ટના મતે યોગ્ય લાગે છે. અગાઉની સૂચના છતાં, GPSC તરફથી વકીલે જણાવ્યું કે તેઓ ઉમેદવારને સમાવવાના (accommodate કરવાના) મૂડમાં નથી. 📌કોર્ટની કડક ટિપ્પણીઓ અને નિર્દેશો જ્યારે કોર્ટે GPSC ના વકીલને આ બાબતે સૂચના લેવા જણાવ્યું, ત્યારે વકીલે એવું વલણ અપનાવ્યું કે આયોગ આ બાબતે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. આ સાંભળીને જસ્ટિસ દેસાઈએ અત્યંત કડક શબ્દોમાં નીચે મુજબની વાતો કહી: 🚫ભૂલનો સ્વીકાર: કોર્ટે કહ્યું કે જો પ્રશ્ન પૂછવામાં કે જવાબ નક્કી કરવામાં ભૂલ થઈ હોય, તો આયોગે તે સ્વીકારવી જોઈએ. 🚫GPSC ના આ વલણને કારણે, કોર્ટે હવે GPSC ના સેક્રેટરી શ્રી સુધીર કે. પટેલને પર્સનલી સોગંદનામું (Affidavit) ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે સમજાવવું પડશે કે તેઓ કયા આધારે ઉમેદવારને માર્ક આપવાની ના પાડી રહ્યા છે. 🚫જસ્ટિસ દેસાઈએ એક ધારદાર ઉદાહરણ આપતા કહ્યું કે, "જો સૂર્ય પૂર્વમાં ઉગતો હોય અને કોઈ એમ કહે કે પૂર્વમાં જ ઉગે છે, તો તમે એવું ન કહી શકો કે ઉત્તરાયણ પછી તે ઉત્તર તરફ ગતિ કરે છે માટે તે પૂર્વમાં નથી ઉગતો." એટલે કે જે હકીકત છે તેને સ્વીકારવી જ પડે. 🚫કાયદા કરતાં સામાન્ય માણસનું હિત: કોર્ટે ખૂબ જ મહત્વનું વિધાન કર્યું કે, "સામાન્ય માણસનું હિત (Interest of a common man) કાયદાની જડતા (Rigidity of law) કરતા વધુ મહત્વનું છે." 🛑આ કેસ માત્ર એક માર્કસનો નથી, પરંતુ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સરકારી સંસ્થાઓની પારદર્શિતા સાથે જોડાયેલો છે. ત્યારે હાઈકોર્ટનું આ વલણ ઉમેદવારો માટે આશાનું કિરણ ગણી શકાય. 🏛️આ કેસની હવે પછીની સુનાવણી ૩ માર્ચ, ૨૦૨૬ ના રોજ રાખવામાં આવી છે. @GPSCOfficial Gujarat Information CMO Gujarat Ministry of Education Bhupendra Patel Rushikesh Patel Dr Pradyuman Vaja Jitu Vaghani Rivaba Ravindrasinh Jadeja VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren GJ Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Vivekk Oza Chaitar Vasava AAP Gopal Italia Baldev Mer Journalist Benefit News 24 Jigar Thakar Janak Dave NewsCapital Gujarat Svaman Gujarat First Nikunj Jani DATELINE GUJARAT B. Himanshu
Yuvrajsinh Jadeja66,007 views • 8 months ago

શું સત્ય બોલવું જ ગુનો છે ? 🤔 🧑🏻⚕️એક સિંગલ મધર અને નર્સ, જેમણે દર્દીના જીવની રક્ષા માટે અવાજ ઉઠાવ્યો, આજે તેમની જ એકતરફી બદલી કરીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. 📌નડિયાદના નર્સ સુનિતા ગોહેલ, જેમણે એક સગર્ભા માતાના સ્વાસ્થ્ય માટે અને પીએચસી (PHC) માં ચાલતી લાપરવાહી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો, તેમને વહીવટી તંત્ર એ એમનું સન્માન કરવાના સ્થાને બદલી કરી નાખી અને હવે આ જ નિષ્ઠુર તંત્ર દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ છે. 📌એક સિંગલ મધર હોવા છતાં, તેમની ઘરથી 75 કિમી દૂર બદલી કરી દેવામાં આવી છે. વર્ષ 2023 માં પલ્લવી મેકવાન સાથે જે ઘટના બની હતી, તેવું જ પુનરાવર્તન અહીં થવા જઈ રહ્યું છે તેવી ભીતિ છે. 