
Bhupendra Patel
@Bhupendrapbjp • 672,467 subscribers
Chief Minister of Gujarat
Videos

ભારતની આંતરિક સુરક્ષાને સુદૃઢ કરી દેશના સહકાર ક્ષેત્રનો કાયાકલ્પ કરનાર, ગુજરાતના પનોતા પુત્ર, ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ તથા દેશના યશસ્વી ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ગુનાખોરી સામે 'ઝીરો ટોલરન્સ'ની આપની નીતિ થકી દેશમાં કાયદો અને વ્યવસ્થાનો માહોલ અત્યંત મજબૂત બન્યો છે, તેમજ "નશામુક્ત ભારત"ના નિર્માણ તરફ દેશ આગળ વધ્યો છે. આપશ્રીનું અડગ નેતૃત્વ અને અદભુત સંગઠન કૌશલ્ય રાષ્ટ્રની પ્રગતિ અને સુરક્ષાનો મજબૂત આધારસ્તંભ બન્યા છે. ગુજરાતને સદૈવ આપનું માર્ગદર્શન અને સહયોગ મળતા રહ્યા છે. ભગવાન સોમનાથ મહાદેવ આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ અર્પે તેવી અંતઃકરણપૂર્વકની પ્રાર્થના. Amit Shah #HBDayAmitShah
Bhupendra Patel24,381 views • 4 days ago

Visited the under-construction Tata Electronics Semiconductor Fabrication Facility at Dholera Special Investment Region (SIR) today to review its progress. Guided by Hon’ble PM Shri Narendra Modi ji’s visionary leadership and the ‘Make in India’ initiative, Dholera is rapidly taking shape as India’s first true 'Semicon City'. This state-of-the-art plant is a cornerstone of the mission to build a robust domestic semiconductor ecosystem. It will not only drive advanced tech manufacturing but also nurture a vast network of ancillary industries and global tech companies, generating massive skilled employment. With Gujarat at the forefront of this revolution, India is steadily positioning itself as a resilient, globally competitive semiconductor hub for the future. Tata Electronics Pvt Ltd
Bhupendra Patel29,807 views • 10 days ago

આવો, ગુજરાતના પ્રત્યેક ઘરમાં પ્રગટાવીએ આશીર્વાદનો દીવો.. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના રાષ્ટ્રસેવા અને સુશાસનના અવિરત 25 વર્ષ આગામી 7 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યા છે. 'રાષ્ટ્ર પ્રથમ, જનસેવા સર્વોપરી'ના મંત્ર સાથે મોદીજીએ પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું છે. આવો, તેઓના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ આપણે સૌ તેમના પ્રત્યે સ્નેહ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા સાંજે 7 વાગે પોતાના ઘરમાં 'આશીર્વાદનો દીવો' પ્રગટાવીએ અને તેમના દીર્ઘાયુની મંગલકામના કરીએ. આ દીવો આપણા સૌના અતૂટ વિશ્વાસનો દીવો બનશે, જે 'વિકસિત ભારત @ 2047' અને 'વિકસિત ગુજરાત'ના નિર્માણનો માર્ગ વધુ તેજસ્વી બનાવશે. Narendra Modi #AshirwadNoDivo #SewaSankalpAbhiyan
Bhupendra Patel44,686 views • 1 month ago

પોરબંદરની મારી મુલાકાત દરમિયાન શ્રી ભાવેશ્વર મહાદેવ ખાતે દર્શન કર્યા. ચાલુ વિમાને અસાધારણ સાહસ અને શૌર્યનો પરિચય કરાવી પ્રવાસીઓનો જીવ બચાવનાર ગુજરાતી વીર એવા કેપ્ટન સ્મિત મચ્છર ઝડપથી સાજા થાય તે માટે મંદિરમાં વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં જોડાઈને મહાદેવને કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. સમગ્ર ગુજરાતમાં અનેક મંદિરોમાં કેપ્ટન સ્મિત મચ્છર માટે પ્રાર્થના થઈ રહી છે, ત્યારે આવો આપણે સૌ આ ગુજરાતી વીર માટે મંગલકામના કરીએ.
Bhupendra Patel19,003 views • 24 days ago

