
Amdavad Municipal Corporation
@AmdavadAMC • 279,779 subscribers
Official Twitter Account of Amdavad Municipal Corporation. For any query regarding AMC services, please call on : 155303
Shorts
Videos

અમદાવાદ શહેરમાં રોડ પર ટ્રાફિક ન થાય અને સરળતાથી શાકભાજી ખરીદી શકાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાકભાજીના થડા બનાવવામાં આવ્યા છે, વિવિધ ફેરિયાઓને ડ્રોમાં થડા ફાળવવામાં આવ્યા છે છતાં જગ્યાનો ઉપયોગ ન કરવાનું ધ્યાન પર આવતા, એસ્ટેટ વિભાગને જેઓને જગ્યા ફાળવવામાં આવી છે તેઓને ત્યાં લઈ જવા અને ગેરકાયદે શાકભાજી વેચનારાને ખસેડવા જેવી, યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગને લગ્ન પ્રસંગે પોસાય તેવા ભાવમાં એએમટીએસ બસ ભાડે આપવા ટૂંક સમયમાં નવી પોલીસી જાહેરાત કરાશે. ચાંદખેડામાં બે જુદા જુદા રોડ બનાવતી કંપની શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરે રોડની કામગીરી અધૂરી છોડતા બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. તેમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું. #AhmedabadMunicipalCorporation #VegetableVendors #StreetVendors #TrafficManagement #CivicIssues
Amdavad Municipal Corporation17,044 views • 19 days ago

તેલની TPC મર્યાદા ભંગ બદલ ઇસનપુરના જલારામ ખમણ હાઉસ સામે AMCની સીલિંગ કાર્યવાહી: નાગરિકોને સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. અમદાવાદના ઇસનપુરની શ્રી જય જલારામ ખમણ હાઉસ ખાતે કુકિંગ ઓઈલની Total Polar Compounds (TPC) ચકાસણી દરમિયાન TPC 39.5%નોંધાયું, જ્યારે FSSAI મુજબ મહત્તમ માન્ય મર્યાદા 25% છે. - TPC 25%થી વધુ = ખાદ્ય ઉપયોગ માટે અયોગ્ય તેલ - વારંવાર તેલ ગરમ થવાથી oxidation અને hydrolysis જેવી પ્રક્રિયાઓને કારણે હાનિકારક polar compoundsનું પ્રમાણ વધે છે. તેથી આવા તેલનો ખાદ્ય પદાર્થો બનાવવા ઉપયોગ કરવો નિયમવિરુદ્ધ છે. AMCની સૂચના: • કુકિંગ ઓઈલનો વારંવાર ઉપયોગ ટાળો • TPC >25% હોય તેવું તેલ ઉપયોગમાં ન લો • Used Cooking Oil (UCO) ફરી ખાદ્ય ચેઇનમાં ન આવે તેની ખાતરી કરો • UCOનો યોગ્ય નિકાલ કરી અધિકૃત collection agencyને સોંપો #FoodSafety #FoodSafetyInspection #AMCHealth #SafeFood #MyCityMyPride
Amdavad Municipal Corporation32,541 views • 1 month ago

સરખેજ ખાતે સબરૂ ચાઇનીઝ મુગલાઇ એન્ડ તવા ફ્રાય સામે AMCના ફૂડ વિભાગની કડક કાર્યવાહી. તપાસ દરમિયાન ભારે ગંદકી, FSSAI Schedule-4ની શરતોનું પાલન ન થવું, કર્મચારીઓ દ્વારા કેપ, એપ્રન અને ગ્લોવ્ઝનો ઉપયોગ ન કરવો તેમજ જરૂરી મેડિકલ, પેસ્ટ કંટ્રોલ અને પાણીના રિપોર્ટ ઉપલબ્ધ ન હોવાનું જણાતા એકમને સીલ કરવામાં આવ્યું. #FoodSafety #FoodInspection #AMCFoodDepartment #PublicHealth #MyCityMyPride
Amdavad Municipal Corporation27,418 views • 1 month ago

