
Manan Trivedi
@itsurbunny7 • 1,688 subscribers
हिन्दू🚩|NEWS&MEDIA|Gujarat| JAY DWARIKADHISH | KW|GSRTC VISION 2035
Videos

ગુજરાત એસટી બસ માં ૧૦૨ લોકો ને બેસાડી ચાલી રહી છે આ આણંદ ડેપો માં બસ ફૂલ ભરાઈ ને જાય છે હર્ષ ભાઈ આપ દ્વારા બસ પણ ફાળવી હતી છતાં આવું થઈ રહ્યું છે સાથે પ્રાઇવેટ વાહનો પણ ડેપો માં આવી રહ્યા છે. આ બાબત માં ધ્યાન દેશો એવી વિનંતી.. Harsh Sanghavi Pravinbhai Gordhanji Mali #Anand
Manan Trivedi15,878 次观看 • 12 天前

માનનીય Harsh Sanghavi સાહેબ, GSRTC ઓફિશિયલ વેબસાઇટમાં બુકિંગ,પેમેન્ટ,સીટ લોકિંગને લગતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે એક ડેવલપરે આખી વેબસાઇટનું મોર્ડન રિ-ડિઝાઇન તૈયાર કર્યું છે આ બાબત તમને મળવા આવ્યો ત્યારે ગૌતમસર આપના અધિકારી ને કીધી હતી ધ્યાન દોરશો આ બાબત પર લોકો માટે🙏🏻
Manan Trivedi10,481 次观看 • 20 天前

📍 ભાવનગર જી.એસ.આર.ટી.સી બસ સ્ટેન્ડ ના દ્રશ્યો ! ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. અહીં મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલા શૌચાલયમાં ગેરકાયદેસર રીતે ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે. ગેરમાર્ગે દોરતી યુક્તિ: ---> શૌચાલયની બહાર મારેલા 'નિઃશુલ્ક શૌચાલય' (Free Toilet) ના બોર્ડને જાણી જોઈને રૂમાલ કે કપડાથી ઢાંકી દેવામાં આવે છે, જેથી અજાણ્યા મુસાફરોને જાણ ન થાય કે આ સુવિધા મફત છે !! કુદરતી હાજતે જનારા મુસાફરો પાસેથી પેશાબ માટે ₹5 અને શૌચાલયના વપરાશ માટે ₹10 ની માંગણી કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. સ્થાનિક તંત્ર દ્વારા અગાઉ કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં, પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. મુસાફરો પાસેથી આ રીતે પૈસા પડાવવાની પ્રવૃત્તિ હજુ પણ ધમધમી રહી છે. બસ સ્ટેશન એ જાહેર સંપત્તિ છે અને ત્યાં મળતી પાયાની સુવિધાઓ માટે મુસાફરોએ વધારાના પૈસા ચૂકવવા પડે તે કેટલું યોગ્ય? શું તંત્ર આ બાબતે કડક પગલાં ભરીને કાયમી નિકાલ લાવશે ખરું? #Bhavnagar #Gujarat
Manan Trivedi24,746 次观看 • 5 个月前

ગુજરાતી લેખિકા કાજલઓઝા નો એક વીડીઓ શેર કર્યો અને કહ્યું .. GSRTC જેવી સેવા, જે લોકોના રોજિંદા જીવનની નાડી છે, ત્યાં પ્રશ્ન ઊભો થાય તો જવાબ પણ મળવો જ જોઈએ. સુવિધા છે, પણ સમસ્યાનું શું? પ્રશ્ન પૂછવો એ વિરોધ નથી... એ જવાબદારી છે. GSRTC બસમાં મુસાફરીનો અનુભવ અને વહીવટી તંત્રને અપીલ કરી.. #Gujarat
Manan Trivedi13,355 次观看 • 5 个月前
没有更多内容可加载