
Sagar Patoliya
@kathiyawadiii • 11,036 subscribers
Writer | Advertisement | Media Communications Gujarat is not Just State, it's an Emotion !!!! DM for Work Inquiry | News | Promotions 📧
Shorts
Videos
0:53
Sensitive content
This media may contain sensitive content.

Guess the speed 😯 Location - Ahmedabad-Baroda Express Highway #Gujarat
Sagar Patoliya168,899 Aufrufe • vor 1 Monat
0:47
Sensitive content
This media may contain sensitive content.

"ઓ સાહેબ.. અરે.. રે.. ઓ બાપલીયા" This is last From Me... Don’t miss end! #Ahmedabad #Gujarat
Sagar Patoliya1,137,829 Aufrufe • vor 1 Jahr

વૈશ્વિક કક્ષાનું અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા પેલા જ તૂટી ગયું આણંદના અડાસમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ બન્યા પેલા જ ધરાશાયી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં જનતાના ટેક્સના રૂપિયાને વધારે કેમ વેડફી શકાય એનું વધુ એક ઉત્તમ ઉદાહરણ. #Gujarat
Sagar Patoliya13,114 Aufrufe • vor 5 Tagen
1:40
Sensitive content
This media may contain sensitive content.

"હું મજૂરી કરું છું સાહેબ, ઘરે નાની છોકરીયું છે." "હે મારા બાપ.. મારી મા.. તમે આવું ન કરો.." મજૂરી કામ કરતાં સામાન્ય માણસ સાથે રેડિયો મિર્ચીના આર. જે. એ કર્યો પ્રેન્ક.. કાકા રડી રડીને કહી રહ્યા છે એ બધી જ વાતોનો વિડીયો બનાવી પોતાના એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યો. લાગણીઓ તો સાલી મરી જ ગઈ છે.. બધાને ફોલોવર્સ, લાઇક અને શેરથી મતલબ છે.. Harsh Sanghavi આપણાં રાજ્યમાં આવા પ્રેન્ક બંધ ન થઈ શકે? #Gujarat
Sagar Patoliya105,378 Aufrufe • vor 3 Monaten

અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓના ઘર તૂટવાના શરૂ! ગણતરીની કલાકોમાં આરોપીઓને પકડી પહેલા તો સર્વિસ થઈ, સર્વિસ બાદ હવે માત્ર 24 કલાકમાં જ તેઓના ઘર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશ્નર સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ આરોપીઓના ઘરે પહોંચ્યા છે. બુલડોઝર ફેરવતાં પહેલાં ઘરમાંથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખોખરાના ભગવાનદાસની ચાલીમાં શ્યામ કામલેના મકાન હથોડા વડે મકાન તોડી પાડવામાં આવ્યું છે. જ્યારે અલ્કેશ યાદવના ઘરે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. Gujarat Police Ahmedabad Police અમદાવાદ પોલીસ #Ahmedabad #Gujarat
Sagar Patoliya321,195 Aufrufe • vor 1 Jahr
0:43
Sensitive content
This media may contain sensitive content.

શિક્ષકની હાજરીમાં જ કાઉન્સિલિંગ રૂમમાં વિદ્યાર્થીને છરી મારી! ભાવનગર | OAJ ઇન્સ્ટિટયૂટમાં વિદ્યાર્થીને છરી મારવાની ઘટનાના CCTV સામે આવ્યા! ગઇકાલે બપોરના રી-નેટમાં અભ્યાસ કરતા કાર્તિક નામના 17 વર્ષીય વિદ્યાર્થીને ઇન્સ્ટિટયૂટમાં વાલી દ્વારા (વિડીયોમાં છોકરી દેખાય છે એના વાલી) છરી મારવામાં આવી હતી. ઓઝ ઇન્સ્ટિટયૂટના કાઉન્સિલિંગ રૂમમાં બોલાવી શિક્ષક ની હાજરીમાં વિધાર્થી ઉપર છરી વડે હુમલો કરાયો હતો. #Bhavnagar
Sagar Patoliya310,318 Aufrufe • vor 1 Jahr