🗣️જો યોગ્ય ન્યાય નહીં મળે અને કઈ અઘટિત ઘટના ઘટશે તો આ વ્યવસ્થા અને આ અધિકારીઓ જવાબદાર રહશે: સુનિતા ગોહેલ #JusticeForSunita #NursesSupport #VoiceAgainstInjustice #GujaratHealthDepartment #CDHO #MentalTorture #StandWithNurses #JusticeDelayed #WomenSafetyAtWork Praful Pansheriya CMO Gujarat Health & Family Welfare Dept, Govt of Gujarat NHM Gujarat Harsh Sanghavi Bhupendra Patel CMO Gujarat Rushikesh Patel Jitu Vaghani VTV Gujarati News and Beyond Tv9 Gujarati GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren GJ Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Vivekk Oza Chaitar Vasava AAP Gopal Italia Baldev Mer Journalist Benefit News 24 Jigar Thakar Janak Dave NewsCapital Gujarat Svaman Gujarat First Nikunj Jani
Yuvrajsinh Jadeja43,085 views • 5 months ago

સંતરામપુર-લુણાવાડા રોડ પર કૉટેજ ચોકડી નજીકથી પસાર થઈ રહેલા પંચમહાલ ડેરીના દૂધના ટેન્કરમાંથી સતત દૂધ ઢોળાઈ રહ્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે. સ્થળ: સંતરામપુર - લુણાવાડા રોડ (કૉટેજ ચોકડી નજીક), મહીસાગર તારીખ: ૨૧/૦૭/૨૦૨૬ વાહન: પંચમહાલ ડેરીનું દૂધ ટેન્કર (GJ18 AX 9023) ઘટના: ચાલુ ગાડીએ ટેન્કરના પાછળના ભાગમાંથી મોટા પ્રમાણમાં દૂધ રસ્તા પર લીક થઈને ઢોળાઈ રહ્યું છે. Bhupendra Patel CMO Gujarat Rushikesh Patel Jitu Vaghani VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren GJ Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Vivekk Oza Chaitar Vasava AAP Gopal Italia Baldev Mer Journalist Benefit News 24 Jigar Thakar Janak Dave NewsCapital Gujarat Svaman Gujarat First Nikunj Jani DATELINE GUJARAT B. Himanshu Dilip Patel દિલીપ પટેલ
Yuvrajsinh Jadeja28,628 views • 3 months ago

શું આનો વરઘોડો નિકળશે ખરી ?🤔 📌હંસપુરા ચોકડીથી ચિલોડા ચોકડી લગભગ ત્રણ કિલોમીટર સુધી રોંગ સાઈડમાં જઈ રહી છે ગાડીઓ ! ❓ટ્રાફિક પોલીસ હાજર હોવા છતાં રોકવાનો સુધા પણ પ્રયત્ન ન કર્યો, તો શું આને નિયમ તોડવા ઉપર દંડની પાવતી આપશે ખરી ? 📌માહિતી તો ત્યાંસુધી છે કે આ કાફલાને કોઈ અડચણ ન પડે તે માટે પીડિતાને લઈ જતી એમ્બ્યુલન્સ ને પણ સાઈડમાં ઊભી રાખી દેવામાં આવી હતી. ❓ક્યાં છે સામાન્ય માણસોને કાયદા બતાવતી અમદાવાદ પોલીસ..?🤔 Gujarat Police Ministry of Home Guj CMO Gujarat Gujarat Information MyGovIndia Bhupendra Patel Rushikesh Patel Jitu Vaghani VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren GJ Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Vivekk Oza Chaitar Vasava AAP Gopal Italia Baldev Mer Journalist Benefit News 24 Jigar Thakar Janak Dave NewsCapital Gujarat Svaman Gujarat First Nikunj Jani DATELINE GUJARAT B. Himanshu
Yuvrajsinh Jadeja67,788 views • 9 months ago