વડનગરથી વારાણસી સુધી... 1000 યુવાનો.. 10 રાજ્યો.. 10 રુટ.. 1159 ગામ.. 40,000 કિલોમીટર.. એક જ મિશન: રાષ્ટ્ર સેવા! આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીના 25 વર્ષના સેવાકાળને સમર્પિત ઐતિહાસિક 'બાઈક સેવા યાત્રા'માં આજે સાણંદ ખાતે જોડાવાના ઊર્જાસભર અવસરની કેટલીક ક્ષણો.. #SevaSankalpAbhiyan #25YearsOfSeva
Bhupendra Patel26,302 views • 1 month ago

आदरणीय प्रधानमंत्री एवं श्री सोमनाथ ट्रस्ट के अध्यक्ष श्री नरेन्द्र मोदी जी के दूरदर्शी मार्गदर्शन में, प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ मंदिर 'प्रकृति के साथ प्रगति' और सर्कुलर इकोनामी का उत्कृष्ट मॉडल बन गया है। आज गांधीनगर में 'वर्ल्ड सर्कुलर इकोनॉमी फोरम' के शुभारंभ के अवसर पर, मैं इसी का एक प्रेरक वीडियो आप सभी के साथ साझा कर रहा हूँ। मोदीजी के विज़न से प्रेरित होकर यह पवित्र तीर्थ नेट-जीरो वेस्ट की दिशा में अभूतपूर्व कार्य कर रहा है। यहाँ महादेव को अर्पित फूल-पत्तियों से जैविक खाद और प्लास्टिक कचरे से पेवर ब्लॉक बनाए जा रहे हैं। इन पहलों से जहाँ एक ओर कचरे को रिसाइकल किया जा रहा है, वहीं दूसरी ओर स्थानीय महिलाओं को रोजगार व आर्थिक स्वतंत्रता भी मिल रही है। यह सिद्ध करता है कि जहाँ महादेव की आराधना है, वहाँ सृष्टि को हानि नहीं, बल्कि उसके जतन की संवेदना रहती है। आइए, हम सब भी सोमनाथ के इस 'सर्कुलर इकोनॉमी' मॉडल से प्रेरणा लें। जय सोमनाथ! Narendra Modi Shree Somnath Temple
Bhupendra Patel22,150 views • 1 month ago

ગામમાં કોઈ પહેલું ડોક્ટર બને.. અને એ પણ એક દીકરી હોય.. તો પરિવાર માટે એ કેટલા આનંદ અને ગૌરવની વાત હોય! વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મારગમાળ ગામની દીકરી અંકિતા પટેલની સફળતા દરેક ગુજરાતી માટે ગર્વ સમાન છે. આર્થિક સંકડામણના કારણે અંકિતાનું ડોક્ટર બનવાનું સપનું કદાચ અધૂરું જ રહી જાત, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીની 'ફ્રી શિપ કાર્ડ યોજના' તેના માટે આશીર્વાદ બની. આ યોજના અંતર્ગત મળેલી ₹15 લાખની આર્થિક સહાયથી તેણે પોતાનો MBBS નો અભ્યાસ પૂર્ણ કર્યો અને આજે તે પોતાના ગામની પ્રથમ ડોક્ટર બનીને પોતાના માતા-પિતાનું નામ રોશન કરી રહી છે. અંકિતા પોતે પણ માને છે કે જો આ યોજના ન હોત, તો તે કદાચ MBBS માં એડમિશન જ ન લઈ શકી હોત. યુવાનોના સપનાઓને ઉડાન આપી તેમને એક ઉજ્જવળ ભવિષ્ય પૂરું પાડવું, એ જ આદરણીય મોદીજીના 25 વર્ષના સેવાકાળની સાચી સિદ્ધિ છે. #SevaSankalpAbhiyan #SevaKiKahani
Bhupendra Patel12,276 views • 21 days ago

નિધિ જેવી દીકરીઓ માટે સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવાના અનેક અવસરો ગુજરાતમાં ઊભા થયા છે. રાજ્ય સરકાર દ્વારા યોજાતા ખેલ મહાકુંભ, તેમજ વિવિધ તાલીમ કાર્યક્રમો અને સહાય થકી ગુજરાતના આશાસ્પદ યુવા ખેલાડીઓ હવે પોતાની પ્રતિભા ઝળકાવીને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધી રહ્યા છે. એટલે જ તો, આ યુવા રમતવીરો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ પ્રોત્સાહક યોજનાઓ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. Narendra Modi #SevaSankapAbhiyaan #SevaKiKahani
Bhupendra Patel10,945 views • 22 days ago

