
jay vasavada JV
@jayvasavada • 69,993 subscribers
i feel, i fall, i enjoy, i express...therefore i am ! ;) Accredited columnist in @gujratsamachar (https://t.co/vNtkT3xqjd) daily since 25 years.
Shorts
Videos

યોગથી ફાયદો લાંબા ગાળે થતો હોય, હસવાથી તો તાબડતોબ થાય. ફ્રેશ થઈ જવાય, મૂડ બની જાય ! 🤪😁😂 તો, રાજકોટમાં પબ્લિકના વાળ કાપતા હતા એમાંથી કોઈ પ્રદીપ ગુરુજી નકલી નોટોનું પોતાની દેખરેખમાં પ્રોડક્શન કરાવીને દેશનું ગજવું કાપતા થઈ ગયો એનું નામ સુધ્ધાં અગાઉ સાંભળ્યું ન્હોતું ! પણ સમાચાર જોઈને એના ઓફિશિયલ પેજ પર એણે પોતે શેર કરેલા વીડિયો જોયા ! કોઈ વાર પોતે રાણા પ્રતાપ બનીને ઘોડા પર બેસે ને ગરબા લેવા લાગે ને એવા ચેટક તો ગુજરાતી ન્યૂઝ ચેનલો પર પણ આવી ગયા ! 😅😅 પણ દરેક લેભાગુ બાબલાઓ જેમ સુધાંશુબ્રાન્ડ જૂઠ કોન્ફિડન્સથી મોટા સાયન્ટિસ્ટની જેમ ફટકારે એવું ઘણું આમાં હતું. તો થયું કે જસકિરતસિંહ રાગીની જેમ આ નકલી નોટોના કારખાને પણ આગ લગાડીએ. પણ એમાં પોલીસ આપણને પકડી જાય એટલે ખાસ સુનિલ ગ્રોવર કરતા પણ વધુ હસાવે એવો કૉમેડી વીડિયો માત્ર 3 મિનિટનો પ્રદીપગુરૂના પાગલ પ્રલાપ જોડી તૈયાર કરી ટેટા ફોડ્યા છે. સંતાનની ચાલતી માર્કેટમાં કેવી કેવી મગજમેટ ભેજાગેપ ક્રેકફ્રોડ આઇટમ ઘૂસી ગઈ છે ને મોજ કરી રહી છે, એ બાબતે સિરિયસ થવાથી તો કોઈને કશી પડી નથી. તો વિડીયો જુઓ, બે ઘડી હસો, ને ફોરવર્ડ કરી બીજાને હસાવવાનું પુણ્ય કમાઈ લો. 😝😃🤣🤣 ~ જય વસાવડા #JV
jay vasavada JV24,037 просмотров • 3 месяцев назад

જેને ઓનલાઇન બે પાંચ લાઈક મળે એમાં તો પોતાનું રજવાડું બની ગયું હોય એવો વહેમ રાખનારા ફોતરાછોતરાંમગતરાચપતરાઓને ગાંધીને ગાળો આપવામાં ગુટકા ખાવા જેવી કિક ભલે આવતી. હકીકત એ છે કે ગોળમેજી પરિષદમાં કોઈને આખું ભારત જોઈતું નહોતું. દસ્તાવેજી નોંધ છે બધાને પોતાના જ્ઞાતિ કે ધર્મ કે સંસ્કૃતિ મુજબના નાના નાના આઝાદ પ્રદેશો જોઈતા હતા. માત્ર ગાંધી જ એક રાષ્ટ્ર માંગવા બાબતે મક્કમ અને અડગ રહ્યા. ને એમની નામરજી છતાં ભાગલા પડ્યા પછી પણ આજે જે ભારત છે એ બચાવી શક્ય ને યોગ્ય માણસો એકઠા કરેલા હોય બનાવી પણ શક્યા. સરદાર હોય કે શાસ્ત્રી, ગાંધીને લીધે દેશની લડતમાં આવ્યા હતા. બારડોલીથી હેપી બર્થ ડે બાપુ. ❤️