📌"સરકારી નોકરી વધવાના સ્થાને ઘટી રહી છે" :ભૂપેન્દ્રભાઈ પટેલ 📌સરકારી શાળામાં લોકોનો ક્રેઝ ઘટતો જાય છે : ભૂપેન્દ્રભાઈ પટેલ 🙏🏻ચાલો ભૂપેન્દ્ર સાહેબ તમારી નિખાલસતા ને વંદન કરીએ છીએ🙏🏻 તમે તમારી પાર્ટીની #નિષ્ફળતા સહજ સ્વભાવે સ્વીકારી તો ખરી. 👆🏻હવે તમે જ વિચારો છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં તમારી જ સરકાર છે. 👆🏻તમે કે તમારી પાર્ટીના નેતાઓ એ સત્તત #ખાનગીકરણ ને વેગ આપતી નીતિઓ બનાવી. 👆🏻આજે કોઈપણ વિસ્તાર જોવો જે કે કોઈ ગામડાંમાં સારી સરકારી શાળા ચાલતી હશે ત્યાં જ તમારા નેતાઓ મોટી ખાનગી શાળા ઊભી કરી દીધી હશે. 👆🏻સામાન્ય જનતાને પોતાના બાળકને સરકારી શાળામાં મૂકવા માટેનો ક્રેઝ ઘટતો જાય છે કે #ઘટાડવામાં આવી રહ્યો છે ? તે ખરેખરે મૂળ પ્રશ્ન છે. 👆🏻કેમ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એના અધિકારીઓ સરકારી શાળામાં પ્રવેશ માટે #અભિરુચિ પેદા ન કરી શક્યા ? તે પણ પ્રશ્ન પેદા થવો જોઈએ. 👆🏻સરકાર જ #જ્ઞાન_સાધના જેવા પ્રોજેક્ટ લાવી સરકારી શાળામાં સંખ્યા ઓછી કરવા માટેના એજન્ડા ચલાવામાં આવી રહ્યા છે. સરકારી શાળામાં ભણો તો 5000 અને ખાનગી શાળામાં ભણો તો 20000 શિષ્યવૃતિ તમે જ શરુ કરેલ છે ને....? 📌 સ્કૂલ ઓફ એકસલન્સ ના નામે હોઈ કે #જ્ઞાન_સાધના, સ્કૂલ મર્જ...... જેવા ગતકડાં લાવી સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ કરી રહ્યા છે, સરકારી સંસ્થાઓ બંધ કરવામાં આવી રહી છે. 📌 બાળકો ને #ખાનગીકરણ તરફ લાવવા માટે તેમને મોંઘીદાટ ફી ભરવા માં #સરકાર દ્વારા સ્કોલરશીપ અપાય છે. સરકારી માં પૂરતી સુવિધાથી વંચિત રાખવામાં આવે છે.જેથી વખત જતા સરકારી શાળા માં વિધાર્થી ઘટે અને તે #બહાનું આગળ ધરી શિક્ષકો ની સંખ્યા પણ ઘટાડી શકાય... 📌 મજબૂરી માં બાળકો ખાનગી શાળા માં જતાં સરકારી શાળા ધીમે ધીમે બંધ થતી જશે, અને આગળ જતા માત્ર ખાનગી શાળા માં ભણવા સિવાય કોઈ માર્ગ નહીં વધે. 📌 આજ સમયે સહાય પણ બંધ કરી દેવામાં આવશે તો બે જ વિકલ્પ રહેશે, મોંઘી ફી ભરો અથવા અભણ રહો.. 🏮પગાર સરકારી શાળાના શિક્ષકોને, પરંતુ 🏮ત્રણ ગણી શિષ્યવૃત્તિ ખાનગી શાળા ને. 🤔આ તો ક્યાંનો ન્યાય ? 🤔આ તર્ક સમજાતો નથી. 😱૮ ધોરણ પાસ કરેલ વિદ્યાર્થી ને "#જ્ઞાન_સાધના" નામે લટકતું ગાજર દેખાડવામાં આવે, જો સરકારી શાળામાં બાળક ભણે તો ૬૦૦૦ શિષ્યવૃત્તિ અને સરકાર દ્વારા નક્કી કરાયેલ(મીલીભગતયા ની) ખાનગી શાળામાં ૨૦૦૦૦ શિષ્યવૃત્તિ મળે. 🤨આમાં ક્યા વાલી ત્રણ ગણી શિષ્યવૃત્તિ જતી કરી પોતાના બાળકને સરકારી શાળા માં મૂકશે ? આમાં સરકાર જાણી જોઈને ખાનગી શાળાને પ્રોત્સાહન આપે છે અને પાછલા બારણે ખાનગી શાળાને આડકતરી મદદ કરી રહી છે એ સ્પષ્ટ છે. 🙄જ્ઞાન સાધનામાં સરકારી શાળાના જે વિદ્યાર્થી મેરીટ માં આવેલ હોઈ તે સરકારી શાળા છોડી ખાનગી શાળામાં એડમિશન લઈ લે,આમાં #સરકારી_શાળાનું_માખણ એટલે કે હોશિયાર વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં જતા રહે તો સરકારી શાળાનું સ્તર અને પરિણામ ક્યાંથી ઊંચું આવે ? 