અમદાવાદ શહેરમાં બોપલ-ઘુમા વિસ્તારમાં ગઈકાલથી અત્યાર સુધીમાં અતિભારે વરસાદ થવાના લીધે પાણી ભરાવાની સ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાણીના ઝડપી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. આજે આ સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લઈને વરસાદી પાણીના નિકાલ, રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી, અને સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરી તેમની સ્થિતિ જાણી. રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ, સાધનો અને વ્યવસ્થાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચનાઓ આપી.
Bhupendra Patel35,302 views • 3 months ago

Gujarat is eagerly waiting to welcome athletes from 75 countries for the historic 1st World Yogasana Championship in Amdavad, to be organised from June 4th to 8th, 2026 This groundbreaking tournament is set to redefine how the world views Yoga, taking it to the next level as a competitive global sport and igniting a passion for athletic wellness among our youth. Yogasana Bharat #WYC2026 #AshramToArena #WorldYogasanaChampionship
Bhupendra Patel39,578 views • 5 months ago

Landed in Ahmedabad after concluding a highly productive and successful official tour of the USA and Canada. Across San Francisco, Washington D.C., New York, and Toronto, witnessed tremendous global goodwill and unwavering confidence in the visionary leadership of Hon'ble Prime Minister Shri Narendra Modi. Leading international corporations and tech giants have shown immense enthusiasm to invest in Gujarat across Semiconductors, AI, Data Centers, advanced manufacturing, and GIFT City’s financial ecosystem. With strong global partnerships forged, Gujarat is all set to welcome global leaders, innovators, and investors to Vibrant Gujarat Global Summit 2027 to power the vision of Viksit Gujarat for Viksit Bharat.
Bhupendra Patel18,812 views • 2 months ago

વડનગરની ગલીઓથી લઈને લાલ કિલ્લાની પ્રાચીર સુધી... એક તપસ્વીની અવિરત રાષ્ટ્રસાધના! 🇮🇳 ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથથી લઈને દેશના યશસ્વી પ્રધાનમંત્રી તરીકેની માનનીય શ્રી Narendra Modi જીની આ યાત્રા માત્ર ઇતિહાસ નથી, પણ ૧૪૦ કરોડ દેશવાસીઓના અતૂટ વિશ્વાસની જીવંત કથા છે. છેલ્લા ૨૫ વર્ષમાં એક પણ દિવસની રજા લીધા વિના, પોતાનો પ્રત્યેક શ્વાસ અને પ્રત્યેક ક્ષણ મા ભારતીની સેવામાં સમર્પિત કરનાર આપણા લોકલાડીલા જનનાયકની આ ગૌરવશાળી યાત્રા આપણા સૌ માટે પ્રેરણાદાયી છે. #SevaSankalpAbhiyan #AshirwadKaDiya #HappyBdayPMModi
Bhupendra Patel12,492 views • 1 month ago

આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતમાં વર્ષ 2003 માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી એ રાજ્યના શિક્ષણ ક્ષેત્રનો સુવર્ણ અધ્યાય છે. આ પહેલના સુખદ પરિણામરૂપે શાળાઓમાં નામાંકન દરમાં મોટો વધારો અને ડ્રોપઆઉટ દરમાં ભારે ઘટાડો થયો. ત્યારબાદ તો, તેઓશ્રીએ શરૂ કરેલ મિશન સ્કુલ ઓફ એક્સલન્સ જેવી પહેલ થકી સુંદર ક્લાસરૂમ્સ અને આધુનિક ટેક્નોલોજીથી અભ્યાસ જેવા આયામો શિક્ષણ ક્ષેત્રે ઉમેરાઈ ચૂક્યા છે. શાળા પ્રવેશોત્સવથી શરૂ થયેલ શિક્ષણક્રાંતિની આ સફરે અસંખ્ય બાળકો અને પરિવારોનું ઉજ્જ્વળ ભવિષ્ય કંડાર્યું છે.
Bhupendra Patel134,418 views • 2 years ago