jay vasavada JV79,525 просмотров • 2 лет назад

નવી બ્લેક બ્યુટી volvo xc60 નું આગમન. મમ્મીએ ક્યારેય ઘરની ગાડી જોઈ નહિ. દરેક કારમાં જેમને પહેલા બેસાડતો એ પપ્પા પણ હવે રહ્યા નથી. પણ પ્રિય મોરારિબાપુએ પાવન કરી પ્રથમ બેસવાનો અનુગ્રહ સ્વીકારીને. પછી દિવંગત પપ્પાના જન્મદિવસ 30 જૂને જ યાદ રાખી ડિલિવરી લીધી. ગુજરાતી ભાષામાં લખીને, સમર્પણ, નિષ્ઠા, સજજતા, ગુણવત્તા ને પ્રમાણિકતાથી #JVlovers ના પ્રેમ થકી ધીરજ, હરિકૃપા અને મા-બાપના તથા સદગુરૂના આશીર્વાદ થકી આ થઈ શકે છે એનો આનંદ. ચાહે છે એ સહુ કોઈનો આ સફરના સાથી બનવા માટે આભાર. આ બધું માત્ર ને માત્ર શબ્દ અને જ્ઞાન થકી જ પોસાય છે. બસ એની અખંડ એની તપસ્યા કરવી પડે, જેમાં કોઈ શોર્ટ ક્ટ્સ નથી. 🙏🏼
jay vasavada JV58,930 просмотров • 3 лет назад

જ્યાં લગ્ન જેવી મૂળભૂત અંગત બાબતે પણ બેરોકટોક જાહેર લુખ્ખાગીરી ચાલે, એ દેશની ખાજો દયા... જ્યાં કન્યાકેળવણીની ગુલબાંગો બાદ દીકરી વ્યક્તિ પણ પ્રાઇવેટ પ્રોપર્ટી ગણાય એ દેશની ખાજો દયા... જ્યાં પૂજા પ્રેમસ્વરૂપ કૃષ્ણ અને શક્તિસ્વરૂપ દુર્ગાની થાય પણ કામ અહંકારી જ્ઞાતિવાદથી કંસ અને મહિષાસુર જેવા થાય, એ દેશની ખાજો દયા... જ્યાં સામાજિક સંકુચિતતાને સર્વોચ્ચ સંવિધાનથી મહાન ગણવામાં આવે, જુનવાણી જડતા આદર્શ આધુનિકતાથી આગળ મૂકવામાં એ દેશની ખાજો દયા ! નાત સામે દેશ પણ નાનો થઈ જાય ત્યારે અહીં આધાર લીધો એ ખલીલ જિબ્રાનની મકરંદ દવે અનુવાદિત કૃતિ વિશ્વવિખ્યાત છે, એટલું પણ જે અભણોને સમજાવવું પડે એ દેશની ખાજો દયા ! વધુ વીડિયોમાં. ~ જય વસાવડા #JV #love #marriage #castism #india
jay vasavada JV11,198 просмотров • 4 месяцев назад

" જયભાઈ, આ તો મહેફીલ થઈ ગઈ !" પ્રિય મોરારિબાપુ હસતા હસતા કાયમ કહે કે ગાંધીબાપુ સ્વાદમુક્તિની વાત કરે તો આપણે સ્વાર્થમુક્તિ કરવી પણ સ્વાદનો રસ તો માણવો. હું ગોંડલમાં મોટો થયો હોઈ મને ત્યાંના ફાફડા દાઢે વળગેલા. ગોંડલ બાપુની કથા હતી ત્યારે નાનો મનોરથ કે બધાને ત્યાં લાઇવ ફાફડા જલેબી ખવડાવીએ જે જલારામબાપાના સદાવ્રતી વીરપુરના ઉતારે સાકાર થયેલો. રાજકોટની માનસ સદભાવના રામકથામાં વૃક્ષો ને વૃદ્ધો વિશે અદભુત વાતો કરતા