🌕સરકારી શાળાનો શિક્ષક દિવસ રાત મહેનત કરી વિદ્યાર્થીને આગળ વધારવા પ્રયત્ન કરે, તો આ પ્રકારના પ્રોજેકટ દ્વારા સરકાર સરકારી શાળાની મહેનત નું ફળ ખાનગી શાળાને શા માટે આપવા માંગે છે ? 🛑ગુજરાતમાં તો તમારા જ અધિકારી એ ગોલમાલ કરીને મહેકમ જ ઘટાડી નાખ્યાં છે. 📌 ગુજરાતમાં તો "#ઉલટો_વિકાસ" થઈ રહીયો છે બાળકોની સંખ્યા જેમ જેમ વધે તેમ તેમ સરકારી શાળા અને શિક્ષકોની સંખ્યા ઘટે ! છે ને અદભુત વિકાસ ? 🤔 📌જો આ વાત માં તથ્ય ન હોઈ તો બતાવો તમારા વિસ્તારમાં કોઈ #નવી_સરકારી_શાળા બની ? નવા સરકારી સંસ્થાનો ઊભા થયા ? એક વાતનું ઉદાહરણ આપી બીજીવાત સમજાવું. 🛑જો પહેલા સરકાર "#આત્મનિર્ભર" બની હોત ને તો આજે JIO નો નહીં BSNL નો ડંકો વાગતો હોત..🔔 ☝️આ એક ઉદાહરણ છે બાકી સરકારના તમામ સેક્ટર ખાનગીકરણ તારફ આગળ વધે છે. સરકારી સંસ્થાનું ખાનગીકરણ કરી પુંજીપતી મિત્રોને વેંચી મારવું આ એક એજન્ડા ચાલે છે. ⛔આમાં સરકારી નોકરી દિવસે ને દિવસે ઘટે છે. ⛔સરકારી મહેકમ પણ ઘટે છે. સરકારી કચેરીઓના મહેકમ વસતી વધારા પ્રમાણે વધવા જોઈએ અહીંયા એનાથી ઉલટું છે 📌દર વર્ષે નવી "૨ કરોડ રોજગારી" નો વાયદો તમારા જ કહેવાતા મોટા સાહેબે કર્યો હતો. 📌છેલ્લા 8 વર્ષથી ૯.૮ લાખ સરકારી જગ્યાઓ ખાલી છે,નવી રોજગારી તો દૂર ની વાત છે, ખાલી જગ્યાઓ નથી પુરાતી. 📌રોજગારી આપવાના સ્થાને લાખો લોકોની રોજગારી છીનવાઈ ગઈ, આ પણ એટલી જ કડવી હકીકત છે. 📌આજનું તાજું ઉદાહરણ લઇ લો 2300 જેટલી રેવન્યુ તલાટી ની જગ્યા માટે અરજદારોનો નો આંકડો 5 લાખ ને પર થઇ ગયો છે.🤔 🙏🏻ખોટું લાગ્યું હોય તો માફી ચાહું છું #કડવું_છે_પણ_સત્ય_છે 🙏🏻 Bhupendra Patel Dr. Kuber Dindor Rushikesh Patel VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jignesh Mevani Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren GJ Chaitar Vasava AAP
Yuvrajsinh Jadeja103,374 views • 1 year ago

આ એક ઘટના ફક્ત વિડિયો ના માધ્યમથી સામે સામે આવી છે..બાકી દરેક જગ્યાએ આવી જ હાલત છે. 🚨 ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ! 🚨 શું સરકારી નોકરી એ ઉઘાડી લૂંટનું સાધન બની ગઈ છે ? ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગમાંથી એક હચમચાવી દેનારો વિડિયો સામે આવ્યો છે, જેમાં બદલીની નોટિસનો ડર બતાવીને નાના કર્મચારીઓ પાસેથી *₹30,000 થી ₹50,000* સુધીની ઉઘરાણી કરવામાં આવી રહી છે! #શરમજનક : એક મહિલા કર્મચારીએ હિંમત દાખવીને CDHO અને THO કક્ષાના અધિકારીઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.પરસેવાની કમાણી પર તરાપ મારવી કેટલી યોગ્ય ? 📌❓સત્તાનો દુરુપયોગ: શું અધિકારીઓનો હોદ્દો વસૂલાત કરવા માટે છે ? 📌❓કર્મચારીઓનું શોષણ: નોટિસના નામે ડર બતાવીને ઉઘરાણાં ક્યાં સુધી? 📌❓પ્રશ્ન જનતાનો: જે આરોગ્ય વિભાગ લોકોની સેવા માટે છે, ત્યાં જ આટલો ભ્રષ્ટાચાર કેમ ? 