Gopal Italia's banner
Gopal Italia's profile picture

Gopal Italia

@Gopal_Italia170,643 subscribers

⚖️ Advocate, Gujarat HC | 👮‍♂️ Ex-Police | 🗳️ MLA - AAP | 🇮🇳 Serving with integrity & purpose

Shorts

📍दिल्ली फिर लायेंगे केजरीवाल।

📍दिल्ली फिर लायेंगे केजरीवाल।

32,826 просмотров

मनीष सिसोदिया ज़िंदाबाद।

मनीष सिसोदिया ज़िंदाबाद।

14,540 просмотров

Videos

Gopal_Italia's profile picture

ચમરબંધીઓને બચાવી લેવાના ભાજપના ષડયંત્રને ઓળખો. અમદાવાદમાં ગઈકાલે ગુંડાઓની ગેંગ દ્વારા મહિલાઓની છેડતી અને તલવારો સાથેની મારામારીમાં ગુંડાઓને બચાવવા માટે કલમ ઓછી લગાડવાના ભાજપના ષડયંત્રને જાણો.. (૧) પચાસથી વધુ લોકો હાથમાં તલવાર અને હથિયારો લઈને આવે તેને કાયદાની ભાષામાં ગુંડાઓની ગેંગ એટલે કે, સંગઠિત ગુનાહીત ગેંગ કહેવાય. અમદાવાદના આ લુખ્ખાઓ વિરુદ્ધમાં (ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમની કલમ લગાડવામાં આવેલ નથી. કોઈ ભાજપવાળાએ પોલીસને દબાણ કર્યું હોય એવું બની શકે. (૨) મીડિયામાં મહિલાઓ સ્પષ્ટ રીતે છેડતી અંગે વાત કરી રહી હોવા છતાંય FIRમાં છેડતી અને દીકરીઓ સામે અભદ્રતાની કલમ લગાડવામાં આવેલ નથી. છેડતી કરનારા લફંગાઓને બચાવવા પોલીસને કોઈએ દબાણ કર્યું હશે?? (૩) FIRના કોલમ નંબર-૭ માં આરોપીના નામ લખવામાં આવ્યા નથી. ગુંડાઓના નામ વગરની એફઆઈઆર લખવા પાછળ ભાજપના કોઈ નેતાનું પોલીસ ઉપર દબાણ હોવાની સંભાવના. (૪) સોસાયટીની મહિલાઓએ છેડતી અંગે જાહેરમાં રજુઆત કરી હોવા છતાં એક પુરુષને ફરિયાદી બનાવવામાં કેમ આવ્યા હશે? અને મહિલાઓના નિવેદન સાથે રાખીને છેડતીની કલમ લગાડી શકાય એમ હોવા છતાં આરોપીઓની ઉપર છેડતીની કલમ નહીં લગાવવા માટે ભાજપના કોઈ નેતાએ ભલામણ કરી હશે કે કેમ? (૫) સોસાયટીમાંથી દારૂનો મોટા પાયે જથ્થો મળ્યો હોવા છતાં દારૂની એફઆઈઆરમાં આરોપીના નામ લખવામાં આવ્યા નથી. ક્યા ભાજપના નેતાની ભલામણ હશે?? (૬) દારુની એફઆઈઆરમાં જો ગુંડાઓના નામ લખે તો સ્ટેટ મોનીટરિંગ સેલના પરિપત્ર પ્રમાણે દારૂની ગેંગની કલમ પણ આરોપી ઉપર લગાડવી પડે. તો આરોપીઓને દારુ માફિયાની કલમ ન લાગે તે માટે ભાજપના કયા નેતાએ ભલામણ કરી હશે?? ચમરબંધીને છોડીશું નહીં એમ કહીને, છેડતી કરનારાઓને બચાવનારા આઠ પાસને ગુજરાતની જનતા ઓળખે એવી વિનંતી. વીડિયો સૌજન્ય :- Zee 24 Kalak

Gopal Italia

74,637 просмотров • 1 год назад