અચાનક બાપુએ વ્હાલથી મને પોકારીને કહ્યું કે "ઘેર ગંગાજળમાં બનેલા ગાંઠિયા ને ચા પીવા આવું અનુકૂળતાએ"... આ l તો હરખના હીંચકા ! અતિવ્યસ્ત કાર્યક્રમ છતાં પ્રિય બાપુ સામે ચાલી ઘેર પધાર્યા. જોડે અમારા વ્હાલા સદા સંગાથી રૂપેશભાઈ, સંગીતની દુનિયાના નિલેશભાઈ, સતત હૂંફ આપતા નીરજભાઈ ચાંદ્રા, લંડનના લોર્ડ ડોલરભાઈ, આત્મીય મહેન્દ્રભાઈ, પ્યારા ભરતભાઈ અને અન્ય મિત્રો. અગાઉ એમણે કોલ કરેલો એટલે ગોંડલથી સ્વ. ધીરુભાઈ કંદોઈ ( કોલેજ ચોક )નો પરિવાર ગંગાજળમાં લાઇવ ગાંઠિયા ને જલેબી બનાવવા હાજર. અમારા જય કેટરિંગના ભાવેશભાઈને ચાનું સોંપ્યું ને આશુતોષ આઈસ્ક્રીમવાળા ગંગાજળ/ગાયના દૂધનો આઈસ્ક્રીમ લઈ પહોંચ્યા. મિત્રો, સ્નેહીઓ ને બાપુના ફ્લાવર્સ માટે ગરમાગરમ નાસ્તો. મામી તો હોય જ. મિત્રો પરિવારજનો પણ બધા દોડીને આવ્યા. થયું કે રાજકોટના આંગણે બાપુની રામકથા છે તો આપણે નાનકડી ઘરમેળે ઊજવણી કરીએ. સ્વજનો તો છલકાયા ને સાંઈરામ તો નીચે બેસી ગયા, સુરતથી કાનજીભાઈને મિત્રો પહોંચ્યા ખાસ. નડિયાદથી હસિતભાઈ આવ્યા. બીજા બધા નામો દિલમાં છે એવા પણ હાજર. પણ નીચે બાપુને બધા જોઈ શકે એ માટે હિંડોળો રાખ્યો ત્યાં તો પ્રિય કંઠકલાધર ઓસમાણ મીર અને એમના તેજસ્વી ચિરંજીવી આમિર મીરે સહજ એમ જ કોઈ તૈયારી કે માઇક વિના રમઝટ બોલાવી દીધી ! જોરદાર જમાવટ , જાનદાર જલસો. રિમઝિમ ક્રિએશન્સની બધી બુકના ડિઝાઇનર દોસ્ત ગિરીશ ચૌહાણે પ્રિય બાપુનું રંગીનસંગીન ચિત્ર દોર્યું કે એમને ભેટ ધર્યું. ( સદાય નેપથ્યમાં રહેતા નિલેશભાઈ ઝડપી લે આવી પળો !) પ્રજ્ઞાચક્ષુ ચાહકો પણ આવેલા. અમારી ઢીંગલી પ્રથા પણ ત્યારે જ 9 મહિનાની થઈ. પ્રસન્ન થઈને બાપુએ સ્મિત કર્યું... બસ એમની અમીદૃષ્ટિનો રસ એ તો આપણે માટે જીવતરનો કસ ! ઓસમાણ મીર ને પ્રિય મોરારિબાપુ લાડથી આસમાન કહે. પણ એના હોનહાર ચિરંજીવી આમિર મીર પણ ગાયકીની બારિકીમાં અમીર નીવડીને આસમાનમાં ઉજાસ ફેલાવી રહ્યા છે ! આ સરળ અને વિનમ્ર બાપ દીકરા કાલે ઘેર હંમેશ મુજબ ભાવથી આવ્યા. પ્રિય બાપુ માટે ખાસ ગોંડલથી બોલાવીને ગરમ ફાફડા જલેબી મરચાં ચા આઈસ્ક્રીમ નું હરખથી નોતરું હતું. બાપુ રાજકોટ રામકથા કરવા આવે તો એમને ગમતો સ્વાદ એ જેમને ગમતા હોય એ બધા જ સાગમટે માણે એવી નેમ. અગવડો