અમદાવાદમાં મિલકત નામ ટ્રાન્સફર હવે વધુ ઝડપી, સરળ અને સુવ્યવસ્થિત! AMC દ્વારા 7 ઝોનલ કચેરીઓમાં અમલમાં મુકાયેલી LogBook360 સ્માર્ટ ક્યૂ મેનેજમેન્ટ સિસ્ટમથી નાગરિકો હવે ઓનલાઈન સ્લોટ બુક કરી, ડિજિટલ ટોકન મેળવી નિર્ધારિત સમયે સેવા મેળવી શકે છે. QR આધારિત ચેક-ઇન, ડિજિટલ ટોકન અને લાઈવ ક્યૂ ડિસ્પ્લે જેવી સુવિધાઓથી લાંબી કતારો, રાહનો સમય અને ભીડમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સફળ પહેલને આગામી તબક્કામાં વધુ 63 સિવિક સેન્ટરો સુધી વિસ્તૃત કરવાની AMCની યોજના છે — ‘ડિજિટલ અને નાગરિકમૈત્રી અમદાવાદ’ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું. #AMC #DigitalAhmedabad #CitizenServices #LogBook360 #Ahmedabad
Amdavad Municipal Corporation11,640 views • 27 days ago

AMC’s Food Department conducted an inspection at the St. Xavier’s Loyola School Campus canteen, near Vijay Cross Road, Naranpura, under the Food Safety and Standards Act, 2006. The inspection found that the canteen was operating without an FSSAI licence/registration. Non-compliance with prescribed food hygiene requirements was also observed, including absence of caps, aprons and gloves for food handlers, unclean conditions in the freezer, mould growth on vegetables and use of food items beyond their expiry date. In view of these food safety and hygiene violations, the canteen was sealed. AMC will continue inspections of school canteens across Ahmedabad and take action under applicable provisions of the FSSA and GPMC Act against establishments found violating prescribed norms. #FoodSafety #FoodSafetyFirst #AMC #Ahmedabad #Amdavad #FSSAI #SafeFood
Amdavad Municipal Corporation14,535 views • 1 month ago

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, જાહેર જનતા માટે એક મહત્વપૂર્ણ સંદેશ
Amdavad Municipal Corporation152,484 views • 3 years ago

૧૦૨ ડિગ્રી તાવ વચ્ચે પણ ફરજથી એક ક્ષણ પણ પાછળ નહીં... શહેરને ભારે વરસાદ બાદ ફરી સ્વચ્છ અને સામાન્ય બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર **ડો. વિજય મિસ્ત્રી**એ માનનીય **મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની**ના માર્ગદર્શન હેઠળ દિવસ-રાત મેદાનમાં રહી સમગ્ર ટીમને નેતૃત્વ આપ્યું. તમામ ૭ ઝોનમાં સફાઈ, કચરાના ઝડપી નિકાલ, વધારાના મેનપાવર, ડી-વોટરિંગ પંપ અને સતત મેદાની મોનિટરિંગ દ્વારા શહેરને ઝડપથી પૂર્વવત બનાવવા AMCની ટીમ અવિરત કાર્યરત રહી. સેવા, સમર્પણ અને જવાબદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ. #Ahmedabad #AMC #SolidWasteManagement #TeamAMC #RainResponse #PublicService #AhmedabadCares PMO India CMO Gujarat Gujarat Information Info Ahmedabad GoG @GUDMGujaratGov Banchha Nidhi Pani Hitesh Barot DD News Gujarati PIB in Gujarat 🇮🇳 MyGov Gujarati
Amdavad Municipal Corporation15,810 views • 2 months ago

Watch the proud moment as the Honourable President of India, Smt. Droupadi Murmu and Union Minister Shri Manohar Lal Khattar present Ahmedabad with the 1st Prize for the Cleanest City of India (Population over 10 lakh). Hon’ble Minister Shri Rushikesh Patel, Mayor Smt. Pratibha Jain and Municipal Commissioner Shri Banchhanidhi Pani, IAS, received the award. A proud recognition of the tireless efforts of Ahmedabad’s citizens and the Ahmedabad Municipal Corporation. #AhmedabadNo1CleanestCity #CleanestCityAhmedabad #SwachhSurvekshan2024Winner #IndiasCleanestCityAhmedabad #AmdavadShinesCleanest #ProudAmdavadi #CleanGreenAhmedabad
Amdavad Municipal Corporation40,598 views • 1 year ago

