
RINI
@GujjuRini • 1,282 subscribers
Innocent face… but thoughts 🔥 fierce like fire | Alone, yet enough to face the whole world
Shorts
Videos

રાજકોટ ધીરેન્દ્ર શાસ્ત્રીનું દિવ્ય દરબાર આવ્યું વિવાદમાં આસ્થાના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી હોવાના આરોપ ધીરેન્દ્ર શાસ્ત્રીના હુંકાર બાદ ભૂત પ્રેત ધુણવા લાગ્યા ભૂત પ્રેતના નામે અનેક લોકો ધુણવા લાગતા અફરા-તફરી ધુણતા ધુણતા એક મહિલાએ સિક્યુરિટી, પત્રકાર અને ભક્ત પર કર્યો હુમલો મહિલાએ પ્રેત આવ્યાના નામે કર્યો હુમલો લોકો ધુણતા હતા અને સ્ટેજ ઉપરથી ધીરેન્દ્ર શાસ્ત્રી તમાશો જોઈ રહ્યા હતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકોએ અંધશ્રદ્ધાના નામે ધુણવાની કરી ટીકા
RINI45,390 次观看 • 1 个月前

ખાડિયા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હત્યા જેવા ગંભીર ગુનામાં જેલની સજા કાપી રહેલો અને તાજેતરમાં જ પેરોલ પર છૂટેલો એક આરોપી જેલની બહાર આવતા જ બેફામ બન્યો છે. આ શખ્સે જેલમાંથી બહાર આવવાની ઉજવણીના ભાગરૂપે સવારના સમયે ખાડિયા વિસ્તારમાં જાહેર રસ્તાઓ બંધ કરી દીધા હતા અને ફટાકડા ફોડીને સ્થાનિક લોકો સાથે ઉગ્ર ગાળાગાળી કરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ડર અને દહેશતનો માહોલ ઊભો થયો હતો. આરોપીના આ બેફામ અને આતંક મચાવતા વર્તનને પગલે સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક તેની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અટકાયત બાદ પણ આ આરોપીના વર્તનમાં કાયદાનો કે પોલીસનો સહેજ પણ ભય જોવા મળ્યો ન હતો. પોલીસની ગાડીમાં બેઠા હોવા છતાં તેણે ફરજ પરના પોલીસકર્મીઓ અને ત્યાં કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓ સાથે ખુલ્લેઆમ ગાળાગાળી અને દાદાગીરી કરવાનું ચાલુ રાખ્યું હતું. સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ‘આરોપી અને તેનો દીકરો બંને અત્યંત આક્રમક વલણ ધરાવે છે’ અને મીડિયા તથા પોલીસ સામે બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે, એટલું જ નહીં, તેઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેઓ કોઈનાથી ડરતા નથી. આ સમગ્ર ઘટનાક્રમ જોતાં એક સૌથી મોટો અને ગંભીર સવાલ એ ઊભો થાય છે કે જ્યારે કોઈ ગંભીર ગુનાનો આરોપી પેરોલ પર છૂટીને સમાજમાં આટલો આતંક મચાવે અને પોલીસ કસ્ટડીમાં હોવા છતાં આટલો બેખૌફ હોય, ત્યારે આવા ખતરનાક અસામાજિક તત્ત્વોને કોણ છાવરી રહ્યું છે ? પોલીસ અને કાયદાનો કોઈ જ ડર ન હોવો એ સ્પષ્ટપણે દર્શાવે છે કે આવા ગુનેગારો પોતાને કાયદાથી ઉપર માને છે, તેથી આવા તત્ત્વોને કોની છત્રછાયા છે તેની ઊંડી તપાસ થવી જોઈએ અને પ્રશાસન દ્વારા ભવિષ્ય માટે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે જેથી સામાન્ય નાગરિકોમાં સુરક્ષા અને કાયદા પ્રત્યેની વિશ્વાસની ભાવના જળવાઈ રહે. CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Gujarat Police Ahmedabad Police અમદાવાદ પોલીસ Jignesh Mevani Amit Chavda DGP Gujarat Gyasuddin Shaikh Imran Khedawala
RINI33,607 次观看 • 1 个月前