🛑આ વીડિયોને વધુમાં વધુ શેર કરો જેથી ગાંધીનગર સુધી આ ગુંજ પહોંચે અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક તપાસ થાય. #Kheda #CorruptionExposed #GujaratHealthDepartment #KhedaNews #CorruptionFreeGujarat #JusticeForEmployees #AarogyaVibhag #CDHO #THO #GujaratPolice #GujaratGovernment #VoiceAgainstCorruption #KhedaHealthScam Bhupendra Patel CMO Gujarat Rushikesh Patel Dr Pradyuman Vaja Jitu Vaghani Rivaba Ravindrasinh Jadeja VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren GJ Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Vivekk Oza Chaitar Vasava AAP Gopal Italia Baldev Mer Journalist Benefit News 24 Jigar Thakar Janak Dave NewsCapital Gujarat Svaman Gujarat First Nikunj Jani DATELINE GUJARAT B. Himanshu Dilip Patel દિલીપ પટેલ
Yuvrajsinh Jadeja42,263 views • 6 months ago

शायद जे. पी. नड्डा जी Jagat Prakash Nadda को यह ध्यान में न हो कि गुजरात में पिछले 30 वर्षों से और केंद्र में 2014 से भाजपा के 'डबल इंजन' शासन के दौरान युवाओं और परीक्षाओं की क्या स्थिति रही है। राज्यसभा प्रतिनिधित्व: श्री जगत प्रकाश नड्डा (केंद्रीय स्वास्थ्य एवं परिवार कल्याण मंत्री) गुजरात राज्य से ही राज्यसभा सांसद के रूप में निर्विरोध चुने गए हैं। प्रधानमंत्री नरेंद्र मोदी भी गुजरात से हैं और गृह मंत्री (अमित शाह) भी गुजराती हैं। गुजरात में केवल 2014 से 2024 के बीच ही 34 से अधिक पेपर लीक और धांधली के मामले सामने आए हैं: व्यापक असर: प्रतियोगी परीक्षाओं, स्कूल बोर्ड परीक्षाओं और विश्वविद्यालय की परीक्षाओं के पर्चे लगातार सोशल मीडिया पर वायरल होते रहे हैं।👇🏻 📌इतने बड़े घोटालों के बावजूद मुख्य आरोपियों और मास्टरमाइंड्स पर कोई ठोस कानूनी कार्रवाई नहीं हुई है। लाखों युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले मुख्य आरोपी आज भी सख्त सजा से बचे हुए हैं। अपराधियों और बिचौलियों पर सख्त कार्रवाई करने के बजाय उन्हें संरक्षण और पद दिये जाते है। गुजरात में शिक्षा, परीक्षा और भर्ती प्रक्रियाओं में धांधली एवं पेपर लीक का विस्तृत ब्योरा👇🏻 गुजरात में प्रतियोगी परीक्षाओं, विद्यालयी शिक्षा और उच्च शिक्षा स्तर पर भर्ती व परीक्षाओं की पारदर्शिता को लेकर लगातार सवाल उठते रहे हैं। नीचे विभिन्न श्रेणियों में उजागर हुए मामलों, शिकायतों, याचिकाओं और उजागर की गई गड़बड़ियों का क्रमबद्ध व विस्तृत ब्योरा दिया गया है। ૧. सरकारी भर्ती एवं प्रतियोगी परीक्षा घोटाले 📌2014 चीफ ऑफिसर भर्ती प्रश्नपत्र और उत्तर कुंजी (Answer Key) सोशल मीडिया एवं व्हाट्सएप पर समय से पहले लीक होने के आरोप।जांच व विभागीय शिकायतें दर्ज। 📌2015 रेवेन्यू तलाटी (Revenue Talati) हाई-टेक गैजेट्स, ब्लूटूथ और इयरपीस के जरिए परीक्षा हॉल में नकल। 📌2016 तलाटी परीक्षा (राजकोट व) 2016-17 प्रश्नपत्र लीक होने और परीक्षा केंद्रों पर अव्यवस्था के आरोप।राजकोट और सुरेन्द्रनगर में परीक्षा रद्द। 📌2017 TAT (Teacher's Aptitude Test) (29 जुलाई)लगभग 1.47 लाख परीक्षार्थियों की इस परीक्षा का पर्चा सोशल मीडिया पर लीक।