તો ઘણી. મારો તો નાનકડો ફ્લેટ. નીરજભાઈ ને રૂપેશભાઈએ બાપુના નાસ્તા બાદ નીચે પાર્કિંગમાં બેસવાનું સૂચન કર્યું. પણ ચાહકો સ્વજનોની દર્શન માટે ભીડ વધતી જ ગઈ ! છતાં સાગરપેટા અમારા બાપુ ધૈર્ય, ઔદાર્ય, માધુર્ય સાથે થોડું બેઠા ને બાપ દીકરાએ ગાયું તો તો જાણે આંગણે કલ્પવૃક્ષ રોપાયું ! પ્રિય મોરારિબાપુનાં પ્રિયચરણ અમારે આંગણે અને ઓસમાણભાઇ તથા આમિર મીર બાપબેટાની સહજ ભાવથી જુગલબંધી એમની સ્વરપૂજા જાણે ! આમ જ એમની કૃપા વરસતી રહે એનો સ્વાદ તો ફાફડા મરચાં જલેબી ચા આઈસ્ક્રીમ થી પણ વધુ કોઠો ટાઢો કરે કાયમ માટે. આ બાપુ બોલ્યા એ આરંભે પહેલી લીટી લખી એ વાક્ય સાથેના સ્મિતનો સ્વાદ રહી જશે કાયમ યાદ ! જય સિયારામ 🙏🏼 ~ *જય વસાવડા* #JV
jay vasavada JV31,172 просмотров • 1 год назад

આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કોઈ ગુનો નથી ને પાપ નથી. ઇન્ફેક્ટ, સંવિધાન મુજબ તો એનો વિરોધ જ ગુનો છે અને સ્વયંવરની સંસ્કૃતિમાં તો એની ટીકા જ પાપ છે. કિંજલ દવેને પોતાની પસંદના જીવનસાથી માટે સમાજ નાતબહાર મૂકે તો એવા રૂઢિચુસ્ત જડસુ જ્ઞાતિવાદી સમાજમાં રહીને પણ શું કામ છે જે પુખ્ત વયની દીકરીઓને પોતાનો અહમ પોષવાની ખાનગી મિલકત માને ! કોઈ ભ્રષ્ટાચારી નેતા કે અધિકારીનો કર્યો કદી સામાજિક બહિષ્કાર ? સાવ હાલી જ નીકળ્યા છે પણ પ્રેમવિરોધી પંચાતિયા! #kinjaldave #love #marriage #choice #freedom #youth
jay vasavada JV14,441 просмотров • 7 месяцев назад

આજે ગોંડલ સ્ટેટ સ્વ. મહારાજા ભગવતસિંહજીની જન્મજયંતીએ 20 વર્ષ પહેલાં દૂરદર્શન શૂટ કરેલા પ્રોગ્રામ "આસ્વાદ"ની એકસકલુઝિવ ઝલક ખાસ થોડો સમય ફાળવીને જુઓ ને બધાને એની લિંક શેર કરો એ વિનંતી છે. આજે ક્યાં છે આવા પ્રજાવત્સલ રાજવી કે આગેવાન ? ક્યાં છે આવા જીવતરમાં સંજોગોનો તાપ લાગે તો વિસામો કરાવે એવા વિચાર, કળા, આયોજન કે દૂરંદેશીના વર્ષો ટકેલા મજબૂત થાકલા? લાઇવ પુરાવા સાથે જય વસાવડાની આપણા વારસાની એક અદ્ભુત વાત ! 👌🏼 #Gondal #socialservice #royal #maharaja #farmer #public #infrastructure
jay vasavada JV27,464 просмотров • 1 год назад