બુદ્ધિનું પ્રદર્શન આને કહેવાય... ભાઈઓ કાંતિભાઈ અમૃતિયા ને કોક એકાદો એવોર્ડ ઘરે પહોંચતો કરો શહીદ ભગતસિંહની પ્રતિમાની સાફ-સફાઈ કરવી એ ખૂબ જ સરાહનીય બાબત છે, પણ શું તેના માટે ઇમરજન્સી સેવા 'ફાયર ફાઈટર' નો ઉપયોગ કરવો યોગ્ય છે ? જ્યારે રિપોર્ટરે યાદ અપાવ્યું કે સરકારના નિયમ મુજબ ફાયરના સાધનોનો ઉપયોગ આગ સિવાય ન કરી શકાય, ત્યારે નેતા કાંતિભાઈ અમૃતિયાએ ગજબનો તર્ક આપ્યો! તેમણે કહ્યું કે, "આ પ્રજાના ટેક્સના પૈસાનું સાધન છે, જો નવરું હોય તો સાફ-સફાઈ પણ કરે અને રસ્તા પણ ધોવે! વાહ કાંતિભાઈ વાહ 😊
RINI24,142 次观看 • 1 个月前

એક લીટીની વાત... લોકસાહિત્ય કલાકારના ગુંડા પુત્રનો વરઘોડો ક્યારે નીકળશે Harsh Sanghavi સાહેબ... ભાવનગરના DYSP મીડિયા સમક્ષ દરરોજ અલગ અલગ નિવેદનો આપીને મુદ્દાને કેમ ભટકાવવા માંગે છે ? પોલીસે ફક્ત અત્યારે દેખાવ પૂરતી “નાની માછલીઓ” પકડી છે “મોટા મગરમચ્છ” ને હજી પણ સરકાર અને તંત્ર છાવરવાનું કામ કરી રહી છે.. પોલીસ નિક્ષપક્ષ તપાસ કરે તો યોગ્ય છે બાકી ફ્કત સમાજનો ગુસ્સો શાંત પાડવા સુધી પ્રયાસ કરવા તે લોકશાહી માટે એક કાળો ધબ્બો છે.. - CMO Gujarat અને Harsh Sanghavi આ કેસમાં એવો દાખલો બેસાડો કે આવા ગુંડાઓ જે XYZ કોઈ પણ હોય ભવિષ્યમાં આવો અપરાધ કરતા પહેલા લાખ વાર વિચારે. તપાસ કોઈને બચાવવા માટે નહીં પણ ઈમાનદારી અને નિષ્ઠા થી કરવામાં આવે તેજ ગુજરાતની જનતાની માંગણી છે.. “જય હિન્દ”..
RINI44,401 次观看 • 6 个月前

બગદાણા પીઆઈને બદલી કરી સરકાર મુદ્દાને ભટકાવવા માંગે છે ! ક્લાસ -૧ કક્ષામા પોલીસ અધિકારી એટલે ભાવનગર ડીવાયએસપી રીમા ઝાલા દ્વારા ગઈકાલે મીડિયાને નિવેદન આપ્યા તે લોકસાહિત્યકારના ગુંડા પુત્રને સ્પષ્ટપણે છાવરે છે.. જો ગઈકાલેના પોલીસ અધિકારીના નિવેદનને સાચું માનીએ તો આજે સ્થાનિક પીઆઈની બદલી શા માટે કરવામાં આવી ? અને જો પોલીસ અધિકારીએ મીડિયામા ગઈકાલે ખોટી માહિતી રજૂ કરી હોય તો તેના પર પણ પગલા લેવા જોઈએ તેવી કોળી સમાજના લોકોની અને જાગૃત નાગરિકો સોશિયલ મીડિયામા માંગ કરી રહ્યા છે. ભાવનગરના SP અને DYSP ના ફોટો વીડિયો લોકસાહિત્યકારના પુત્ર સાથે ખૂબ વાયરલ થયા છે જેને લીધે સામાન્ય લોકોમા પોલીસ પ્રત્યે નારાજગી અને અવિશ્વાસ પેદા થાય તે દુઃખદ બાબત છે. કાયદો તમામ માટે સમાન જ હોવો જોઈએ તેવું આપણા બંધારણમા જણાવાયુ છે પરંતુ અમુક પોલીસ અધિકારીઓ જે તે કલાકારો કે તેના પરિવારોના સભ્યોને મોટા નેતાઓ સાથે ફોટો વીડિયો જોયને ચાપલૂચી કરે તે કદાપિ ના ચલાવી લેવાય ! હવે જોવુ રહ્યું કે રાજ્ય સરકાર આ મામલે લોકસાહિત્યકારના પુત્રની ભૂમિકા બહાર લાવી શકે કે ભીની સંકેલી લેશે ! લોકોના ટેક્સના પૈસા પગાર વસૂલતા ક્લાસ વન અધિકારીઓ જો આરોપીઓને ખુલ્લેઆમ છાવરીને મીડિયા સમક્ષ ખોટા નિવેદનો આપે તો તેના પર પણ કાર્યવાહી અનિવાર્ય બની જાય છે આ બાબતે આટલું સ્પષ્ટ કહી શકાય કે જાગૃત કોળી સમાજની એકતાના દર્શન જોવા મળ્યા ! - DGP Gujarat - CMO Gujarat - Bhupendra Patel - PMO India - Harsh Sanghavi - Jignesh Mevani
RINI42,103 次观看 • 7 个月前