परीक्षा रद्द की गई (बाद में 2019 में पुनः आयोजित)। 📌2018 मुख्य सेविका भर्ती परीक्षा केंद्रों पर मोबाइल व व्हाट्सएप द्वारा प्रश्नपत्र वायरल होने की शिकायतें।अभ्यावेदन/आरोप लगाए गए; परीक्षा रद्द नहीं हुई। 📌2018 LRD (लोकरक्षक दल) 2 दिसंबर 2018 को परीक्षा से कुछ ही घंटे पहले कर्नाटक/दिल्ली कनेक्शन से पेपर लीक।परीक्षा रद्द; 📌2019 बिन सचिवालय क्लर्क (GSSSB)2019 युवराजसिंह जड़ेजा ने पिपरलिक के सबूत दिए सरकार नहीं मानी उसके बाद बड़ा आंदोलन हुआ। OMR शीट में गड़बड़ी, मोबाइल के इस्तेमाल और व्यापक धांधली के साक्ष्य। छात्र आंदोलनों के बाद जांच।SIT का गठन; परीक्षा रद्द। 📌JMC (MPHW)2019-20परीक्षा केंद्र एवं उत्तरपुस्तिकाओं के आवंटन में अनियमतताओं के आरोप।ज्ञापन सौंपा गया; परीक्षा रद्द नहीं हुई। 📌AAE मैकेनिकल (Mechanical Engineeering)2019-20OMR शीट में बैकएंड से हेरफेर और _ के संशोधन के आरोप।अभ्यावेदन दर्ज; परीक्षा रद्द नहीं हुई। 📌सब-ऑडिटर (Sub-Auditor)2021परीक्षा केंद्र पर अनियमतताओं को लेकर शिकायत।धोलेरा/धोलका में पुलिस शिकायत; परीक्षा रद्द नहीं हुई। 🛑2021 हेड क्लर्क (GSSSB), परीक्षा के अगलेदीन युवराजसिंह जड़ेजा ने पिपरलिकेज के आरोप लगाये और सबूत दिये फिर जांच 17 तारीख को शुरू की (12 दिसंबर)साणंद स्थित 'सूर्या ऑफसेट प्रिंटिंग प्रेस' से 10-15 लाख रुपये में पेपर बेचे जाने के साक्ष्य उजागर।परीक्षा रद्द; 30+ गिरफ्तारियां; 📌2021 ATDO भर्ती अंकों के आवंटन और चयन सूची में पक्षपात के लिखित आरोप।मुख्यमंत्री कार्यालय (CMO) में लिखित शिकायत दर्ज। 📌2021 पशुधन निरीक्षक (Livestock Inspector) / MPHW बाहरी राज्यों की फर्जी/अमान्य संस्थाओं के बोगस प्रमाण पत्रों का उपयोग कर नौकरी पाने के आरोप।साक्ष्य प्रस्तुत करने के बावजूद भर्ती रद्द नहीं हुई। 🛑2021 बोगस PSI मामला (मयूर तडवी) युवराजसिंह जड़ेजा ने पूरा मामला उजागर किया ट्रेनिंग सेंटर (गांधीनगर) में बिना परीक्षा पास किए फर्जी दस्तावेजों के आधार पर प्रवेश के सबूत दिए 🛑2022 वनरक्षक (Forest Guard) (27 मार्च)उनावा (महसाणा) में स्कूल लेटरपैड पर हल प्रश्नपत्र बांटने तथा भावनगर में दोपहर 1:04 बजे व्हाट्सएप पर पेपर वायरल होने का मामला।पुलिस शिकायत दर्ज; प्रशासन ने इसे व्यक्तिगत 'कॉपी केस' माना, परीक्षा रद्द नहीं हुई।
Yuvrajsinh Jadeja24,253 views • 3 months ago

🚨 શિહોર (ભાવનગરથી) ખેડા જતી “દૂધ” ભરેલી ટેન્કર..🚛 પણ આખો રસ્તો સતત લીકેજ જ લીકેજ..🤨🥛 સવાલ એ છે કે.... જો બધું સામાન્ય છે તો પછી આટલી ઉતાવળમાં રસ્તા પર શું વહેંચાઈ(વેડફાય) રહ્યું છે? 👀 💧એકાદ ટીપું નહીં... સતત લીક થતું ટેન્કર!💦💦 શું આ માત્ર બેદરકારી છે કે પછી કંઈક એવું છે જે લોકોની નજરથી છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ? 🤔 🚫હવે સૌથી મોટું ચોંકાવનારું કે એક જ ગાડી પર 2 અલગ અલગ #નંબર_પ્લેટ જોવા મળી, જો કે પાછળ તો નંબર દેખાતા જ નથી.👀🚛 સાઈડમાં જોશો તો દેખાશે 🚥1માં લખેલું - GJ13W1294 🚥2માં લખેલું - GJ05B_8493 રસ્તા પર સત્તત વહેતું દ્રવ્ય, અલગ અલગ નંબર પ્લેટ અને શંકાસ્પદ પરિસ્થિતિ આખરે સાચું શું હશે ? 