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામરાજ્યનું ગાંધીજીનું અર્થઘટન યાદ કરેલું. ગાંધીને મારવાના પ્રયાસ માત્ર ભાગલા આધારિત નહોતા, અગાઉ 6 વખત થઇ ચૂકેલા. ભારતના ભાગલા ગાંધીએ નહિ, પરિસ્થિતિને પ્રેક્ટિકલ રીતે ઓળખી શકતા વિચક્ષણ સરદાર પટેલે નેહરુ જોડે પહેલા સ્વીકારેલા. ગાંધી તો ગોળમેજી પરિષદ વખતે બંધારણ મુજબ ચાલતું સમાન હકવાળું અખંડ ભારત માંગવામાં અડીખમ રહેનાર એકમાત્ર પ્રતિનિધિ હતા. ગાંધીજીએ વિદ્વાન એવા ડૉ. આંબેડકર સાહેબની અલગ મતદાર મંડળની માંગ પડતી મુકાવી હતી. નહિ તો મત અને બેઠકોમાં પણ વિભાજન હોત. ગાંધીજીને હિન્દુ મુસ્લિમ સમસ્યા અને અવિશ્વાસનો આગોતરો અંદાજ હતો એટલે ગીતાનો સંસ્કૃતમાંથી અનુવાદ કરનારા અને રામનામ લેનારા સનાતની હિન્દુ ગાંધીએ એમની રીતે થોડું ઝૂકીને સુમેળના પ્રયાસો ચાલુ રાખેલા. એમના છેલ્લા ઉપવાસ પાકિસ્તાનને 55 કરોડ આપવા મટે નહોતા. માત્ર રમખાણો અટકાવવા કોમી એખલાસ માટે હતા. ભારતને આઝાદી ગાંધીને લીધે નહિ પણ સુભાષચંદ્ર બોઝને લીધે મળી છે એવું તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાન આજીવન કદી બોલ્યા જ નથી. આ નર્યું ધુપ્પલ છે. નાવિકોનો બળવો થયો ત્યારે બ્રિટિશરો સામે આઝાદ હિંદ ફોજ હરી ગયેલી. એમના કેદ પકડાયેલા સૈનિકોનો કેસ નેહરુના કહેવાથી ગુજરાતી ભુલાભાઈ દેસાઈ લડેલા અને સૈનિકો સાથે સંપર્કમાં સ્વરાજ માટે સરદાર પટેલ હતા,જેમને દેશસેવામાં લઇ આવનાર પણ ગાંધી જ હતા ! અરે, ભગતસિંહની ફાંસી પછી પણ એમના પિતા ગાંધીના અનુયાયી રહેલા. ગાંધી ભૂલલ્પ્રૂફ ભગવાન નથી. એમની સાથે અસહમત થવાનો અધિકાર પણ એ જ આપીને ગયા છે. એમને ખૂબ આદર આપી ઓશોએ પ્રબુદ્ધ ટીકા પણ કરી જ છે. પણ સુભાષબાબુએ જેમને 1944માં કોંગ્રેસ ને દેશ છોડ્યા પછી પણ રાષ્ટ્રપિતા કહ્યા હતા, એ ગાંધીને શેતાન ઠેરવવા અભણોના ફોરવર્ડ થતા ગપ્પાઠોક મેસેજીઝ અને વાહિયાત વિડિયોઝના કારખાના ચાલે છે. ગોડસેની ઓળખ માત્ર ગાંધીના ખૂનીની છે. એ સિવાય દેશ માટે એણે કશું કર્યું નથી, ને મતભેદ બદલ મોત વ્યાજબી ઠેરવો તો ત્રાસવાદ શું કૉમેન્ટમાં અસહમત ઠનારાની હત્યાઓ કાનૂની ઠેરવવી પડે એટલે નથુડા ગાંડાના પૂજકોએ પણ વડીલોને ગાળો કાઢી જીવતા રહેવા ગાંધીનો અભિગમ સ્વીકારવો પડે. એવા ડિજિટલ દેશભક્તો કદી પ્રમાણભૂત ઇતિહાસના અભ્યાસ માટે ગાંધીના દસ પુસ્તકો પણ વાંચતા