Get ready, Vadodara! The Next Level Upgrade is Here! આવતીકાલ 8 સપ્ટેમ્બરે, આપણા લોકલાડીલા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે- ગુજરાતની મુલાકાતે. તેઓ વડોદરા અને ગુજરાતને આપશે અનેક વિકાસકામોની ભેટ. નવા સિક્સ લેન હાઇવેઝ, સુપરફાસ્ટ રેલ કનેક્ટિવિટી, નવા બ્રિજીસ, સોલાર પાર્ક, 14,000 થી વધુ આવાસો સહિત ₹35,200 કરોડ+ ના મેગા પ્રોજેક્ટ્સ! જ્યારે વિઝન મોટું હોય ત્યારે વિકાસ પણ નેક્સ્ટ લેવલ જ હોય! How's the josh, Vadodara? Narendra Modi #Namo4ViksitBharat
Bhupendra Patel12,890 views • 1 month ago

In San Francisco, interacted with the vibrant Gujarati diaspora and shared Hon’ble Prime Minister Shri Narendra Modi ji’s vision of a Viksit Bharat. Gujarat is translating this vision into opportunities by emerging as a global hub for new-age sectors such as semiconductors, AI, data centres and biotechnology. The global Gujarati community is a valued partner in this journey of growth, innovation and progress. The Gujarati diaspora in Silicon Valley is making a remarkable contribution to new-age sectors such as semiconductors, AI, technology and innovation. We want to build a stronger bridge between this global talent and Gujarati companies based in Gujarat- enabling knowledge sharing, mentorship, technology collaboration and new opportunities. Together, we can create a powerful Gujarat–Semicon Valley innovation ecosystem.
Bhupendra Patel15,156 views • 2 months ago

આમ તો મોટાભાગે મારો દિવસ શિડયુલ પ્રમાણે પસાર થતો હોય છે.. પણ ક્યારેક અમસ્તા શિડ્યુલની બહાર નીકળી શકાય તો તેનો આનંદ પણ કંઈક અલગ જ હોય છે. આજે વડોદરાથી પરત ફરતા આવો જ એક અવસર મળ્યો. આણંદ જિલ્લાના અંબાલી ગામ પાસેથી પસાર થતી વખતે રસ્તાની બાજુમાં શાળાના યુનિફોર્મમાં સજ્જ બાળકો ઊભા હતા. સાથે કેટલાક ગ્રામજનો પણ હતા. ગાડી ઊભી રખાવીને આ માસુમ બાળકોને મળ્યો.. તેમના અભ્યાસ અંગે વાતચીત કરી. ગ્રામજનો પાસે ગામની સુવિધાઓ અંગે જાણકારી મેળવી. નજીકના એક ઘરમાં કાર્યરત ગોબરગેસ પ્લાન્ટ પર નજર પડી. પ્લાન્ટના માલિક વિઠ્ઠલભાઈની સાથે તેમને પ્લાન્ટથી મળતા ફાયદા અંગે વાત થઈ. પોતાના જ માણસોને.. પોતાના પરિવારના જ સભ્યોને મળતા હોઈએ એવો અનુભવ થયો. આમાં ઔપચારિકતા નહીં, પણ સહજતા હતી.. અને સ્નેહભર્યો સંવાદ હતો. કેટલીક વાતો જીવનભર યાદ રહેતી હોય છે. આ પણ કંઈક એવી જ વાત હતી.
Bhupendra Patel18,766 views • 3 months ago

Vibrant rhythms of Gujarat in Tashkent! Loved watching this energetic performance of ‘Leri Lala’ by Uzbek dancers and musicians at the dinner hosted by President Mirziyoyev, reflecting the immense global affection for Hon'ble PM Shri Narendra Modi ji and our shared cultural bonds.
Bhupendra Patel10,963 views • 1 month ago

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે. Narendra Modi
Bhupendra Patel14,557 views • 2 months ago

આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે શામળાજીના દર્શનાર્થે જતા રસ્તામાં લુસડીયા ગામ નજીક બાળકોને અને ગ્રામજનોને મળવાનો આનંદપૂર્ણ અવસર મળ્યો. ગ્રામજનોએ આત્મીયતાથી આવકાર આપ્યો.. ગૌરીવ્રત કરતી અને માથે સુશોભિત કળશ ધારણ કરેલી નાનકડી દીકરીઓએ પણ પરિવારજનની જેમ સ્વાગત કર્યું. બાળકો અને ગ્રામજનો સાથે સહજ વાતચીત કરવામાં ઘણો આનંદ આવ્યો. હર્ષોલ્લાસની આ ક્ષણો હૃદયને સ્પર્શી ગઈ.
Bhupendra Patel12,988 views • 2 months ago