🤔 🛑ખાદ્ય સુરક્ષા વિભાગ, પોલીસ અને સ્થાનિક તંત્રએ તપાસ કરવી જોઈએ. કારણ કે વાત માત્ર દૂધની નથી... લોકોના આરોગ્ય અને વિશ્વાસની છે. 🚨 Gujarat Police DGP Gujarat CMO Gujarat Gujarat Information SP Bhavnagar Police Headquarter Kheda-Nadiad FSSAI Ministry of Health Bhupendra Patel CMO Gujarat Rushikesh Patel Jitu Vaghani VTV Gujarati News and Beyond Tv9 Gujarati GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren GJ Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Vivekk Oza Chaitar Vasava AAP Gopal Italia Baldev Mer Journalist Benefit News 24 Jigar Thakar Janak Dave NewsCapital Gujarat Svaman Gujarat First Nikunj Jani
Yuvrajsinh Jadeja32,678 views • 5 months ago

લાગે છે આજ વખતે #ફોરેસ્ટ ભરતી બોર્ડે #અંબાલાલ_કાકા નો સંપર્ક કર્યો નથી લાગતો.🤔 🏃🏻ફોરેસ્ટ ઉમેદવાર દોડવાની સાથે તરવાની પણ પ્રેક્ટિસ રાખે...🏊🏻🚣🏻 #ફિંડલું વાળવા ભરતી બોર્ડ છે "#મક્કમ", ગમે એમ કરીને #કોકડું વાડી દેશે ચકરમ😵💫 (કૌંભાંડ નું કે ઉમેદવારનું તે ખબર નહીં) #Gandhinagar #GUJARAT #RAIN #FOREST #બીટ_ગાર્ડ
Yuvrajsinh Jadeja114,370 views • 2 years ago

#GPSC : ‘ગોલ્ડન મોડલ’ થી ‘ગોકળગાય મોડલ’ સુધીની અધોગતિ! એક સમય હતો જ્યારે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ના ઉદાહરણો આખા દેશમાં અપાતા હતા. અન્ય રાજ્યોના આયોગો ગુજરાત આવીને શીખતા કે પરીક્ષા સમયસર કેવી રીતે લેવાય. પણ આજે ? આજે GPSC એટલે "તારીખ પે તારીખ" અને અનંત પ્રતીક્ષાનું બીજું નામ બની ગયું છે. 🛑GPSC બોર્ડ કાગળ પર 8, વાસ્તવમાં 2 ! GPSC નું બંધારણ કહે છે - 1 Chairman + 7 Members હોવા જોઈએ જ્યારે વાસ્તવિકતામાં ➡️ 1 Chairman + માત્ર 1 Member, બાકી 6 ખુરશીઓ ખાલી અને ઉમેદવારોનું ભવિષ્ય અનિશ્ચિતતાથી ભરેલું! 🚫જો રોજ બે બોર્ડ બેસે અને ૩૦ લોકોના ઇન્ટરવ્યુ લેવાય તો ૧૫,૦૦૦ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પૂરા કરતા ૨૧ મહિના (લગભગ ૬૦૦ દિવસ) લાગે! અને એ પણ ત્યારે જ, જો આ બે સભ્યો રવિવાર કે રજા વગર સતત કામ કરે. શું આ '#ગુડ_ગવર્નન્સ' છે ? ૧. આંકડાકીય માયાજાળ અને વરવી વાસ્તવિકતા👇🏻 GARC (Gujarat Administrative Reform Commission) ના રિપોર્ટ મુજબ,બે તબક્કાની પરીક્ષા 6 મહિના સુધીમાં અને ત્રણ તબક્કાની પરીક્ષા 10 થી 12 મહિનામાં પૂરી થવી જોઈએ. પણ અહીં તો જાહેરાત ક્રમાંક 47/2023-24 ના ૭૫૧ દિવસ વીતી ગયા છે! હવે માત્ર ૪૯ દિવસ બાકી છે ૧૦૦૦ દિવસ પૂરા થવામાં. આયોગ કદાચ ‘#સૌથી_ધીમી_ભરતી’ નો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની ફિરાકમાં હોય તેવું લાગે છે. અને GPSC માટે આ GARC રિપોર્ટ પણ ફક્ત ➡️ ફાઈલમાં ધૂળ ખાતું કાગળ બની રહ્યો છે. ૨. 