નથી. ભારતની આજે પણ ગ્લોબલ ઓળખ ગાંધી છે. વેદિયા ને વાયડા ગાંધીવાદીઓને લીધે એમનું નામ વધુ ખરડાયું છે. પણ કોઈકને માપી લેવા હોય તો એના ગાંધી પરના અભિપ્રાયથી ખબર પડે કે એની સમજ ને વાચનનું સ્તર શું છે. ગાંધી નિર્વાણ દિને આઝાદ થયા પછીનું ભારત સાચવે એવી ટીમ ઊભી કરનાર નીતિવાન મહાત્માને વંદન. ~ *જય વસાવડા* #JV
jay vasavada JV33,697 просмотров • 2 лет назад

ગુજરાતમાં વધુ એક એવી દુર્ઘટના જ્યા મધ્યમ કે ગરીબ વર્ગના લોકો બે ઘડીની મોજ માટે ગયા હોય અને મોત લઈને આવે ! બધે કારણ એ જ કે મળતિયાઓને જ ફરી ફરી કોન્ટ્રાક્ટ મળે, તંત્રવાહકો ને નેતાઓ અધિકારીઓ કોઈ જવાબદારી સમજવાને બદલે આંખ આડા કાન કરી ભ્રષ્ટાચાર ચલાવે ને ભોગ બને નાગરિકો, જેની સંખ્યા ભારતમાં આમે બહુ બધી ને પાછા મોટા ભાગના સહનશીલ. કોવિડ જેવો કાળ પણ સાચી ફરિયાદનો સામૂહિક અવાજ ઉઠાવવાને બદલે ચૂપ રહે, ભૂલી જાય કે ઉપર બેઠેલાઓને સામે ઝૂકીને એમને જ મોટા કરે. પાછા કહેવા આવે કે તમે કેમ અવાજ નથી ઉઠાવતા. સુરતના તક્ષશિલાકાંડ હોય, મોરબીની માનવસર્જિત બિલકુલ નહિ એવી ઝૂલતા પુલની દુર્ઘટના હોય કે વડોદરાના હરણીમાં ડૂબી ગયેલા માસૂમોની ચીસો હોય .. દરેક વખતે દિલ દુખ્યું છે એટલું જ નહી. કોવિડ હોય,મજૂરોનું માઇગ્રેશન હોય , વીજળી કે રોડના ખાડાની સમસ્યા હોય, અખડતા ઢોર કે અકસ્માત આડેધડ ઉતાવળે શરૂ કરાયેલ એરપોર્ટ હોય... હું એકમાત્ર, રીપિટ એકમાત્ર મેઈનસ્ટ્રીમ ગુજરાતી લેખક છું જે આના પર લખતો બોલતો હોય કોઈને કેવું લાગશે એવી પ્રવા વિના. પણ આપણા ટોળા તો માત્ર જ્ઞાતિ, ધર્મ કે કળાના મુદ્દે લાગણી દુભાવી રસ્તા પર આવશે. નાગરિક હિત ખાતર વાત કરનાર તો ટ્રોલિયા ટપોરી ગેંગના નિશાન પર હોય, જે ભગત મંડળી ને લીધે જનતાની હાલાકીનો અવાજ સાચો ટોચ પર જતો નથી. આજે રાજકોટમાં ગેમ ઝોનમાં લાગી ભીષણ આગ, અને 25 કેટલા મૃતદેહો ઓળખી ન શકાય એવી હાલતમાં મળ્યા ને બાકી તો હજુ ચાલુ છે. નબળી ગુણવત્તાના પતરા ઓગળી જતા કોઈ બહાર ના આવી શક્યું ને બાળકો સહિત બિચારા ભડથું થઈ ગયા એવા પ્રાથમિક અહેવાલો છે. સ્વજનો સિવાય ફરી બધા બઘું ભૂલી જશે. ડિજિટલ હેડલાઇન મેનેજમેન્ટ સિવાય સમજ માટે કશું નહિ કરનારા કોઈક સાચું કહે એને બોલતી બંધ કરાવવા મનફાવે એમ પાછળ પડીને