
VTV Gujarati News and Beyond
@VtvGujarati • 521,986 subscribers
VTVGujarati is a digital publication; an intersection of news & entertainment as new-age content & independent journalism form young India's voice.
Shorts
Videos

દેવગઢ બારિયા નગરપાલિકાના ફાયર ફાઈટર નો વિડિઓ વાયરલ, ધારાસભ્ય બચુભાઈ ખાબડના નિવાસસ્થાને ફાયર ફાઈટર પહોંચ્યાના દૃશ્યો, આગની ઈમરજન્સી માટેના ફાયર ફાઈટરનો રહેણાંક સ્થળે ઉપયોગ શા માટે કરાયો? #Dahod #DevgadhBaria #BachubhaiKhabad #FireFighter #FireBrigade #ViralVideo #VTVDigital
VTV Gujarati News and Beyond20,578 просмотров • 23 дней назад

વિવાદ વચ્ચે શંકરસિંહ વાઘેલાનું નિવેદન, "હું લેવલ વગરના માણસોને જવાબ પણ નથી આપતો" શંકરસિંહ વાઘેલાએ ફરી આપ્યું મોટું નિવેદન, "હું લેવલ વગરના માણસોને જવાબ પણ નથી આપતો". નોંધનિય છે કે, શંકરસિંહ વાઘેલાએ અગાઉ કહ્યું હતું કે, “પટેલ, વાણિયા અને બ્રાહ્મણોને મેલું ઉપાડવા માટે મહિને 50 હજાર હું આપીશ.” જોકે આ નિવેદન બાદ ચારેબાજુ વિવાદોનું વંટોળ ઉઠ્યું હતું. આ તરફ હવે ફરી એકવાર શંકરસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું છે. #ShankarsinhVaghela #GujaratPolitics #PoliticalStatement #Controversy #VTVDigital
VTV Gujarati News and Beyond17,673 просмотров • 21 дней назад

પ્રફુલ પાનસેરિયાની સરકારી હોસ્પિટલમાં ઓચિંતી મુલાકાત, સુવિધા વધારવા આદેશ નર્મદાના ગરૂડેશ્વરની SDH સરકારી હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઓચિંતી મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાના વિસ્તરણ માટે જરૂરી આદેશ આપ્યા હતા. દર્દીઓના સ્વજનો માટે નવું ભવન બનાવવા તેમજ ડાયાલીસીસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી છે. PIU વિભાગને એક સપ્તાહમાં આયોજન રજૂ કરવા પણ આદેશ અપાયો છે. #PrafulPansheriya #Garudeshwar #Narmada #GovernmentHospital #HealthDepartment #Healthcare #VTVDigital
VTV Gujarati News and Beyond17,887 просмотров • 1 месяц назад

GPSCમાં 7માંથી માત્ર 2 સભ્યોની નિમણૂક, 5 જગ્યા ખાલી; કિરીટ પટેલનો સરકાર પર પ્રહાર ગુજરાત વિધાનસભામાં GPSCમાં સભ્યોની નિમણૂકનો પ્રશ્ન ઉઠાવતા પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે GPSCમાં કુલ 7 સભ્યોની જોગવાઈ સામે માત્ર 2 સભ્યોની નિમણૂક થઈ છે અને 5 જગ્યાઓ ખાલી છે. કિરીટ પટેલે જણાવ્યું કે ગત વર્ષે પણ તેમણે આ મુદ્દે સવાલ કર્યો હતો અને આજે પણ ગત વર્ષ જેવો જ જવાબ મળ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર દ્વારા GPSC સભ્યોની નિમણૂક કરવામાં આવતી નથી. #Gandhinagar #Patan #GPSC #KiritPatel #GujaratAssembly #Government #VTVDigital
VTV Gujarati News and Beyond20,069 просмотров • 1 месяц назад