🐢 “સસલા ગતિ” ના વચન અને કાચબા ગતિની હકીકત👇🏻 નવા ચેરમેન સાહેબ આવ્યા ત્યારે 'સસલાની ગતિએ' કામ કરવાની આશા જગાડી હતી, પણ વાસ્તવમાં આયોગ '#કોમા' માં હોય તેવું જણાય છે અને ચાલી રહ્યું છે કાચબા કરતા પણ ધીમી ગતિએ. ૩. સ્વાસ્થ્ય અને વિકાસ સાથે ચેડાં👇🏻 સૌથી વધુ ૭,૬૦૦ થી વધુ ઇન્ટરવ્યુ મેડિકલ ઓફિસરોના બાકી છે. રાજ્યમાં ડોક્ટરોની અછત છે, હોસ્પિટલોમાં સ્ટાફ નથી, ગાંધીનગર જેવા પાટનગરના શહેરમાં ગંભીર બેદરકારી જોવા મળે છે અને બીજી બાજુ લાયક ઉમેદવારો ઇન્ટરવ્યુની રાહમાં ઘરડા થઈ રહ્યા છે. શું સરકારને માત્ર બજેટમાં જ '#સ્વાસ્થ્ય' દેખાય છે ? ગ્રાઉન્ડ લેવલ પર નિમણૂક કરવામાં આટલી ઉદાસીનતા કેમ?🤔 🛑નિયંત્રણ વગરનું શાસન: જ્યારે આયોગમાં સભ્યો જ નથી, તો કામનું ભારણ કોણ ઉપાડશે ?🤔 🛑પોકળ દાવા: મોટા મોટા બેનરોમાં '#સુશાસન' ના ગીતો ગવાય છે, પણ જે આયોગ અધિકારીઓ આપે છે, તે જ આયોગ આજે ખાલીખમ છે.😱 🙏🏻જાગો સરકાર, જાગો! GPSC અત્યારે એવા વળાંક પર છે જ્યાંથી યુવાનોનો વિશ્વાસ તૂટી રહ્યો છે. જો સત્વરે સભ્યોની નિમણૂક કરવામાં નહીં આવે, તો આ ૧૫,૦૦૦ ઉમેદવારોનો રોષ આવનારા સમયમાં '#ઐતિહાસિક' બની રહેશે. નવા ચેરમેન સાહેબ પાસેથી જે અપેક્ષાઓ હતી, તે અત્યારે નિરાશામાં ફેરવાઈ રહી છે. 😱શું આયોગ ૧૦૦૦ દિવસનો 'મહાન રેકોર્ડ' બનાવીને જ જંપશે ?🤔 🩺 Medical Recruitment ▪️ Advt 82 → 5347 અંદાજિત ઉમેદવાર ▪️ Advt 83 થી 101 → 2310 ઉમેદવાર ➡️ કુલ : 7680 (Interview pending) 👉 Medical હોવા છતાં Top Priority પર નથી! 🛠 Engineer Recruitment ▪️ Advt 36 → 245 અંદાજિત ઉમેદવારો ▪️ Advt 55 → 448 ▪️ Advt 56 → 156 ▪️ Advt 73 → 1103 ▪️ Advt 81 → 3938 ➡️ Document scrutiny બાદ ➡️ Probable Interview : 3500+ ઉમેદવાર 📂 Other Recruitment ▪️ Advt 13 → 400 (Principal ITI) ▪️ Advt 68 → 540 (Malaria Officer) ▪️ Advt 103 → 152 (Nursing Dy Sup) ▪️ Advt 102 → 163 (Research Officer) ▪️ Advt 106 → 999 (Horticulture Officer) ➡️ કુલ : 2254 ઉમેદવાર ♿ PH Special Drive ➡️ 70+ જાહેરાતો ➡️ Top Priority હોવી જોઈએ.. પરંતુ ફક્ત કાગળ પર! ⏳ નજીકના ભવિષ્યમાં આવનાર ઇન્ટરવ્યુ ▪️ GPSC 47 Class 1–2 → ~1000 ઉમેદવાર ▪️ GPCB → 1000 ▪️ Veterinary → 1200 📊 અટકેલું ભવિષ્ય - ડરાવનારો સત્ય ▪️ Medical → 7680 ▪️ Engineer → 3500 ▪️ Other → 2254 ▪️ Class 1–2 → 1000 ➡️ કુલ અંદાજે : 15,294 ઉમેદવાર #GPSC : એક સમયનું ગૌરવ, આજની ગતિએ રેકોર્ડ તોડતી નિષ્ક્રિયતા Hasmukh Patel GPSC ✍🏻 યુવરાજસિંહ જાડેજા CMO Gujarat Gujarat Information MyGovIndia Bhupendra Patel Rushikesh Patel Jitu Vaghani Tv9 Gujarati GSTV Sandesh Zee 24 Kalak Devanshi Joshi Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren GJ Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Vivekk Oza Chaitar Vasava AAP Gopal Italia Baldev Mer Journalist Benefit News 24 Jigar Thakar Janak Dave NewsCapital Gujarat Svaman Gujarat First Nikunj Jani DATELINE GUJARAT B. Himanshu
Yuvrajsinh Jadeja50,972 views • 9 months ago
0:38
Sensitive content
This media may contain sensitive content.