ટ્રમ્પે યુટર્ન લઈ લીધો છે.. હવે આપણે'ય પેટ્રોલ પંપેથી યુટર્ન લઈ લેવાય હો..
Sagar Patoliya48,028 Aufrufe • vor 2 Monaten

સુરતમાં 12 વર્ષની સગીરાની છેડતી બાદ જનતાનો આક્રોશ! 40 વર્ષના આરોપી મહંમદ અઝીઝને લોકોએ જાહેરમાં લમધાર્યો 4000 લોકોએ પોલીસ સ્ટેશન ઘેર્યું! મામલો એટલો ગંભીર બન્યો કે રાત્રે હજારોની મેદનીએ પોલીસ સ્ટેશનને બાનમાં લીધું અને આજે રિકન્સ્ટ્રક્શન વખતે પણ આરોપીને લોકોના રોષનો સામનો કરવો પડ્યો. અલથાણના એટલાન્ટા મોલ પાસે ટ્યુશનથી પાછી ફરી રહેલી 12 વર્ષની સગીરાની મહંમદ અઝીઝ નામના શખ્સે છેડતી કરી. દીકરીએ બહાદુરી બતાવી ચીસાચીસ કરતા લોકો ભેગા થઈ ગયા અને આરોપીને ભાગવાનો મોકો ન આપ્યો. લોકોનો ગુસ્સો એટલો હતો કે 112 કંટ્રોલ રૂમની ગાડીમાં ભર્યો તો આરોપીને વાનમાંથી બહાર ખેંચીને ફરીથી બેફામ માર મારવામાં આવ્યો. મોડી રાત્રે 4000થી વધુ લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેતા માહોલ તંગ બન્યો હતો. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. પોલીસના લાઠીચાર્જમાં SPG (સરદાર પટેલ ગ્રુપ) ના સભ્યોને ઈજાઓ પહોંચી છે, જેમને હાલ મજુરાની નિર્મલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે સવારે પોલીસ જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને લઈને પહોંચી, ત્યારે પણ લોકો અગાઉથી હાજર હતા અને ફરી એકવાર આરોપીને મેથીપાક ચખાડ્યો હતો. #Surat #Gujarat
Sagar Patoliya27,550 Aufrufe • vor 1 Monat

ધંધુકામાં ભરવાડ સમાજના યુવકની મુસ્લિમ યુવક દ્વારા છરી મારીને હત્યા. આ જ વિસ્તારમાં કિશન ભરવાડ જેવો આ બીજો કેસ. આ લોકો ગલ્લે પાન ખાવા જાય તો પણ છરી લઈને ફરે છે? યુવકના મોતને લઈને ગ્રામજનોમાં રોષ. દુકાનો અને ગાડીઓ સળગાવી. 200થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા. સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ SP, ઓમ પ્રકાશ જાટનું નિવેદન. #Dhandhuka
Sagar Patoliya30,553 Aufrufe • vor 1 Monat

એક એવી મીડિયા ચેનલ જેણે હમેંશા સત્યનો પક્ષ રાખ્યો છે, સત્યને પીરસ્યું છે અને લોકહિતના કાર્યો કર્યા છે. Ahmedabad Media જ્યારે લોન્ચ થયું ત્યારથી હું વ્યક્તિગત રીતે એમનો મોટો ચાહક રહ્યો છું અને એમની પાસેથી ઘણું શીખતો આવ્યો છું. એમનું દરેક કાર્ય સરાહનીય છે એવોર્ડ ન આપો કંઈ નહીં એની સાથે આવો વ્યવહાર જરાય યોગ્ય નથી. આપણામાં વાંક હોય એને સુધારાય, કાલ ઉઠીને આવા કેટલાક મીડિયા વાળા'વને રોકશો તમે? આ ગંભીર ઘટના છે, દરેક લોકોએ અમદાવાદ મીડિયાની પડખે ઉભું રહીને સત્યને જીતાડવું જોઈએ. જો આવી રીતે લોકોના દુઃખો દબાતા રહેશે તો મારા જેવા દરેક લોકો જે સતત પ્રશ્નો ઉઠાવતા રહે છે એ સૌને આઘાત લાગવાનો છે, હજુ પણ સમય છે સાચવી લેજો. CMO Gujarat Harsh Sanghavi #IStandWithAhmedabadMedia
Sagar Patoliya106,311 Aufrufe • vor 9 Monaten

