
Gujarat Information
@InfoGujarat • 606,674 subscribers
Official X (Twitter) handle of Commissionerate of Information, Government of Gujarat
Shorts
Videos

Empowering Women Self-Help Groups with Advanced Agricultural Technology.
Gujarat Information820,427 views • 1 year ago

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આવતીકાલ તા. 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની અગાહી; નાગરિકોને ઘરમાં જ રહેવા અને બિનજરૂરી બહાર નહીં નીકળવા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની અપીલ... અમદાવાદ જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ: જિલ્લા કલેક્ટરશ્રી NDRFની એક અને SDRFની બે ટીમ ધોળકા, બાવળા અને સાણંદ ખાતે તહેનાત, જરૂરિયાત મુજબ ત્વરિત કામગીરી કરાશે... જિલ્લામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા આવતીકાલ તા. 31 જુલાઈના રોજ અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક રજા જાહેર... #HeavyRainAlert #RainForecast #WeatherUpdate #Monsoon #Monsoon2026 #GujaratRain #AhmedabadRain Info Ahmedabad GoG Ahmedabad Collector
Gujarat Information33,233 views • 1 month ago

સામાન્ય માનવીના પ્રશ્નોના નિવારણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગવી સંવેદનશીલતા... દર મહિનાના ચોથા બુધવારે યોજાતા જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કોઈપણ આગોતરી જાણ કર્યા વિના ગાંધીનગરથી વીડિયો વોલ મારફતે ઓચિંતા જોડાયા; મહેસાણા, કચ્છ અને ભાવનગરના નાગરિકોની રજૂઆતો સાંભળી... મુખ્યમંત્રીશ્રીએ અરજદારોને સંતોષ થાય તે રીતે રજૂઆતોનું નિવારણ લાવવા જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી; પડતર રજૂઆતોનું 15 દિવસથી 1 મહિનામાં નિવારણ લાવીને અરજદારના ફોન નંબર સાથેની સંપૂર્ણ વિગતો મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવા આદેશો આપ્યા… CMO Gujarat
Gujarat Information21,663 views • 1 month ago

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વિદેશ પ્રવાસ પૂર્ણ કરી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા મીડિયાને કર્યું સંબોધન; કહ્યું - વર્ષ 2030ના કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે ગુજરાતમાં તૈયારીઓને મળશે વધુ વેગ... માન. વડાપ્રધાનશ્રીના 'ફિટ ઇન્ડિયા'ના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : નાયબ મુખ્યમંત્રીશ્રી #CWG2030 Harsh Sanghavi
Gujarat Information16,556 views • 1 month ago

સાયબર ફ્રોડની ફરિયાદ માટે હવે પોલિસ સ્ટેશન નહીં જવું પડે!! નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતેથી ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનો પ્રારંભ; 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાની સાથે જ સંબંધિત કેસની e-Zero FIR આપોઆપ તૈયાર થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે, જેથી કાર્યવાહી વધુ ઝડપથી શરૂ થઈ શકશે... ઉલ્લેખનીય છે કે, અમદાવાદના એક રહેવાસી ડિજિટલ અરેસ્ટના નામે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા હતા. આ મામલે તેમણે રાજ્યની પ્રથમ e-FIR નોંધાવી હતી, જેના આધારે સાયબર ક્રાઇમ વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને ₹15.76 લાખથી વધુની રકમ બચાવવામાં સફળતા મેળવી છે... રાજ્ય સરકાર ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોને ઝડપી અને પારદર્શક પોલીસ સેવા ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસશીલ છે. ‘e-Zero FIR’ વ્યવસ્થાથી સાયબર ફ્રોડના પીડિતોને ઘરબેઠાં જ ફરિયાદ નોંધાવવાની સુવિધા મળશે અને સમયસર કાર્યવાહી થવાથી છેતરાયેલી રકમ બચાવવાની શક્યતા પણ વધશે : નાયબ મુખ્યમંત્રીશ્રી #Cyberawareness #ezerofir #Cybersecurityawareness CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Gujarat Police Ahmedabad Police અમદાવાદ પોલીસ
Gujarat Information17,894 views • 1 month ago