ટ્રોલ કરશે. પણ વારંવાર જે જીવથી જાય છે ને બાળકો હોમાઈ જાય છે વગર વાંકે મોટાઓની કટકી ખાયકીમાં એનું શું. આપણી પાસે આવી ઘટનાની અલાયદી હેલ્પલાઇન પણ નથી. પત્રકાર મિત્રોએ પોલીસના વ્યક્તિગત નંબર આપ્યા છે એ શેર કરું છું. હોસ્પિટલ પોલીસ ચોકી 0281 2447294 સિવિલ હોસ્પિટલ 0281 2471118 ફોન :+917698983267(PI zankat)+919978913796( ACP V G patel ) ગેમ ઝોન ફાયર દુર્ઘટના સંદર્ભે પુછપરછ માટે ફોન : 73833 13325 (PI Dhaval Haripara) 997840 8304 (ACP Radhika Bharai) ઉપરવાળામાં ન્યાય ને સંવેદના બચ્યા હોય તો મૃતકોમાં આત્માને શાંતિ આપે એ ઔપચારિકતા. પણ બે - જવાબદાર નાલાયક ભ્રષ્ટાચારી ને સેફ્ટીની કોઈ સાયન્ટીફિક સમજ વિના તોડબાજી કર્યા કરતા કહેવાતા આગેવાનો અધિકારીઓને આજીવન ઘોર અશાંતિ આપે. ~ જય વસાવડા #JV
jay vasavada JV30,142 просмотров • 2 лет назад

બદતમીઝ બચ્ચા! ના એ છોકરો ઓવરકોન્ફિડન્ટ ન્હોતો, એરોગન્ટ હતો. તૈયાર નહી, તોછડો હતો. ઓવર સ્માર્ટ થઈને એટીટયુડ ફેંકનાર અત્યારે આમ બચ્ચન જેવા સિનિયર સાથે વર્તન કરે એ ચલાવી લો ચિબાવલી ફિલસૂફીની આળપંપાળના નામે તો એનામાં સુધારો થાય જ નહીં. સારું થયું કેબીસીએ એપિસોડ બતાડી એને ઉઘાડો કર્યો. બધા બાળકો પ્રભુના બગીચાના પુષ્પો હોત તો જુવેનાઇલ જસ્ટિસ હોય જ નહીં. કેટલાક કાંટા પણ ઉગે છે. વધુ વિડિઓમાં. #JV #parenting #kids #behaviour #kbc #AmitabhBachchan #learning
jay vasavada JV13,527 просмотров • 9 месяцев назад

રાજકોટ જેવી કરપીણ ઘટના આપણા ભ્રષ્ટાચાર, ભૂલકણાપણું અને ભવિષ્યને બદલે ભૂતકાળપ્રેમ જેવા આસુરી લક્ષણો બાબતે અનેક વાર મે પોકારી પોકારીને કહ્યું લખ્યું છે, એનો કરુણ રિમાઇન્ડર આપે છે. ટ્રાફિક હોય કે ટેકસ, આપણી બટકણી લાગણી જ્ઞાતિ કે ધર્મ કોમના મુદ્દે જ દુભાશે, જીવલેણ ગણાય એવા રિયલ ઇસ્યુઝ સાઈડ લાઇન થતા રહેશે ને એટલે જ નેતાઓ કે તંત્ર એને મહત્વ જ નહી આપે. સ્ત્રી પુરુષનો પ્રેમ વલ્ગર લાગશે, પણ રખડતા ઢોરકૂતરા કે રસ્તાના ખાડા જેવી ડઝનબંધ બાબત આપણને અશ્લીલ નહિ લાગે ! આપણા ટોળા રોષમાં માત્ર અહંકાર માટે આંદોલન કરશે, સલામતીના નિયમોના પાલન માટે નહી ! કાલ્પનિક ફિલ્મોમાં કાવતરું જોનાર ગાંડિયાઓને નિર્દોષોના વારંવાર