સોશિયલ મીડિયા પર 'અનામત હટાવો' અભિયાનને વેગ, પાસ કન્વીનર દિનેશ બાંભણીયાએ આપ્યું સમર્થન સોશિયલ મીડિયા પર 'અનામત હટાવો' અભિયાનને લઈને ચર્ચા તેજ બની છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અભિયાનને સમર્થન અને વિરોધ બંને પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. આ દરમિયાન પાસ (PAAS)ના કન્વીનર દિનેશ બાંભણીયાએ પણ આ અભિયાનને સમર્થન વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે*અનામત નીતિમાં બદલાવની જરૂર છે અને દરેક વ્યક્તિને સમાન તક અને સમાનતાનો અધિકાર મળવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, જરૂરિયાતમંદ લોકોને જ અનામતનો લાભ મળવો જોઈએ અને આ મુદ્દે વધુ લોકો જોડાય તેવી અપીલ કરી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર શરૂ થયેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હોવાના દાવા થઈ રહ્યા છે. #Reservation #Anamat #DineshBambhaniya #PAAS #GujaratNews #BreakingNews #VTVDigital
VTV Gujarati News and Beyond18,571 просмотров • 3 месяцев назад

હર્ષ પંડ્યાની અંતિમ યાત્રા વચ્ચે રેગિંગનો ખુલાસો! ‘તમે અમારા સ્લેવ છો’ કહી ત્રાસ આપ્યાનો દાવો સુરતના મેડિકલ વિદ્યાર્થી ડૉ. હર્ષ પંડ્યાએ જીવન ટૂંકાવી દીધા બાદ આજે તેમના માદરે વતન મોડાસામાં અંતિમ યાત્રા નીકળી હતી. પરિવારજનો અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં હર્ષને અંતિમ વિદાય આપવામાં આવી હતી. બીજી તરફ, હર્ષ પંડ્યા સાથે રેગિંગ થયું હોવાના આક્ષેપોને લઈને તપાસ કમિટીએ રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સિનિયર ડૉક્ટરો દ્વારા હર્ષને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવતા હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. 2થી 3 કલાક સુધી ગોંધી રાખવા, 20 કલાકથી વધુ કામ કરાવવા, અપશબ્દો બોલવા તેમજ ‘અમે તમારા બોસ છીએ, તમે અમારા સ્લેવ છો’ જેવા શબ્દો કહેવાના આક્ષેપો સામે આવ્યા છે. રિપોર્ટમાં મેન્ટલ હેરેસમેન્ટ, વર્બલ એબ્યુઝ અને અયોગ્ય વર્તનના આધારે રેગિંગ થયું હોવાનું જણાવાયું હોવાનું સૂત્રો કહી રહ્યા છે. હર્ષના પરિવારજનો હવે રેગિંગ વિરોધી કાયદાનો કડક અમલ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. #HarshPandya #SuratCivilHospital #Modasa #GujaratNews #VTVDigital
VTV Gujarati News and Beyond14,182 просмотров • 2 месяцев назад

'હું હેલ્પલેસ છું, પ્લીઝ થોડી માનવતા દાખવો', રૂમ ખાલી કરવાનો આદેશ અપાતા ડૉક્ટરે ઠાલવી હૈયાવરાળ (જ્યાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના ઘટી એ હોસ્ટેલના ડૉક્ટરોને રૂમ ખાલી કરવા 24 કલાકનું અલ્ટિમેટમ અપાયું છે. આથી તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરે રડતા-રડતા પોતાની લાચારી મીડિયા સમક્ષ જણાવી હતી. કહ્યું 'મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ 2-3 દિવસનો તો સમય આપો.) #Ahmedabad #Meghaninagar #AirIndia #AirIndiaFlightCrash #AhmedabadPlaneCrash #AirIndiaPlane #PlaneCrash #FlightAI171 #VTVDigital
VTV Gujarati News and Beyond42,536 просмотров • 1 год назад