Ahmedabad is stunning right now, sparkling with lights everywhere! It feels like a dream roaming through the vibrant streets, soaking in this breathtaking spectacle. Have you checked out all the amazing spots yet? It’s truly an experience you don’t want to miss! #amc #amcforpeople #festivaloflights #vibrantahmedabad #cityofdreams #DiwaliMagic #spectacularsights #ahmedabadmunicipalcorporation PMO India CMO Gujarat Pratibha R Jain PIB in Gujarat 🇮🇳 Gujarat Information Info Ahmedabad GoG Sabarmati Riverfront Development Corporation Ltd.
Amdavad Municipal Corporation30,181 views • 1 year ago

પરકોલેશન વેલ બનાવડાવો જળ ભરાવાથી સોસાયટી બચાવો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટીને પરકોલેશન વેલ બનાવી આપવામાં આવે છે,આ પરકોલેશન વેલના બનાવવાથી સોસાયટીમાં પાણી ભરાતું નથી અને ભૂગર્ભજળ ઊંચા આવતા સોસાયટીના બોરવેલ રિચાર્જ થાય છે. #PercolationWell #RainwaterHarvesting #SaveWaterSaveSociety #GroundwaterRecharge #SustainableSociety #AhmedabadMunicipalCorporation
Amdavad Municipal Corporation18,896 views • 1 year ago

તમારું જૂનું કપડું લાવો, નવી થેલી બનાવો – બિલકુલ ફ્રી! RRR સેન્ટર પર તમારા વેસ્ટ કાપડ આપીને મેળવો મફત રિયૂઝેબલ થેલી! આ મહિલાઓ પ્લાસ્ટિકમુક્ત અમદાવાદ માટે આગળ આવી રહી છે – તો તમે કેમ નહીં? #FreeReusableBag #MyTheliCampaign #PlasticFreeAhmedabad #ReuseReduceRecycle #SayNoToPlastic #WomenForSustainability #EcoFriendlyLiving #SwachhCityGreenCity
Amdavad Municipal Corporation18,414 views • 1 year ago

અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા વધુ એક કદમ: અમદાવાદ શહેરને સીએન્ડડી મુક્ત કરવા અને સ્વચ્છ અમદાવાદનું સપનું સાકાર કરવા તમારા રહેઠાણના નજીક વિસ્તારના કંટ્રોલરૂમ નો નંબર ડાયલ કરો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ નજીવી કિંમતે તમારા ઘરે આવી બિલ્ડીંગ મટીરીયલ કે કન્સ્ટ્રકશન વેસ્ટ લઈ જશે અને યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરશે. જો તમે પણ કોર્પોરેશને નક્કી કરેલા 25 સ્થળોએ જાતે જઈને વેસ્ટનો નિકાલ કરશો તો કોઈ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી, આ પગલાને કારણે ,ગમે ત્યાં કચરો નાખવાનું અટકશે અને હવાનું પ્રદૂષણ ઘટશે. એટલું જ નહીં કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તા પર કચરો ફેકનારાને દંડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે. #CleanAhmedabad #CDWasteManagement #SolidWasteManagement #AMCUrges #MyCityMyPride
Amdavad Municipal Corporation10,788 views • 7 months ago

અમદાવાદના પૂર્વ વિસ્તારના હાટકેશ્વર બ્રિજને તોડવાના કામના ટેન્ડરની લોએસ્ટ બીડર કંપની ₹3.90 કરોડના ખર્ચે આ બ્રિજને તોડશે અને કંપની છ મહિનામાં આ કામગીરી પૂર્ણ કરશે, તાજેતરમાં પડી રહેલા સતત વરસાદ બાદ અમદાવાદના સાતેય ઝોનના વિવિધ વિસ્તારમાં ખાડા પૂરવા અને પેચવર્કના કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યા હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું. #InfrastructureDevelopment #UrbanDevelopment #BridgeDemolition #TenderUpdates
Amdavad Municipal Corporation15,771 views • 1 year ago

સોસાયટીઓમાં ભરાતા વરસાદી પાણીથી બચવાનો ઉપાય છે પરકોલેશન વેલ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પરકોલેશન વેલ બનાવવાની નવીન પહેલ કરી રહી છે ,જેમાં આપ સૌ પણ જોડાવો અને પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મેળવો અને ભૂગર્ભ જળના તળ ઉંચા આવવાથી તમારા બોરવેલ રિચાર્જ પણ થશે. #PercolationWells #RainwaterHarvesting #GroundwaterRecharge #SustainableAhmedabad #AMCInitiative
Amdavad Municipal Corporation15,773 views • 1 year ago
No more content to load