ભોગ લેતા કાળમુખી તંત્રની અવ્યવસ્થા બાબતે કશું ફીલ નહી કરે ! શાસનની શિથિલતા સામે નાગરિક હિતમાં અવાજ ઉઠાવનારને સવાલો કરશે પણ ખરા ગુનેગાર એવા લોકલ લુખ્ખાઓ સામે આંખમાં આંખ નાખી અવાજ ઉઠવવા એકઠા નહી થાય ! કોરોનાની કઠણાઈ પણ બધા તરત વિસારે પાડી ખોવાઈ ગયા મોબાઈલ મનોરંજન પાછળ... સમાચારોની સનસનાટી બીજે વળી ગઈ ત્યારે. બધે રૂપિયા ઘરભેગા કરીને તકલાદી કામ ઝીંકી દેતા સેટિંગની મિલીભગત ચાલે ત્યાં લાચારી, આંસુ ને હતાશા જ વધશે પ્રજા પાસે. આમાં સાચા ને સંવેદનશીલ હોવું, આધુનિક વૈજ્ઞાનિક રસિક આખાબોલા હોવું તો જાણે અપરાધ છે ! વાંક ફરવા જનાર નાગરિકોનો નીકળશે પણ ગરિયા ફેરવી જનાર દાધારંગા ભારાડીઓ ખુલ્લા ફરી ને વધુ જોખમી દુર્ઘટના સર્જશે ! 🙏🏼 ~ *જય વસાવડા* #JV
jay vasavada JV23,044 просмотров • 2 лет назад

ઇન્દિરા ગાંધીને સ્વાભાવિક યાદ કરવામાં આવે ત્યારે એક ચર્ચા થાય છે જે કેમ 1971 પાકિસ્તાન સામેન યુદ્ધમાં ભવ્ય વિજય બાદ પાકિસ્તાનના 93,000 યુધ્ધકેદી સૈનિકો છોડી દેવાયા ? કેમ બદલામાં pok કબજે ના કરાયું ને આપણા 56 પ્રિઝનર્સ ઓફ વોરની ઘરવાપસી ના થઈ ? આમ તો લાંબી ચર્ચાનો વિષય છે જેના અનેક પાસા છે. પણ મુદ્દાની વાત સમજવી હોય તો જુઓ ચંદ મિનિટનો અભ્યાસના અર્ક જેવો આ વીડિયો! ~ જય વસાવડા #JV #1971war #india #pakistan #bangladesh #pow #SamManekshaw #IndiraGandhi
jay vasavada JV14,556 просмотров • 1 год назад

ગણપતિ બાપ્પા મોરિયા શા માટે કહેવાય છે ? મોર્યા નો અર્થ શું ? જાણો માત્ર દોઢ મિનિટમાં!
jay vasavada JV13,943 просмотров • 1 год назад

કોણ છે એ ભણેલા અભણ ઘેલચંદ્રો કે સંસ્કૃતિના નામે આજની સ્ત્રીઓની ફેશનને કે નર નારીના નૃત્ય, મિલન, રોમાન્સ, ડાન્સને વખોડે છે ? જેમને સ્વયં શિવ અને કૃષ્ણનો સાક્ષાત્કાર હોવાનું મનાય એ વિભૂતિ પણ 500 વર્ષ પહેલાં કેવું રસિક રંગીન Red Hot વર્ણન કરે છે રાસરમણીનું ♥️💃🏼એની છાલકમાં જરાક તરબોળ થાવ આ વિડિયો જોઈને. 🥰 વિચાર કરો કે આવા મસ્ત મુક્ત સર્જકતા ને સૌંદર્યથી ફાટફાટ થતા વારસામાં ક્યાંથી આવી ગયા છે મર્યાદાના મોરલ પોલીસ થતા તાલિબાની ગમારગડબાઓ! 😆
jay vasavada JV11,617 просмотров • 1 год назад
Больше нет контента для загрузки