
Gujarat Police
@GujaratPolice • 837,739 subscribers
Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 112 or visit the nearest police station.
Shorts
Videos

ડિલિવરીના બહાને OTP માંગવામાં આવે, ત્યારે સાવધાન થઈ જાઓ. તમારો એક OTP સાયબર ગુનેગારોને તમારા બેંક ખાતા સુધી પહોંચાડવાનો રસ્તો બની શકે છે. કોઈપણ વ્યક્તિ સાથે OTP શેર ન કરો. શંકાસ્પદ કોલ કે મેસેજ મળે તો તેની ચકાસણી કરો અને સાયબર છેતરપિંડીનો ભોગ બનતા પહેલાં જ સતર્ક રહો. સાયબર ગુનાનો ભોગ બન્યા હોવ તો તાત્કાલિક 1930 પર કોલ કરો અથવા પર ફરિયાદ નોંધાવો. #GujaratPolice #CyberSafety
Gujarat Police41,441 次观看 • 3 个月前

ચોમાસાની પૂર્વ તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ સ્થાનિક સ્તરે વાયરલેસ કમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા સૂચના અપાઈ પૂર્વ આયોજનના ભાગરૂપે રાજ્યમાં SDRFની કુલ ૧૧ કંપનીઓના ૧,૦૩૬ જવાનોને ડિપ્લોય કરાયા તમામ પોલીસ સ્ટેશનો, ચોકીઓ અને સરકારી કચેરીઓના વડાઓને વરસાદ પહેલાં તમામ ઇમારતોની અગાશીની જાતે મુલાકાત લઈ સાફ-સફાઈ કરાવવા સૂચના.
Gujarat Police35,643 次观看 • 3 个月前

સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક કુલ ૧,૦૦૦ ‘જનરક્ષક’ વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત.. રાજ્યના નાગરિકોને ઝડપી અને અસરકારક ઇમરજન્સી સેવા પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં વધુ ૫૦૦ અત્યાધુનિક ‘૧૧૨-જનરક્ષક’ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્ય મંત્રી શ્રી કમલેશ પટેલ, આ નવા વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. નવા વાહનો અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી આ રિસ્પોન્સ ટાઈમને ૮ મિનિટથી નીચે લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ્સમાં પણ ૧૧૨ પેનિક બટનનું ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે.
Gujarat Police18,181 次观看 • 1 个月前

સામાજિક માધ્યમો પર કિડનેપિંગ કે અન્ય ગંભીર ઘટનાઓના અનઅધિકૃત સમાચારો ઝડપથી વાયરલ થાય છે. આવી અફવાઓને વિના તપાસે ફોરવર્ડ કરવાથી સમાજમાં ભય અને અસ્થિરતા ફેલાય છે. કોઈ પણ માહિતીની સત્યતા ચકાસ્યા વિના ફોરવર્ડ ન કરવી. શંકાસ્પદ સમાચાર હોય તો તરત જ 112 ડાયલ કરીને પોલીસને જાણ કરવી. અફવાઓ ફેલાવવી કાયદાનું ઉલ્લંઘન છે. સત્યતા ચકાસો. અફવાઓને રોકો. જવાબદાર નાગરિક બનો. #gujaratpolice
Gujarat Police26,318 次观看 • 3 个月前

🌧️ ગુજરાત આગળ વધતું રહે, અમે તૈનાત છીએ. ભારે વરસાદ વચ્ચે પણ ગુજરાત પોલીસના જવાનો લોકોની મદદ કરી અને સેવામાં સતત તૈનાત છે, જરૂરિયાતમંદ નાગરિકોને મદદ કરવા અને પરિસ્થિતિને સંભાળવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. કોઈ મુશ્કેલી હોય તો તરત સંપર્ક કરો - 100 અથવા 112. ગુજરાત પોલીસ : તમારી સુરક્ષા, અમારી જવાબદારી.
Gujarat Police21,607 次观看 • 3 个月前