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કાર્યરત 'શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપની દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે મોટી સંખ્યામાં રોકાણકારો કંપનીની ઓફિસે ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીમાં આવી છેતરપિંડીની ઘટના સામે આવતા ચકચાર મચી ગયું છે. રોકાણકારોના જણાવ્યા અનુસાર, આ કંપની ટેરાબાઇટ ડેટા સ્પેસમાં રોકાણ કરવાના બદલામાં દર મહિને 5 ટકા જેટલું માતબર વળતર (રેન્ટ) આપવાની લાલચ આપતી હતી. શરૂઆતમાં સમયસર વળતર મળતા લોકોનો વિશ્વાસ વધ્યો હતો, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ હરિયાણા અને ગોવા જેવા અન્ય રાજ્યોના લોકોએ પણ પોતાની જિંદગીની જમાપુંજી, દાગીના વેચીને કે બેંક લોન લઈને અહીં રોકાણ કર્યું હતું. ભોગ બનનાર લોકોનો આક્ષેપ છે કે છેલ્લા બે મહિનાથી કંપનીએ વળતર આપવાનું બંધ કરી દીધું છે અને હવે કંપનીના કોઈ પણ જવાબદાર અધિકારી ફોન પર કે ઓફિસમાં સંપર્ક માટે ઉપલબ્ધ નથી. રોકાણકારોએ જણાવ્યું કે કંપનીએ મોટા પાયે 'ભૂમિ પૂજન' જેવા કાર્યક્રમો યોજીને અને મોટી ઓફિસો બતાવીને લોકોમાં વિશ્વાસ જગાવ્યો હતો કે તેમનું રોકાણ સુરક્ષિત છે. અત્યાર સુધીમાં અંદાજે 33,000 થી વધુ ગ્રાહકો આ સ્કીમમાં જોડાયા હોવાનું મનાય છે અને આ કૌભાંડનો આંકડો 300 થી 400 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાની શક્યતા છે. આજે જ્યારે રોકાણકારોને છેતરાયા હોવાનો અહેસાસ થયો ત્યારે તેઓ મોટી સંખ્યામાં ગિફ્ટ સિટી સ્થિત ઓફિસ પર પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિસ્થિતિ વણસતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે બોલાવવો પડ્યો હતો. ઘણા રોકાણકારોએ 5 લાખથી લઈને 3 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કર્યું છે અને હવે તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને ભોગ બનનારા લોકોની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. #GiftCity
RINI12,274 次观看 • 2 个月前

ગુજરાત કોંગ્રેસે ખરેખર યુવાનોના હિત માટે એક સરસ નિર્ણય કર્યો છે. હવે સમય છે કે ગુજરાતના “GenZ યુવાનો” પણ આગળ આવી, પોતાના હક માટે અવાજ ઉઠાવે અને ૨૦૨૭ માં ગુજરાત કોંગ્રેસને વિજય અપાવીને ન્યાયની નવી શરૂઆત કરે. આ લડત ફક્ત પગારની નથી આ લડત છે સન્માન, ન્યાય અને ભવિષ્યની. GenZ જ હવે ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે 🇮🇳 #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat
RINI10,908 次观看 • 9 个月前
没有更多内容可加载