તમારી એક ભૂલ અને જિંદગી દાવ પર મૂળ સાબરકાંઠાનો એક યુવાન પાલનપુર તાલુકાના નરસલ ગામે ભાગિયું રાખી ખેતીકામ કરતો. આશરે ત્રણ મહિના પહેલા તેને એક કૂતરાએ બચકું ભર્યું હતું. તે સમયે કદાચ તેણે આ વાતને સામાન્ય ગણી ગંભીરતાથી ન લીધી અને એન્ટી-રેબીઝ વેક્સિન (હડકવા વિરોધી રસી) લેવાનું ટાળ્યું. આ જ તેની જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. છેલ્લા કેટલાક દિવસોથી આ યુવાનના શરીરમાં હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા. સ્થિતિ એટલી હદે વણસી કે તે વ્યક્તિ હિંસક બની ગયો, અજીબોગરીબ અવાજો કાઢવા લાગ્યો અને સામે આવતા લોકોને બચકાં ભરવા દોડવા લાગ્યો. ગભરાયેલા ગ્રામજનોએ ભારે જહેમત બાદ તેને દોરડાથી બાંધી પોલીસની મદદથી પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો. હોસ્પિટલમાં પણ તેણે ભારે હોબાળો મચાવ્યો, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સૌએ જાણવા જોગ માહિતી - કૂતરા કે અન્ય જાનવરના કરડ્યાના 24 થી 48 કલાકની અંદર જ રસી લેવી અનિવાર્ય છે. હડકવા (Rabies) એક એવો રોગ છે કે જેના લક્ષણો એકવાર શરીરમાં દેખાવા લાગે, પછી દુનિયાની કોઈ તાકાત તેને બચાવી શકતી નથી. તે 100% જીવલેણ છે. આ રોગમાં દર્દીને પાણીથી ડર લાગે છે અને તે હિંસક બની શકે છે. જો આવો દર્દી બીજા કોઈને બચકું ભરે, તો તેને પણ ચેપ લાગવાનું જોખમ રહે છે. અત્યારે આ યુવાન હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ડોક્ટરો તેને સેડેશન (દવા આપીને ઊંઘમાં રાખવો) હેઠળ રાખીને સારવાર કરી રહ્યા છે, અને તેના પરિવારજનોને પણ સાવચેતીના ભાગરૂપે રસી આપવામાં આવી છે. રખડતા કૂતરાનો ત્રાસ એક સામાજિક સમસ્યા હોઈ શકે, પણ રસી લેવી એ આપણી અંગત જવાબદારી છે. કૂતરો કરડે ત્યારે જરાય શરમ રાખ્યા વગર કે આળસ કર્યા વગર સીધા દવાખાને પહોંચો. તમારી એક સાવચેતી તમારા પરિવારને આવી આઘાતજનક સ્થિતિમાંથી બચાવી શકે છે. #Gujarat #Rabies
Sagar Patoliya43,997 Aufrufe • vor 4 Monaten

“હું અમદાવાદનો રિક્ષા વાળો..!!” પપ્પા અમદાવાદની U. N. હોસ્પિટલમાં દાખલ છે. દીકરો એમના વતન કેશોદથી સારવાર માટેના પૈસા લઈને અમદાવાદ આવે છે. આજે (18-03-2026) વહેલી સવારે ગીતા મંદિર બસ સ્ટેશન ઉતરે છે, ત્યાંથી રિક્ષામાં બેસે છે. રિક્ષા ચાલક તેને અવાવરુ જગ્યાએ લઈ જાય છે અને છરી બતાવી 20 હજાર લૂંટી લે છે. છે કોઈ કેવા વાળું? Harsh Sanghavi Gujarat Police Ahmedabad Police અમદાવાદ પોલીસ
Sagar Patoliya26,504 Aufrufe • vor 2 Monaten
